• Gujarati News
  • Business
  • Renewable Energy Production Capacity Is Expected To Increase By 50 Per Cent To 16 Gigawatts Next Year

ભાસ્કર વિશેષ:રિન્યુએબલ એનર્જીની ઉત્પાદન ક્ષમતા 50 ટકા વધવાનો આશાવાદ, આગામી વર્ષે 16 ગીગાવોટ થશે

નવી દિલ્હી9 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશમાં 55 ગીગાવોટ ક્લિન એનર્જીના પ્રોજેક્ટ્સ પાઈપલાઈનમાં હોવાથી આગામી નાણાકીય વર્ષમાં રિન્યુએબલ એનર્જીની ઉત્પાદન ક્ષમતા 16 ગીગાવોટ થવાની શક્યતાં છે. રિન્યુએબલ એનર્જીની ક્ષમતા માટેનો આઉટલુક મજબૂત જોવા મળ્યો છે. પાઈપલાઈનમાં સામેલ 55 ગીગાવોટના પ્રોજેક્ટ્સ દ્વારા ઉંચા કોમ્પિટિટિવ ટેરિફ ઓફર કરવામાં આવ્યાં હતાં.

રિન્યુએબલ એનર્જીની ઉત્પાદન ક્ષમતા 2020-21માં 7.4 ગીગાવોટથી વધી 2021-22માં 12.5 ગીગાવોટ થઈ હતી. જે આગામી વર્ષે 16 ગીગાવોટ થશે. કોપ26 સમિટમાં ક્લાયમેન્ટ ચેન્જ ગોલ્સની જાહેરાતો મુજબ, 2030માં નોન ફોસિલ ફ્યૂલની ઉત્પાદન ક્ષમતા 500 ગીગાવોટ થઈ અને રિન્યુએબલ એનર્જીની ઉત્પાદન ક્ષમતા 50 ટકા વધવાનો આશાવાદ ઈકરાએ વ્યક્ત કર્યો છે.

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ આઠ માસમાં મજબૂત રિકવરી સાથે રિન્યુએબલ એનર્જીની ઉત્પાદન ક્ષમતામાં 8.2 ગીગાવોટનો વધારો થયો છે. ગતવર્ષે સમાનગાળામાં 3.4 ગીગાવોટની વૃદ્ધિ થઈ હતી. ઈકરાએ 2020-21માં 7.4 ગીગાવોટ સામે આ વર્ષે 2021-22માં 12.5 ગીગાવોટ અને 2022-23માં 16 ગીગાવોટ ઉત્પાદન ક્ષમતા હાસિંલ થવાનો અંદાજ આપ્યો છે. છેલ્લા છ માસમાં સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ પાવર સેલ એગ્રિમેન્ટ્સ અને પાવર પર્ચેસ એગ્રિમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે.

સપ્લાયની અડચણો ટૂંકા ગાળા માટે પડકારરૂપ
રિન્યુએબલ એનર્જી સેક્ટર માટે ડાઉનસાઇડ જોખમો જેમાં હેડવિન્ડ્સ અને મોડ્યુલ્સ અને વિન્ડ ટર્બાઇન જનરેટરના સપ્લાય ચેઈનમાં જારી અડચણો ટૂંકાગાળા માટે પડકારરૂપ બની છે. આયાતી સોલાર પીવી મોડ્યુલ ( મોનો પીઈઆરસી)ની સરેરાશ કિંમત છેલ્લા 12 મહિનામાં 35 ટકાથી વધુ વધી છે. સૌર ઉર્જા સાધનો માટેના GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) દરમાં હાલમાં વધારો કરવામાં આવ્યો છે. ડિસેમ્બર 2021માં યુનિટ દીઠ રૂ. 2.17ના બિડ ટેરિફના પગલે સોલર બિડ ટેરિફ અત્યંત સ્પર્ધાત્મક બનશે. આ પ્રોજેક્ટ્સને વેગ આપવા ડેવલપર્સે તેમના બજેટ ખર્ચ અને ડેટ ફંડિંગના ખર્ચ 8.5 ટકાથી નીચો રાખવાની જરૂર પડશે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ આઠ માસમાં મજબૂત રિકવરી સાથે રિન્યુએબલ એનર્જીની ઉત્પાદન ક્ષમતામાં 8.2 ગીગાવોટનો વધારો થયો છે. ગતવર્ષે સમાનગાળામાં 3.4 ગીગાવોટની વૃદ્ધિ થઈ હતી.

500 ગીગાવોટની ક્ષમતા માટે 300 અબજ ડોલરનું રોકાણ જરૂરી
નોન ફોસિલ ફ્યૂલ્સની ક્ષમતા 2030માં 500 ગીગાવોટનો લક્ષ્યાંક હાંસિલ કરવા માટે 300 અબજ ડોલરના રોકાણની જરૂર પડશે. રિન્યુએબલ પાવરને ઇલેક્ટ્રિસિટી ગ્રીડ સાથે સંકલિત કરવા માટે ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો તેમજ સ્ટોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કરવા વધુ રોકાણની જરૂર પડશે. આગામી સાડા આઠ વર્ષમાં 150-200 અબજ ડોલરના રોકાણ થવાનો આશાવાદ છે. > વિક્રમ વી, વાઈસ પ્રેસિડન્ટ-સેક્ટર હેડ, ઈકરા

અન્ય સમાચારો પણ છે...