તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનિલ અંબાણીની કંપનીને રાહત:રિલાયન્સ ઈન્ફ્રાની દિલ્હી મેટ્રોની વિરુદ્ધના કેસમાં જીત; વળતર તરીકે 4,500 કરોડ રૂપિયા મળશે

નવી દિલ્હી15 દિવસ પહેલા
  • મામલો 2008ના રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચર અને DMRCની વચ્ચે થયેલા એક કરાર સાથે જોડાયેલો છે
  • આર્બિટ્રેશન ટ્રિબ્યુનલે 2017માં DMRCની વિરુદ્ધ આદેશ આપ્યો હતો

અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને દિલ્હી મેટ્રો(DMRC) પાસેથી કુલ 4,500 કરોડ રૂપિયા મળશે. કંપનીએ દિલ્હી મેટ્રો પર કરાર તોડવાનો આરોપ લગાવીને તેની પાસેથી 2800 કરોડ રૂપિયાની ટર્મિનેશન ફીસ માગી હતી. તેની પર DMRCએ આર્બિટ્રેશન પ્રોસેસ શરૂ કરી, એ પછી મામલો કોર્ટમાં ફરતો રહ્યો. સુપ્રીમ કોર્ટ આજે કંપનીના દાવાને યોગ્ય ગણાવ્યો છે અને DMRCને વ્યાજ અને દંડ સહિત આ રકમને પરત કરવાનો આદેશ આપ્યો છે.

દિલ્હી એરપોર્ટ એક્સપ્રેસની ડીલ સાથે જોડાયેલો છે મામલો
મામલો 2008માં રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને DMRCની વચ્ચે થયેલા એક કરાર સાથે જોડાયેલો છે. બંનેની વચ્ચે દિલ્હી એરપોર્ટ એક્સપ્રેસને બિલ્ડ ઓપરેટ ટ્રાન્સફર(BOT)ના આધાર પર બનાવવાની ડીલ થઈ હતી. રિલાયન્સ ઈન્ફ્રાએ દિલ્હી મેટ્રો પર કરાર તોડવાનો આરોપ લગાવ્યો અને ટર્મિનેશન ફીસ માગી. DMRCએ આ મામલામાં આર્બિટ્રેશન શરૂ કરવા માટે એની સાથે જોડાયેલા ક્લોઝનો સહારો લીધો.

2017માં DMRCની વિરુદ્ધ આદેશ ઈસ્યુ થયો હતો
આર્બિટ્રેશન ટ્રિબ્યુનલ મામલામાં 2017માં DMRCની વિરુદ્ધ આદેશ ઈસ્યુ કરવામાં આવ્યો હતો. ટ્રિબ્યુનલે તેને 2800 કરોડ રૂપિયાના આર્બિટ્રેશન અવોર્ડની રકમ વ્યાજ અને નુકસાનીના વળતર સાથે આપવા કહ્યું. ટ્રિબ્યુનલના આદેશને 2018માં દિલ્હી હાઈકોર્ટની સિંગલ જજની બેન્ચે યોગ્ય ઠેરવ્યો અને DMRCને વળતર આપવા માટે કહ્યું હતું.

DMRCમાંથી મળેલી રકમથી ઋણ ચૂકવી શકશે કંપની
2019માં દિલ્હી હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે DMRCને રાહત આપતાં આર્બિટ્રેશન અવોર્ડને ફગાવી દીધો. દિલ્હી હાઈકોર્ટના આ ઓર્ડરને રિલાયન્સ ઈન્ફ્રાએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો. સુપ્રીમ કોર્ટના આદેશથી કંપનીને રાહત મળી છે, કારણ કે DMRC પાસેથી મળેલી રકમથી તે ઋણ ચૂકવી શકશે. સુપ્રીમ કોર્ટનો આદેશ અનિલ અંબાણી માટે ખૂબ જ મહત્ત્વનો છે, કારણ કે તેમની ટેલિકોમ કંપનીઓ દેવાળું કાઢવાની નજીક છે.

શું હોય છે આર્બિટ્રેશન?
કોઈ કરારને લઈને વિવાદ થવા પર પીડિત પક્ષ કોર્ટમાં જવાની જગ્યાએ મધ્યસ્થતાવાળી વ્યવસ્થા એટલે કે ઓલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન(ADR)નો સહારો લે છે. એમાં બંને પક્ષ આર્બિટ્રેટર સમક્ષ દલીલ કરે છે, જે એક ન્યુટ્રલ થર્ડ પાર્ટી હોય છે અને તેનો આદેશ કોર્ટ દ્વારા લાગુ કરાવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...