તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Removing Combustion Engine In Electric Car Will Increase Space, 7 To 8 Passengers Can Be Accommodated In 4 Meter Car

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ઈન્ટરવ્યૂ:ઈલેક્ટ્રિક કારમાં કમ્બશન એન્જિન દૂર કરવાથી જગ્યા વધશે, 4 મીટરની ગાડીમાં 7થી 8 પેસેન્જર બેસી શકશ

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર ડિઝાઈન પર તાતા મોટર્સના ગ્લોબલ ડિઝાઈન હેડ પ્રતાપ બોઝ સાથે વાતચીત

કારની ડિઝાઇનમાં સતત બદલાવ થઈ રહ્યો છે. ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહનોએ કારની ડિઝાઇનને નવુ રૂપ આપ્યુ છે. વિશ્વની સાઠથી સિત્તેર ટકા કાર આગામી દાયકામાં ઇલેક્ટ્રિક હશે. આ ટ્રેનોમાં આજની ગાડી જેટલું એન્જિન નહીં હોય. આનાથી કારમાં જગ્યા વધશે અને ચાર મીટરની કારમાં 7થી8 લોકો બેસી શકશે. દેશની ત્રીજી સૌથી મોટી કાર કંપની ટાટા મોટર્સના ડિઝાઇન હેડ પ્રતાપ બોઝે દૈનિક ભાસ્કરના બિઝનેસ સંવાદદાતા અજય તિવારી સાથેની એક ખાસ મુલાકાતમાં આ માહિતી આપી છે. વાતચીતના પ્રમુખ અંશ…

કાર ડિઝાઇનના દ્રષ્ટિકોણથી આગામી વર્ષોમાં કોઈ એવી વસ્તુ કે જે સંપૂર્ણપણે બદલાઈ જશે?
આગામી દાયકામાં બે નોંધપાત્ર ફેરફાર થશે. એક તો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની દખગીરી વધશે. ગાડીઓ પહેલા કરતા વધુ સુરક્ષિત અને ઓટોનોમસ બનશે. તદુપરાંત 2030 સુધીમાં સાઠથી સિત્તેર ટકા વાહનો ઇલેક્ટ્રિક થઈ જશે. આજની કારમાં, એક તૃત્યાંશ જગ્યા એન્જિનની હોય છે. ઇલેક્ટ્રિક વાહનોમાં ઈન્ટરનલ કમ્બશન એન્જિન દૂર કરાશે.

ઈન્ટરનલ કમ્બશન એન્જિન દૂર કરવાથી ડિઝાઈન અંગે કયાં પડકારો નડી રહ્યા છે?
આ એક પડકાર નથી, પરંતુ એક તક છે. જો વધુ જગ્યા ખાલી કરવામાં આવે તો તેનો ઉપયોગ મુસાફરોની ક્ષમતા વધારવા માટે થઈ શકે છે. આજે, મોટાભાગની ચાર મીટર કારમાં બે હરોળમાં પાંચ સીટ્સ છે. જો એન્જિન દૂર કરવામાં આવે તો પછી તેમાં સાતથી આઠ લોકો ચાર મીટરની કારમાં સરળતાથી બેસી શકશે. કારનું લેઆઉટ બદલાઇ શકે છે. આમને-સામને સીટ્સ થઈ શકે છે.

કાર માટે તેની ડિઝાઇન કેટલી મહત્વની છે?
ડિઝાઇન જ કોઈ પ્રોડક્ટને બીજા કરતાં અલગ તારવે છે. આજકાલ લોકો ઓનલાઇન વાહનોના ચિત્રો અને વીડિયો જુએ છે. ડિઝાઇન અને લુક આકર્ષક દેખાયા બાદ જ લોકો ડીલરશીપ પર આવશે. જો 20 સેકન્ડમાં ગ્રાહકને આકર્ષવામાં અસમર્થ રહ્યા, તો ગ્રાહક ત્યાંથી ચાલ્યા જશે. તેથી ડિઝાઇન ખૂબ જ મહત્વપૂર્ણ છે. લોકો કારની ડિઝાઇનથી પ્રભાવિત થઈને ખરીદી કરે છે.

કારને ડિઝાઇન કરવામાં કેટલો સમય લાગે છે?
કાર બનાવવાની પ્રક્રિયામાં લગભગ 4 વર્ષનો સમય લાગે છે. ડિઝાઇનનો સમય 18 થી 20 મહિનાનો છે. અમારે આખી કારને 18 મહિનામાં ડિઝાઇન કરવાની હોય છે અને તેનો ડેટા રજૂ કરવો પડે છે. પાર્ટ્સ સપ્લાયર, મેન્યુફેક્ચરીંગ યુનિટ ઉપરાંત કંપનીના અન્ય ડિપાર્ટમેન્ટને ડેટા પૂરા પાડવામાં આવે છે. પછી પરીક્ષણ થાય છે. આથી જરૂરી છે કે, અમારું ડિઝાઇનિંગ 16 થી 18 મહિનામાં સમાપ્ત થઈ જાય.

કારની ડિઝાઈન કરવામાં કેટલા લોકોની ભૂમિકા હોય છે?
ઈન્ડિયન મેન્યુફેક્ચરરમાં ટાટાની ડિઝાઇન ટીમ સૌથી મોટી છે. યુકે, ઇટાલી અને ભારતમાં ડિઝાઇન સ્ટુડિયો છે. તે 13 દેશોના 150 લોકોને રોજગારી આપે છે. અમારૂ કાર્ય કોન્સેપ્ટથી શરૂ થાય છે. ઈન્ટિરિયર ડિઝાઇનિંગ, એક્સટિરિયર ડિઝાઇનિંગ, કલર, મટિરિયલ, ફિનિશિંગ જેવી ચીજો ડિઝાઇન કરવામાં આવી છે.

કારની ડિઝાઈન કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો
પહેલાં તો ધ્યાનમાં લો કે, કારનો સંભવિત ગ્રાહક કોણ છે પહેલા માનવામાં આવતુ હતુ કે, ટાટાની કાર વજનમાં ભારે હોય છે.જે પુરુષો માટે છે. મહિલાઓને આકર્ષવા માટે ટાટા મોટર્સે ટિયાગો ડિઝાઈન કરી. તે આકર્ષક અને રંગીન બનાવવામાં આવી હતી. આજે આપણે તેની સફળતા જોઇ રહ્યા છીએ. આ સિવાય સલામતી આપણી મુખ્ય પ્રાથમિકતા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો