• Gujarati News
  • Business
  • Acquires Norwegian REC Group For Rs 5,792 Crore, Reliance New Energy Solar Reports In BSE Filing

રિલાયન્સની મોટી સોલર ડીલ:5792 કરોડ રૂપિયામાં નોર્વેની REC ગ્રુપનું અધિગ્રહણ કર્યું, રિલાયન્સ ન્યૂ એનર્જી સોલરે બીએસઈ ફાઈલિંગમાં માહિતી આપી

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેશમાં ગ્રીન એનર્જી એટલે કે ઝીરો કાર્બન ફ્યૂલ બનાવવાની દિશામાં મોટુ પગલુ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે સોલર એનર્જીના ક્ષેત્રમાં એક મોટી ડીલ કરી છે. રિલાયન્સ ન્યૂ એનર્જી સોલરે રવિવારે 10 ઓક્ટોબરે કહ્યું કે તેણે 5792 કરોડ રૂપિયા (771 મિલિયન ડોલર)માં આરઈસી સોલર હોલ્ડિંગ્સ( REC સોલર હોલ્ડિંગ્સ)નું અધિગ્રહણ કર્યું છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL)ના સંપૂર્ણ હકવાળી સહાયક કંપની રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર લિમિટેડે ચાઈના નેશનલ બ્લૂસ્ટાર(ગ્રુપ) કંપની લિમિટેડ પાસેથી આરઈસી સોલર હોલ્ડિંગ્સ એએસ(આરઈસી ગ્રુપ)ના 100 ટકા હિસ્સાના અધિગ્રહણની જાહેરાત કરી છે. રિલાયન્સ ન્યૂ એનર્જી સોલરે BSE ફાઈલિંગમાં આ માહિતી આપી છે.

રિલાયન્સ માટે મહત્વની ડીલ
વૈશ્વિક સ્તરે ફોટોવોલ્ટિક(પીવી) મેન્યુફેકચરિંગ પ્લેયર બનવા માટે રિલાયન્સના ન્યૂ એનર્જી વિઝન માટે આ અધિગ્રહણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ અધિગ્રહણ રિલાયન્સ ગ્રુપને 2030 સુધી સોલર એનર્જીના 100 ગીગાવોટના ઉત્પાદનના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં ખૂબ જ મદદગાર સાબિત થશે. આ વર્ષ સુધી ભારતનું લક્ષ્ય પણ રીન્યુએબલ એનર્જીના 450 ગીગાવોટના ઉત્પાદનનું છે.

1996માં સ્થાપિત થઈ હતી REC
નોર્વે મુખ્યાલય સ્થિત REC 1996માં સ્થાપિત થઈ હતી. તેનુ ઓપરેશનલ હેડક્વાર્ટર સિંગાપુરમાં છે. સાથે જ ઉત્તરી અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને એશિયા પ્રશાતમાં તેનુ રિજનલ કેન્દ્ર છે. આ કંપનીની પાસે 600થી વધુ ઉપયોગિતા અને ડિઝાઈન પેટન્ટ છે. જેમાંથી 446ને મંજૂરી મળી ગઈ છે. REC વિશષ રૂપથી રિસર્ચ અને ડેવલોપમેન્ટ ફોકસ કંપની છે.

રિલાયન્સે જામનગરમાં ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પલેક્સમાં પોતાના સિલિકોન-ટૂ-પીવી-પેનલ ગીગાફેક્ટ્રીમાં આરઈસી સોલર ટેકનીકનો ઉપયોગ કરવાની યોજના બનાવી છે. તેની શરૂઆત 4GW પ્રતિવર્ષની ક્ષમતાની સાથે થશે. તેને સમયની સાથે 100GW પ્રતિવર્ષ ક્ષમતા સુધી વધારવામાં આવશે.

આરઈસી સોલરના ભારતીય મહાદ્રીપમાં 5000 મેગાવોટની સ્થાપિત ક્ષમતા છે. આરઈસીની વેબસાઈટનો દાવો છે કે તેની રૂફ માઉન્ટેડ પેનલ ઓછામાં ઓછી 25 વર્ષ સુધી ચાલી શકે છે.

ક્લીન અને ગ્રીન એનર્જીના લક્ષ્યને મેળવવામાં મળશે મદદ
આ અધિગ્રહણ પર રિલાયન્સ ઈન્ડસ્ટ્રી લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હું આરઈસીના અધિગ્રહણથી ખૂબ જ ખુશ છું કારણ કે તે સૂર્યદેવની અસીમિત અને વર્ષ દરમિયાન મળનાર સૌર શક્તિના વપરાશમાં મદદ કરશે. આ અધિગ્રહણ દશકાના અંત પહેલા 100 ગીગાવોટ ક્લીન અને ગ્રીન એનર્જી બનાવવાના રિલાયન્સના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે, નવી અને એડવાન્સ્ડ ટેક્નોલોજી અને પરિચાલન ક્ષમતાઓમાં રોકાણ કરવાની અમારી રણનીતિને અનુરૂપ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લક્ષ્ય 2030 સુધીમાં ભારતમાં 450 ગીગાવોટ રિન્યુએબલ ઉર્જાનું ઉત્પાદન છે અને તેને પ્રાપ્ત કરવામાં કોઈ એકલી કંપનીનું આ સૌથી મોટુ યોગદાન હશે. આ ભારતને જળવાયુ સંકટમાંથી ઉગારવા અને ગ્રીન એનર્જીમાં વર્લ્ડ લીડર બનાવવામાં મદદ કરશે.

અન્ય સમાચારો પણ છે...