ટેલિકોમ:રિલાયન્સ જિયો પ્લેટફોર્મ્સને નેસ્ડેકમાં લિસ્ટ કરાવી શકે છે 

મુંબઈ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 12થી 24 મહિનાની અંદર જિયોનો IPO લાવી શકે છે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તેની ડિજિટલ અને ટેલિકોમ્યુનિકેશન સહાયક કંપની જિયો પ્લેટફોર્મ્સનું વિદેશી બજારમાં લિસ્ટિંગ કરાવવાના પ્રયાસમાં છે. સૂત્રો મુજબ મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળની રિલાયન્સ અમેરિકી શેરબજાર નેસ્ડેકમાં જિયોનું લિસ્ટિંગ કરાવવા ઈચ્છે છે.  ગત એક મહિનામાં પાંચ ગ્લોબલ પ્લેયર્સે જિયો પ્લેટફોર્મ્સમાં 17.12 ટકાની ભાગીદારી 78,562 કરોડ રૂપિયામાં ખરીદી હતી. વર્તમાન સમયમાં કંપનીની વેલ્યૂએશન 4.91 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આ વિદેશી રોકાણ પછી રિલાયન્સ 2021 સુધીમાં જિયોનો આઈપીઓ લાવવા ઈચ્છે છે. 
5 વિદેશી રોકાણકારોની 17.52%ની ભાગીદારી
ગત 1 મહિનામાં 5 ગ્લોબલ પ્લેયર્સે જિયો પ્લેટફોર્મ્સમાં 17.12%ની ભાગીદારી ખરીદી હતી. સૌથી મોટી ભાગીદારી ફેસબુકે 22 એપ્રિલે 9.99% હિસ્સો ખરીદયો હતો. તે પછી સિલ્વર લેક, વિસ્ટા ઈક્વિટી પાર્ટનર્સ, જનરલ એટલાન્ટિક અને કેકેઆરએ 7.24%ની ભાગીદારી ખરીદી છે. દરેકનો 1.15%થી લઈને 2.23%નો હિસ્સો છે.

અન્ય સમાચારો પણ છે...