તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Retail Inflation Rate 5.30% In August; Vegetables Became Cheaper, But Cooking Oil Was Still Expensive

મોંઘવારીમાં થોડી રાહત:ઓગસ્ટમાં રિટેઈલ મોંઘવારી દર 5.30%; શાકભાજી સસ્તી થઈ, પરંતુ ખાવાનું તેલ હજુ પણ મોંઘુ

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

સરકારે રિટેઈલ મોંઘવારી દરના ઓગસ્ટના આંકડા જાહેર કર્યા છે. ઓગસ્ટમાં રિટેઈલ મોંઘવારી દર 5.30% રહ્યો છે જે જુલાઈમાં 5.59% પર હતો. આ છેલ્લાં 4 મહિનામાં સૌથી ઓછો છે. એક વર્ષ પહેલાં ઓગસ્ટ 2020માં રિટેઈલ મોંઘવારી દર 6.69% હતો.

રિઝર્વ બેંકે આ ફાયનાન્સિયલ યરમાં મોંઘવારી દર 5.70% રહેવાનું અનુમાન કર્યું છે. જાણકારો મુજબ ક્રુડ ઓઈલની માગ નબળી રહેવા અને ખાવા-પીવાના ભાવ કાબૂમાં રહેવાથી મોંઘવારી વધી નથી.

વાર્ષિક અને માસિક આધારે મોંઘવારી ઘટી
ઓગસ્ટ 2021માં ગ્રામીણ ક્ષેત્રમાં મોંઘવારી દર 5.28% રહ્યો, જે શહેરી ક્ષેત્રની મોંઘવારી દર 5.32%ની તુલનાએ ઓછો છે. ખાવા-પીવાના સામાનની મોંઘવારીની વાત કરવામાં આવે તો ઓગસ્ટ 2021માં આ 3.11% હતો જે ઓગસ્ટ 2020માં 9.05% હતો. ઓગસ્ટ 2021માં ગ્રામીણ ક્ષેત્રમાં ખાવા-પીવાના સામાનનો મોંઘવારી દર 3.08%, જ્યારે તે જ શહેરી ક્ષેત્રમાં 3.28% છે.

ખરીફ પાકની કાપણી વખતે ઘટી શકે છે મોંઘવારી
મોંઘવારી આગળ પણ કાબૂમાં રહે તે માટે મોનસૂન સીઝનમાં સારો વરસાદ થાય તે જરૂરી છે. જો કે આ મોરચે અત્યાર સુધીમાં સારા સંકેત મળ્યા નથી. ભારતીય રિઝર્વ બેંક (RBI)નું અનુમાન છે કે મોંઘવારી બીજા ત્રિમાસિક સુધીમાં જ ઘટી જશે, જ્યારે ખરીફ પાકની કાપણીની સીઝન આવશે.

મોટા ભાગે ઈમર્જિંગ માર્કેટ્સમાં ભારતની સ્થિતિ સારી હશે
ઓગસ્ટમાં તાજા આંકડાની દ્રષ્ટીએ બીજા મહત્વના ઈમર્જિંગ માર્કેટ્સની વચ્ચે ભારતની સ્થિતિ સારી છે. તુર્કી (19.25%), બ્રાઝીલ (9.28%), રશિયા (6.68%), ફિલિપાઈન્સ (4.90%) અને ઈન્ડોનેશિયા (1.59%)માં જુલાઈની તુલનાએ મોંઘવારી વધી છે. મેક્સિકો (5.59%), ચીન (0.80%) અને થાઈલેન્ડમાં (-0.02%) મોંઘવારીમાં ગત મહિને ઘટાડાનું વલણ રહ્યું હતું.

વિકસિત દેશ પણ બેહાલ, USમાં મોંઘવારી 13 વર્ષના ઉચ્ચતમ સપાટીએ
મોંઘવારીનો માર માત્ર ભારત અને બીજા વિકાસશીલ દેશોમાં જ નથી જોવા મળી રહ્યો, વિકસિત દેશોની પણ સ્થિતિ ખરાબ જ છે. અમેરિકામાં મોંઘવારી દરના આંકડા મંગળવારે રજૂ થશે, જ્યાં આ 13 વર્ષના સૌથી ઉંચા સ્તરે છે. તેનું કારણ છે જરૂરી સામાનની સપ્લાઈમાં જોવા મળતી અડચણ અને કોવિડને કારણે દેશભરમાં લાગેલા પ્રતિબંધો એક સમાન રીતે હટાવવામાં નથી આવ્યા તે છે.

બ્રિટનમાં BoEનો ટાર્ગેટ ડબલ એટલે કે 4% સુધી જઈ શકે છે મોંઘવારી
બ્રિટનમાં મોંઘવારી જૂનમાં ત્રણ વર્ષના ઉચ્ચતમ સ્તરે 2.4%એ પહોંચી ગઈ હતી. આગામી મહિનામાં મોંઘવારી સામાન્ય સ્તરે ઘટી પરંતુ ઘટાડાનો આ ટ્રેન્ડ પાક્કો નથી. બેંક ઓફ ઈંગ્લેન્ડ (BoE)એ ઓગસ્ટમાં ઈનફ્લેશન રેટ 3% પર પહોંચશે તેવી શક્યતા વ્યક્ત કરી છે. ત્યારે તેના આંકડા બુધવારે આવશે. અર્થશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ ઘટાડો શરૂ થતાં પહેલાં જ મોંઘવારી વર્ષના અંત સુધીમાં BoEના ટાર્ગેટથી ડબલ એટલે કે 4% સુધી જઈ શકે છે.

EUમાં મોંઘવારી દર 3% એ પહોંચ્યો, નવેમ્બર 2011 પછી સૌથી વધુ
તો યુરોપિયન યુનિયન (EU)ની વાત કરીએ તો અહીં ઓગસ્ટમાં મોંઘવારી વધીને 3% સુધી પહોંચી ગઈ છે. આ નવેમ્બર 2011 પછી સૌથી વધુ છે. તાજા આંકડા શુક્રવારે રજૂ થશે. યુરો ઝોનના માત્ર ચાર દેશોમાં ગત મહિને મોંઘવારી 4%થી નીચે જોવા મળી. અહીં મોંઘવારી એક દશકાના ઉચ્ચતમ સ્તરે પહોંચવાનું કારણ ફ્યૂલ કોસ્ટમાં વધારો અને ગ્લોબલ સપ્લાઈ ચેનમાં અડચણને માનવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...