તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Shares Of RIL Fell 6% In 1 Hour, Mcap Fell Rs 70,000 Crore; 1 Lakh Crore In One Week

રિલાયન્સનો શેર તૂટ્યો:RILનો શેર 1 કલાકમાં 6% તૂટ્યો, માર્કેટ કેપ 70 હજાર કરોડ રૂપિયા ઘટી; એક સપ્તાહમાં 1 લાખ કરોડનો ઘટાડો

મુંબઈએક વર્ષ પહેલા
ગત સપ્તાહમાં જ દેશના જાણીતા વકીલ હરીશ સાલ્વેના લગ્નમાં મુકેશ અંબાણીએ વેબિનાર દ્વારા હાજરી નોંધાવી હતી. (ફાઈલ ફોટો). - Divya Bhaskar
ગત સપ્તાહમાં જ દેશના જાણીતા વકીલ હરીશ સાલ્વેના લગ્નમાં મુકેશ અંબાણીએ વેબિનાર દ્વારા હાજરી નોંધાવી હતી. (ફાઈલ ફોટો).
  • આ વર્ષના જુલાઈમાં એક દિવસમાં આ શેર 6.2 ટકા તૂટ્યો તો એ સમયે એ 1978 રૂપિયાથી ઘટીને 1798 રૂપિયા પર આવી ગયો હતો

દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL)ના શેરમાં આજે 6 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. આ કારણે એક કલાકમાં જ માર્કેટ કેપિટલાઈઝેશન 70 હજાર કરોડ રૂપિયા ઘટી ગઈ. આ પહેલાં આ વર્ષે જુલાઈમાં જ એક દિવસમાં શેર 6.2 ટકા તૂટ્યો હતો. એ સમયે એ 1978થી ઘટીને 1798 રૂપિયા પર આવી ગયો હતો.

કડાકાના સૌથી મોટા 3 કારણ

  • મુકેશ અંબાણીની નાદુરસ્ત તબિયત
  • એમઝોન ડીલમાં જોખમની અફવા
  • Q2 નફામાં ઘટાડો

1940 રૂપિયા પર જતો રહ્યો શેર

સોમવારે સવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર 6 ટકા ઘટીને 1940 રૂપિયા સુધી પહોંચ્યો હતો. એ છેલ્લા 4 મહિનાનું સૌથી નીચેનું સ્તર છે. આ કારણે આજે એક કલાકમાં એમકેપ 70 હજાર કરોડ રૂપિયા ઘટી ગઈ. જ્યારે 23 ઓક્ટોબરથી લઈને આજસુધીમાં કંપનીની માર્કેટ કેપ એક લાખ કરોડ રૂપિયા ઘટી ગઈ છે.

હિસ્સો વેચવાને કારણે શેર નવી ઊંચાઈએ પહોંચ્યો હતો
ટેલિકોમમાં અને રિટેલ સેગમેન્ટમાં હિસ્સો વેચવાને કારણે આરઆઈએલના શેરમાં તેજી આવી હતી. જ્યારે આ પહેલાં આ શેર ઘણાં વર્ષો સુધી અન્ડર પર્ફોર્મ હતો. કોરોનાના કારણે કંપનીનું પ્રથમ ત્રિમાસિકનું પ્રદર્શન ભલે સારું ન રહ્યું હોય, પરંતુ બીજા ત્રિમાસિકમાં તેણે સારું પ્રદર્શન કર્યું. બીજા ત્રિમાસિકમાં તેનો ચોખ્ખો નફો 15 ટકા ઘટીને 9500 કરોડ રૂપિયા રહ્યો છે. જોકે તેની રેવન્યુ પણ 1.48 લાખ કરોડ રૂપિયા ઘટીને 1.28 લાખ કરોડ રૂપિયા રહી છે. ટેલિકોમ સેગમેન્ટ કંપની માટે એક વરદાન સાબિત થઈ રહ્યું છે.

ઓઇલ ઇન્ડેક્સના ઘટાડામાં RILનો હિસ્સો 211 પોઇન્ટ
ઓઇલ ઇન્ડેક્સ આજે 305.71 પોઇન્ટ ઘટી 11820.41 પોઇન્ટ રહ્યો હતો. તેમાં રિલાયન્સનો હિસ્સો 210.66 પોઇન્ટનો રહ્યો હતો. તેજ રીતે એનર્જી ઇન્ડેક્સ 424.29 પોઇન્ટ ઘટ્યો હતો. તેમાં પણ રિલાયન્સનો હિસ્સો 416.77 પોઇન્ટનો રહ્યો હતો. એકબાજુ પેટ્રોલ-ડિઝલની માંગ વધવાના અહેવાલ છે ત્યારે રિલાયન્સનો કડાકો આશ્ચર્યજનક છે.

રિલાયન્સની 2020 દરમિયાન મહત્ત્વની ચાલ, 10 મહિનામાં 800ની વધઘટ.
રિલાયન્સની 2020 દરમિયાન મહત્ત્વની ચાલ, 10 મહિનામાં 800ની વધઘટ.
અન્ય સમાચારો પણ છે...