તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોનિટરી પોલિસી:રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રેપો રેટ 4% ઉપર યથાવત્ રાખ્યો, વ્યાજદરમાં કોઈ ફેરફાર નહિ

મુંબઈએક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રેસ કોન્ફરન્સ સંબોધતા RBIના ગવર્નર શક્તિકાંત દાસ - Divya Bhaskar
પ્રેસ કોન્ફરન્સ સંબોધતા RBIના ગવર્નર શક્તિકાંત દાસ
 • MPCએ સર્વસંમતિથી વ્યાજદરમાં ફેરફાર ન કરવા નિર્ણય કર્યો
 • હવે પછીમોનિટરી પોલિસી કમિટીની બેઠક 29 સપ્ટેમ્બરે મળશે

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ની આ જે મોનિટરી પોલિસી જાહેર કરી હતી. આ અંગે બોલતા RBIના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, મોનિટરી પોલિસી કમિટી (MPC)એ રેપો રેટને 4% ઉપર યાતઃવત રાખવા માટે નિર્ણય કર્યો છે. દાસે કહ્યું કે, MPCએ સર્વસંમતિથી વ્યાજદરમાં ફેરફાર ન કરવા નિર્ણય કર્યો હતો. આ સિવાય રિવર્સ રેપો રેટ 3.35%, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસેલિટી રેટ 4.25% અને બેંક રેટ 4.25% ઉપર યથાવત રાખવામાં આવ્યા છે.

અર્થવ્યવસ્થામાં રિકવરીના સંકેતો
શક્તિકાંત દાસે જણાવ્યું કે, મે અને જુન દરમિયાન અર્થતંત્રમાં રિકવરીના સંકેતો મળી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, કમિટીના બધા જ સભ્યો નીતિગત દરોમાં ફેરફાર કરવાના પક્ષમાં ન હતા. સારા વરસાદના પગલે કૃષિ સેક્ટરમાં ગ્રોથની અપેક્ષા છે. નબળી ડોમેસ્ટિક માગના કારણે આયાતમાં ઘટાડો થયો છે.

અન્ય ખાસ વાતો

 • નાણાકીય વર્ષ 2021ના સેકંડ હાફમાં મોંઘવારી ઘટવાની સંભાવના
 • કોવિડ-19ના વધતા કેસના કારણે વૈશ્વિક આર્થિક પ્રવૃત્તિઓ હજુ પણ નબળી છે.
 • આર્થિક પ્રવૃતિઓમાં સુધારો શરુ થયો હતો, પરંતુ સંક્રમણને કારણે લોકડાઉન લાગતા તેમાં બ્રેક લાગી ગઈ છે
 • સપ્લાય ચેઇન વિક્ષેપિત છે. બધા સેગમેન્ટમાં ફુગાવો સ્પષ્ટ દેખાય છે.
 • એપ્રિલ 2020થી ચાલુ નાણાકીય વર્ષના પહેલા ભાગમાં આર્થિક વિકાસ ઘટશે.
 • ખાદ્ય ફુગાવો વધવાની સંભાવના છે.
 • નાબાર્ડ અને નેશનલ હાઉસિંગ બેંકને 10 હજાર કરોડ રૂપિયાની વિશેષ વધારાની લિક્વિડિટી સુવિધા.
 • તાજેતરના ઘટાડાથી અર્થતંત્રને ટેકો મળ્યો છે.
 • શરતોમાં રાહતને લીધે, ઘટાડો વધુ ફાયદાકારક હતો.
 • પર્યાપ્ત લિક્વિડિટીથી મ્યુચ્યુઅલ ફંડ્સને પણ ફાયદો થયો.
 • 1 માર્ચથી તણાવમાં રહેલા MSMEને પુનર્ગઠન યોજનાનો લાભ મળશે.
 • કેટલીક લોનના પુનર્ગઠન માટે ખાસ વિંડોઝ આપવામાં આવશે.
 • જૂન 2019ના નિયમો હેઠળ લોનની પુનર્ગઠન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.
 • ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન (GDP)નો અંદાજ નકારાત્મક રહેશે.
 • માર્ચ 2021માં પૂરા થતાં આ નાણાકીય વર્ષમાં પણ GDP નકારાત્મક થવાની સંભાવના છે.
અન્ય સમાચારો પણ છે...