તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Reliance Industries Will Invest Rs 75,000 Crore In Green Energy Over The Next Three Years

ઈન્ટરનેશનલ ક્લાઈમેટ સમિટમાં બોલ્યા મુકેશ અંબાણી:રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ આગામી 3 વર્ષમાં ગ્રીન એનર્જીમાં 75,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 2035 સુધીમાં નેટ ઝીરો કાર્બન કંપની હશે
  • ગ્રીન હાઈડ્રોજન ફોસિલ એનર્જીનો સારો વિકલ્પ છે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગામી ત્રણ વર્ષમાં ગ્રીન એનર્જીમાં 75,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે એનર્જી પ્રોડક્શનમાં ભારત આત્મનિર્ભર બનશે. સાથે જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 2035 સુધી નેટ ઝીરો કાર્બન કંપની હશે. હાઈડ્રોજનની કિંમત થોડા વર્ષમાં ઓછી થવાની શક્યતા છે.

ગ્રીન એનર્જી તરફ ઝડપથી જવું પડશે
ઈન્ટરનેશનલ ક્લાઈમેટ સમિટને સંબોધિત કરતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે ભારત આત્મનિર્ભરતાના લક્ષ્યને પ્રાપ્ત કરશે. ક્લાઈમેટ ચેન્જ વિશ્વ માટે મોટો પડકાર છે. ગ્લોબલ વોર્મિંગને નિયંત્રણમાં રાખવાની જરૂરિયાત છે. તેના માટે આપણે ગ્રીન એનર્જી તરફ ઝડપથી જવું પડશે. ગ્લોબલ વોર્મિંગ એક ગ્લોબલ સમસ્યા છે. તેનો આપણે એક થઈને ઉકેલ લાવવો પડશે.

RIL ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં કામ કરી રહી છે
મુકેશ અંબાણીએ કહ્યું કે ગ્રીન હાઈડ્રોજન ફોસિલ એનર્જીનો જોરાદાર વિકલ્પ છે. આપણે ક્લીન, ગ્રીન અને ન્યુ એનર્જીના સમયમાં આવવું પડશે. તેને ધ્યાનમાં રાખીને RIL ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં કામ કરી રહી છે. કંપનીનું ગ્રીન એનર્જીમાં આગામી 3 વર્ષમાં 75000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું આયોજન છે.

RIL 2035 સુધી ઝીરો કાર્બન કંપની હશે
મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 2035 સુધીમાં ઝીરો કાર્બન કંપની હશે. કંપનની 2030 સુધી 100 GW રિન્યુએબલ ક્ષમતા સેટઅપ કરવાની યોજના છે. આગળ એનર્જી પ્રોડક્શન કરવા માટે સોલરની મહત્ત્વની ભૂમિકા હશે. પર્યાપ્ત સ્ટોરેજ, સ્માર્ટ મીટરથી સોલરને મદદ મળશે. કાર્બન હટાવવામાં ગ્રીન હાઈડ્રોજનનો મહત્ત્વનો રોલ હશે. આ બધી વાતોને ધ્યાનમાં રાખીને કંપની તેની આગળની યોજના પર કામ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...