તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Reliance Power To Issue Rs 1,325 Crore Shares, Warrants To Reliance Infra, RPower's Debt To Be Reduced

બોર્ડ ઓફ ડિરેક્ટરની બેઠકમાં નિર્ણય:રિલાયન્સ પાવર રૂપિયા 1,325 કરોડના શેર,વોરન્ટ રિલાયન્સ ઈન્ફ્રાને ઈશ્યુ કરશે; RPowerના દેવામાં ઘટાડો થશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાણાકીય વર્ષ 2021-22માં રૂપિયા 3,200 કરોડનું દેવું ઘટાડવાની યોજના

રિલાયન્સ પાવર લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટરની રવિવારે યોજાયેલી બેઠકમાં રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને રૂપિયા 1,325 કરોડમાં 59.5 કરોડ ઈક્વિટી શેરોના પ્રેફરન્સિયલ ઈશ્યુ તથા 73 કરોડ વોરન્ટ સમાન સંખ્યામાં ઈક્વિટી શેરોમાં રૂપાંતર કરી ઈશ્યુ કરવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. આ સાથે કંપનીના દેવામાં રૂપિયા 1,325 કરોડનો ઘટાડો થશે, કંપની નાણાકીય વર્ષ 2021-22માં તેના સંકલિત દેવામાં રૂપિયા 3,200 કરોડનો ઘટાડો કરવાની યોજના ધરાવે છે, તેમ કંપનીએ એક યાદીમાં જણાવ્યું હતું.

નવા શેર ઈશ્યુ થવાને લીધે રિલાયન્સ પાવરમાં રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચર અને અન્ય પ્રમોટરના શેરહોલ્ડિંગની હિસ્સેદારી 25 ટકા થઈ જશે જ્યારે વોરન્ટનું ઈક્વિટી શેરોમાં રૂપાંતરણ બાદ તેમની હિસ્સેદારી 38 ટકા સુધી પહોંચી જશે, તેમ કંપનીએ વધુમાં જણાવ્યું હતું.

કંપનીની આ દરખાસ્તને લીધે રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના 8 લાખ શેરધારકોને લાભ થશે. અલબત બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં મળેલી આ મંજૂરી નિયમનકારી સંસ્થાની મંજૂરીને આધિન છે.

રિલાયન્સ પાવર વિશે
રિલાયન્સ પાવર એ ભારતની ખાનગી ક્ષેત્રની વીજ ઉત્પાદન અને કોલસા સંશાધન સાથે સંકળાયેલા રિલાયન્સ ગ્રુપની પેટા-કંપની છે. કંપની 5,945 મેગાવોટના ઓપરેટિંગ પોર્ટફોલિયો સાથે કોલસા, ગેસ તથા પુનઃપ્રાપ્ય ઉર્જા આધારિત ખાનગી ક્ષેત્રની પાવર પ્રોજેક્ટનો સૌથી વિશાળ પોર્ટફોલિયો ધરાવતી એક અગ્રણી કંપની છે.