• Gujarati News
  • Business
  • Reliance Jio Filed A Complaint Against Voda Idea And Airtel Before TRAI; Accused Of Taking Advantage Of The Movement To Provoke Customers Against Geo

ખેડૂત આંદોલન:રિલાયન્સ જિયોએ વોડા-આઈડિયા અને એરટેલ સામે ટ્રાઈ સમક્ષ ફરિયાદ કરી; આંદોલનનો લાભ લઈ ગ્રાહકોને જિયો સામે ભડકાવવાનો આરોપ લગાવ્યો

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો (RJio)એ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ) સમક્ષ વોડાફોન-આઈડિયા (Vi) અને ભારતી એરટેલ સામે ફરિયાદ નોંધાવી છે.જિયોનો Vi અને એરટેલ પર આરોપ છે કે આ ટેલિકોમ કંપનીઓ ખેડૂતોના આંદોલનનો લાભ મેળવી રહી છે. આ સાથે કંપનીએ પોતાની હરિફ કંપનીઓ પર ખેડૂતોના વિરોધને અભિયાન તરીકે ઉપયોગ કરવા તથા RJioને બદનામ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. જિયોનો આરોપ છે કે વોડા-આઈડિયા તથા એરટેલ ઉત્તર ભારતના વિવિધ ભાગોમાં ગ્રાહકોને પોતાની તરફ ખેંચવા માટે જિયો પ્રત્યે નકારાત્મક અભિયાન ચલાવી રહ્યા છે. ખેડૂત આંદોલનથી સર્જાયેલા આક્રોશનો ફાયદો લઈ આ કંપનીઓ ખોટા પ્રચારનો સહારો લઈ રહી છે. આ કંપનીઓ ગ્રાહકો વચ્ચે જિયોની છબિને નુકસાન પહોંચાડવા ઈચ્છે છે.

જિયોએ તેના પત્રમાં આરોપ લગાવ્યો છે કે વોડા-આઈડિયા તથા એરટેલ ગ્રાહકોને લાલચ આપી રિલાયન્સ જિયોથી પોર્ટ આઉટ કરવાનો પ્રયત્ન કરી રહી છે. વિવિધ મોબાઈલ નંબર પોર્ટેબિલિટી (MNP) અભિયાનના માધ્યમથી ઓપરેટ, સોશિયલ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે અને જિયોના ગ્રાહકોને એરટેલ તથા વોડાફોનમને પોર્ટ કરવા કહી રહી છે. એરટેલ અને વોડા-આઈડિયા ગ્રાહકોને કેવી રીતે ગેરમાર્ગે દોરે છે કે તેના ફોટા અને વીડિયો ટ્રાયને સોંપ્યા છે.