• Gujarati News
  • Business
  • Reliance To Invest Rs 5.95 Lakh Crore In Gujarat For Green Energy And Other Projects

બિગ ઇન્વેસ્ટમેન્ટ:રિલાયન્સ ગુજરાતમાં ગ્રીન એનર્જી તથા અન્ય પ્રોજેક્ટ્સ માટે રૂ. 5.95 લાખ કરોડ રોકશે, રાજ્યમાં 10 લાખ લોકોને રોજગારી મળશે

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રોકાણ કરાર કરતાં રિલાયન્સના ડાયરેક્ટર, કોર્પોરેટ અફેર્સ પરિમલ નથવાણી, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા અને મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન. - Divya Bhaskar
ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રોકાણ કરાર કરતાં રિલાયન્સના ડાયરેક્ટર, કોર્પોરેટ અફેર્સ પરિમલ નથવાણી, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા અને મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન.
  • રિન્યુએબલ એનર્જી, 5G નેટવર્ક અને રિટેલ બિઝનેસ માટે થશે રોકાણ
  • રોકાણ માટે રિલાયન્સ અને ગુજરાત સરકાર વચ્ચે કરાર કરવામાં આવ્યા

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2022 માટે રોકાણ પ્રોત્સાહન પ્રવૃત્તિના ભાગરૂપે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે આજે કુલ રૂ. 5.95 લાખ કરોડના રોકાણ માટે ગુજરાત સરકાર સાથે મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ પ્રોજેક્ટ્સ થકી ગુજરાતમાં 10 લાખ જેટલી સીધી તેમજ આડકતરી રોજગારીની તકોનું સર્જન થવાની અપેક્ષા છે.

એનર્જી સેક્ટરમાં 10થી 15 વર્ષમાં રૂ. 5 લાખ કરોડ રોકશે
કંપનીએ જણાવ્યું હતું કે, ગુજરાતને નેટ ઝીરો અને કાર્બન ફ્રી બનાવવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે (રિલાયન્સ) 100 ગીગા વોટ રિન્યુએબલ એનર્જી પાવર પ્લાન્ટ અને ગ્રીન હાઇડ્રોજન ઇકો-સિસ્ટમના વિકાસ માટે આગામી 10થી 15 વર્ષના ગાળામાં રૂ. 5 લાખ કરોડના રોકાણનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. રિન્યુએબલ એનર્જી તથા ગ્રીન હાઇડ્રોજનના કેપ્ટિવ ઉપયોગ તરફ દોરી જતી નવી ટેકનોલોજી અને ઇન્નોવેશન અપનાવવા માટે નાના અને મધ્યમ કદના ઉદ્યોગો (SMEs)ને સહાયરૂપ બનવા તથા ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા રિલાયન્સ ઇકો-સિસ્ટમ વિકસાવશે.

રિલાયન્સ ક્યાં કરશે રોકાણ?

  • રૂ. 5 લાખ કરોડ - 100 ગીગા વોટ રિન્યુએબલ એનર્જી પાવર પ્લાન્ટ અને ગ્રીન હાઇડ્રોજન ઇકો-સિસ્ટમ
  • રૂ. 60,000 કરોડ - ન્યૂ એનર્જી મેન્યુફેક્ચરિંગ - ઇન્ટીગ્રેટેડ રિન્યુએબલ મેન્યુફેક્ચરિંગ: સોલાર પોલિસિલિકોન, વેફર, સેલ અને મોડ્યુલ, ઇલેક્ટ્રોલાઇઝર, એનર્જી સ્ટોરેજ બેટરી, ફ્યુઅલ સેલ્સ, વગેરે સહિતની ફેસિલિટી સ્થાપવા
  • રૂ. 7,500 કરોડ - જિયો નેટવર્કને 5Gમાં અપગ્રેડ કરવા
  • રૂ. 3,000 કરોડ - રિલાયન્સ રિટેલમાં
  • રૂ. 25,000 કરોડ - વર્તમાન તેમજ નવા પ્રોજેક્ટ્સમાં

કંપનીએ કચ્છમાં 4.5 લાખ એકર જમીન માંગણી કરી
રિલાયન્સ ડી-કાર્બોનાઇઝેશન અને ગ્રીન ઇકો-સિસ્ટમના વિકાસ માટેના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના વિઝનને અનુસરે છે. ગુજરાત સરકાર સાથેના પરામર્શમાં રિલાયન્સે 100 ગીગા વોટ રિન્યુએબલ એનર્જી પાવર પ્રોજેક્ટ સ્થાપવા માટે કચ્છ, બનાસકાંઠા અને ધોલેરામાં જમીન શોધવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. કંપનીએ કચ્છમાં 4.5 લાખ એકર જમીનની માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...