કળા અને સંસ્કૃતિનો વારસો:રિલાયન્સ જ્વેલ્સે કચ્છની કલા અને સંસ્કૃતિથી પ્રેરિત 'રણકાર'કલેક્શન લોંચ કર્યું

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુંદર જ્વેલરીની ઉત્કૃષ્ટ શ્રેણીની અક્ષય તૃતીયા નિમિત્તે ભવ્ય ફેશન શો સાથે ખાસ પ્રસ્તુતિ

ભારતની અગ્રણી જ્વેલરી બ્રાન્ડ્સમાંની એક રિલાયન્સ જ્વેલ્સ ભારતના સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસાને રજૂ કરતી કળા અને સંસ્કૃતિ, પરંપરાઓ તથા માન્યતાઓથી પ્રેરિત તેના ઘણા કલેક્શન્સ માટે જાણીતી છે. ઓડિશાથી પ્રેરિત ઉત્કલાથી લઈને બનારસથી પ્રેરિત કસ્યમ સુધી, રિલાયન્સ જ્વેલ્સ તેની જ્વેલરી ડિઝાઇન દ્વારા ભારતના સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસાને આગળ લઈ જવાનું નિરંતર જારી રાખી રહ્યું છે.

રિલાયન્સ જ્વેલ્સે અક્ષય તૃતીયાના શુભ તહેવારની ઉજવણી માટે સુંદર આભૂષણોનું ઉત્કૃષ્ટ કલેક્શન “રણકાર”લોન્ચ કર્યું છે. કચ્છના રણ અને તેના વૈવિધ્યસભર વારસાથી પ્રેરિત “રણકાર” કલેક્શનનું આજે અમદાવાદમાં એક અદભૂત ફેશન શો સાથે અનાવરણ કરવામાં આવ્યું હતું.

આ નવીનત્તમ કલેક્શન અંગે રિલાયન્સ જવેલ્સના સીઇઓ સુનીલ નાયકે જણાવ્યું હતું કે ભારત પાસે ખૂબ જ વિશાળ અને કિંમતી વારસો ધરાવે છે, જે આપણા દેશના મૂળનો અભિન્ન ભાગ છે. અમે આ વારસાને ઉજાગર કરવામાં અને અમારી સંસ્કૃતિ અને કળા સ્વરૂપોના ઊંડા મૂળમાંથી શ્રેષ્ઠ જ્વેલરી ડિઝાઇન ગ્રાહકો સુધી લાવવામાં ગર્વ અનુભવીએ છીએ.

અક્ષય તૃતિયાના શુભ અવસર માટે અમે અમારા ડિઝાઇનની પરંપરાઓને નિરંતર જારી રાખતાં કચ્છના રણ દ્વારા પ્રેરિત અમારા ઉત્કૃષ્ટ રીતે બનાવેલા ભવ્ય કલેક્શન “રણકાર”ને ગ્રાહકો સમક્ષ રજૂ કરતાં આનંદ અનુભવીએ છીએ. આ કલેક્શનમાં ગોલ્ડ અને ડાયમંડ નેકલેસ, બુટ્ટી, વીંટી અને બંગડીઓ અનન્ય છે અને આ દરેક આભૂષણ કચ્છની વિવિધ કળા, પરંપરા અને વારસાનું પ્રતિનિધિત્વ કરે છે.”

“રણકાર” ની પ્રેરણા કચ્છમાંથી મળી

“રણકાર” ની પ્રેરણા કચ્છમાંથી મેળવવામાં આવી છે, જ્યાં મોહક સફેદ રણ અને વાઇબ્રન્ટ રંગોની અનોખી ભાત પથરાયેલી છે. ગ્રાહકો કચ્છના વાઇબ્રન્ટ અને સુંદર કળા સ્વરૂપોથી પ્રેરિત વિવિધ પ્રકારની ડિઝાઇન અને કલાત્મક રીતે ઘડવામાં આવેલા આભૂષણોમાંથી પોતાની પસંદગી કરી શકે છે, જેમ કે અજરખ- જૂની બ્લોક પ્રિન્ટિંગ ટેકનિક, રોગન - સમૃદ્ધ કુદરતી રંગોનો ઉપયોગ કરીને તૈયાર કરાતું સુંદર પેઇન્ટિંગ ફોર્મ, લિપ્પન - દિવાલો પર અરીસાઓની આસપાસ તૈયાર કરવામાં આવતી અદભૂત કારીગીરી, વાઇબ્રન્ટ કચ્છી ભરતકામ, બાંધણી અને છેલ્લે કચ્છનું સુંદર લાકડા પરનું નકશીકામ.​​​​​​​

ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઉજવણી અને તેનું સન્માન કરવા તથા ગ્રાહકો માટે અક્ષય તૃતિયા (અખાત્રીજ)ના તહેવારને ખાસ બનાવવા માટે રિલાયન્સ જ્વેલ્સે સોના અને ડાયમંડના સુંદર નેકલેસ સેટ, પેન્ડન્ટ સેટ, એરિંગ્સ, વીંટી અને બંગડીઓનું અલૌકિક કલેક્શન રજૂ કર્યું છે, જે કચ્છની કારીગરીને પ્રતિબિંબિત કરે છે.