તહેવારોમાં ખુશખબરી:પાંચ મહિનાના નીચલા સ્તરે પહોંચી રીટેલ મોંઘવારી, શાકભાજીના ભાવ 22% ઘટ્યા

16 દિવસ પહેલા
પ્રતિકાત્મક તસવીર

તહેવારની સીઝન પહેલાં સરકાર અને સામાન્ય જનતા માટે સારા સમાચાર સામે આવ્યા છે. સપ્ટેમ્બરમાં રીટેલ મોંઘવારી દર ઘટીને પાંચ મહિનામાં સૌથી નીચલા સ્તરે નોંધાઈ છે. ઓગસ્ટમાં 5.3% જોવા મળેલી રીટેલ મોંઘવારી દર ગત મહિને 4.35% હતી. આ જાણકારી સરકાર તરફથી જાહેર થયેલા આંકડાઓથી મળ્યા છે. સરકારી આંકડા મુજબ શાકભાજીના ભાવમાં 22% ઘટાડો નોંધાયો છે.

ઓગસ્ટમાં 3.11%એ જોવા મળેલો ફુડ ઈન્ફ્લેશન રેટ 0.68% પર આવી ગયો
સૌથી સારી વાત એ છે કે સપ્ટેમ્બરમાં ખાવા-પીવાના સામાનમાં પણ મોંઘવારી ઘટી છે. ઓગસ્ટમાં 3.11% રહેલો ફુડ ઈન્ફલેશન રેટ ગત મહિને 0.68% પર આવી ગયો છે. આ રીતે રીટેલ મોંઘવારી સતત ત્રીજા મહિને રિઝર્વ બેંકના કન્ફર્ટ ઝોન એટલે કે 2%થી 6% (4%થી 2% ઉપર કે નીચે) આવી ગયો છે.

શાકભાજીઓના ભાવમાં 22% સુધીનો નોંધાયો ઘટાડો
શાકભાજીના ભાવમાં 22% સુધીનો ઘટાડો નોંધાયો છે જ્યારે ફુડ એન્ડ બેવેરજીસ સેગમેન્ટમાં ઈન્ફલેશન 1.01% વધી છે. ફ્યુલ અને લાઈટ કેટેગરીમાં મોંઘવારી 13.63%ના ઉપર લેવલ નોંધાઈ છે. RBIએ હાલમાં જ મોનેટરી પોલિસી મીટિંગમાં ચાલુ નાણાકીય વર્ષ માટે મોંઘવારીનું અનુમાન 5.7%થી ઘટીને 5.3% કર્યું હતું.

8 ઓક્ટોબરે મોનિટરી પોલિસી રિવ્યૂમાં પણ RBIનું ફોકસ ગ્રોથ પર હતું
8 ઓક્ટોબરે મોનિટરી પોલિસી રિવ્યૂમાં RBIનું ફોકસ ગ્રોથ પર હતું. તેથી તેમના દ્વારા પોલિસી રેટમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યા ન હતા. તેઓએ રેપો રેટ (જે રેટ પર બેંક તેમની પાસેથી લોન લે છે)ને પહેલાની જેમ 4% અને રિવર્સ રેપો રેટને 3.35% યથાવત રાખ્યા છે.

વિશ્વભરમાં સ્ટગફ્લેશનવાળી સ્થિતિ બનવાની ચિંતા વધી રહી છે
HDFC બેંકના સીનિયર ઈકોનોમિસ્ટ સાક્ષી ગુપ્તા કહે છે કે, 'મોંઘવારીના મોરચા પર સ્થિતિ સારી જોવા મળી રહી છે પરંતુ વિશ્વભરમાં સ્ટેગફ્લેશનવાળી સ્થિતિના કારણે ચિંતા વધી રહી છે.' સ્ટેગફ્લેશનવાળી સ્થિતિમાં આર્થિક વૃદ્ધિ દર ઓછો પરંતુ મોંઘવારી દર વધુ હોય છે.

ડિસેમ્બરથી બેઝ ઈફેક્ટ ખતમ થશે તે બાદ મોંઘવારીમાં જોરદાર ઉછાળો આવશે તેનું જોખમ
ગુપ્તાના જણાવ્યા મુજબ, 'એનર્જી શોર્ટેજ અને ક્રુડના ભાવમાં ઉછાળાને પગલે તેની અસર અન્ય કોમોડિટીના ઉત્પાદન અને ભાવ પર પહેલાથી જ જોવા મળે છે. ડિસેમ્બરમાં જ્યારે બેઝ ઈફેક્ટની અસર ખતમ થવા લાગશે તો મોંઘવારીમાં જોરદાર ઉછાળો આવવાનું જોખમ ઊભું થશે.'

ઓગસ્ટના ઈન્ડસ્ટ્રિયલ પ્રોડક્શનમાં સુધારો, IIP જુલાઈમાં 11.5% હતો જે વધીને 11.9% થઈ ગયો
આ વચ્ચે ઓગસ્ટના ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનમાં સુધારો આવ્યો છે. IIP ઓગ્સટમાં વધીને 11.9% થઈ ગયો છે જે જુલાઈમાં 11.5% હતો. ગત વર્ષે ઓગસ્ટમાં IIP નેગેટિવ 7.1% રહ્યો હતો. ઓગસ્ટમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું પ્રોડક્શન 9.7% હતું, જ્યારે માઈનિંગમાં 23.6% વીજળી ઉત્પાદનમાં 16%નો ઉછાળો આવ્યો.

અન્ય સમાચારો પણ છે...