તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તુલના:રિલાયન્સની આવક ઘટી છતાં અમેઝોન, ફેસબુક, એપલ અને ગુગલ જેવી વૈશ્વિક દિગ્ગજ કંપનીઓ સાથે રેસમાં યથાવત

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આવકની તુલનામાં ફેસબુક કરતાં રિલાયન્સની રેવન્યુ 5.32 અબજ ઓછી
  • હવે કંપનીનું ફોકસ તેના રિટેલ બિઝનેસને આગળ વધારવાનું રહેશે

ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં એટલે કે એપ્રિલ-જૂન દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની આવકમાં 42%નો નોંધપાત્ર ઘટાડો થયો છે. રિલાયન્સની આવક ગત વર્ષના રૂ. 1.74 લાખ કરોડથી ઘટીને આ વર્ષે રૂ. 1 લાખ કરોડ (અંદાજે 13.37 અબજ ડોલર) થઇ હતી. જોકે, કંપની વિશ્વની દિગ્ગજ ગણાતી અમેઝોન, ફેસબુક, એપલ અને ગુગલ સાથેની રેસમાં આજે પણ શામેલ છે. તેનું મુખ્ય કારણ છે જિયોનો અત્યાર સુધીનો ગ્રોથ અને આવતા સમયની યોજનાઓ.

આવતા સમયમાં જિયો થકી રિલાયન્સની રેવન્યુ વધશે
જાણકારો માને છે કે, રિલાયન્સના ટેકનોલોજી આર્મ જિયો પ્લેટફોર્મ્સે ટૂંકા ગાળામાં ઘણી પ્રગતિ કરી છે અને આવતા દિવસોમાં ખાસ કરીને 5Gને લઈને જે યોજનાઓ છે તેના કારણે તેની રેવન્યુ વધશે અને તેનો ફાયદો રિલાયન્સને પણ થશે. જૂન ત્રિમાસિક ગાળામાં જિયોનો ચોખ્ખો નફો 182.8% વધીને રૂ. 2,520 કરોડ થયો હતો, જે ગત વર્ષે સમાન ગાળામાં રૂ. 891 કરોડ હતો. જયારે તેની આવક 33.7% વધીને રૂ. 16,557 કરોડ થઇ હતી.

ફેસબુક કરતાં રિલાયન્સની રેવન્યુ 5.32 અબજ ઓછી
જૂન ક્વાર્ટરમાં રિલાયન્સની રેવન્યુ 13.37 અબજ ડોલર રહી હતી. કોવિડની અસર રહેતા રિટેલ અને એનર્જી બિઝનેસમાં ઘટાડો થવાથી કંપનીની આવકમાં 42% ઘટાડો હતો. બીજી તરફ ટેકનોલોજી કંપની ફેસબુકની રેવન્યુ આ ત્રિમાસિક સમયગાળામાં 11% વધીને 18.69 અબજ ડોલર રહી હતી. આવકની તુલનામાં ફેસબુક કરતાં રિલાયન્સની રેવન્યુ 5.32 અબજ ઓછી છે. ફેસબુકે જિયો પ્લેટફોર્મ્સમાં રૂ. 43,000 કરોડથી વધુનું રોકાણ કર્યું છે.

રિલાયન્સનું હવેનું ફોકસ રિટેલ બિઝનેસ રહેશે
બજારના નિષ્ણાતો જણાવે છે કે, જિયોમાં રોકાણનો ટાર્ગેટ પૂરો થઇ ચુક્યો છે અને હવે કંપનીનું ફોકસ તેના રિટેલ બિઝનેસને આગળ વધારવાનું રહેશે. કંપનીએ જિયોમાર્ટ દ્વારા રિટેલ બિઝનેસના ઈ-કોમર્સ સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે. ભવિષ્યમાં તેની સ્પર્ધા અમેઝોન જેવા મોટા ઈ-કોમર્સ પ્લેયર્સ સાથે થશે. આ અંગે તુલના કરીએ તો અમેઝોનની આવક એપ્રિલ-જૂન દરમિયાન 40% વધીને 88.9 અબજ ડોલર થઇ છે. જોકે, રિલાયન્સ માટે આ તબક્કે ત્યાં સુધી પહોચવું થોડું અઘરું છે પણ અશક્ય નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. સન્માનજનક સ્થિતિ બનશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર વિજય પણ પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી વધારે ઉત્સાહ રહેશે. ...

વધુ વાંચો