જાહેરાત:રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જિયો વર્લ્ડ સેન્ટરની શરૂઆત કરી

મુંબઇ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે દેશના સૌથી મોટા અને સૌથી પ્રતિષ્ઠિત મલ્ટી ફેસેટેડ ડેસ્ટિનેશન જિયો વર્લ્ડ સેન્ટરના પ્રારંભની જાહેરાત કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર અને રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક-અધ્યક્ષ નીતા અંબાણીની પરિકલ્પના મુજબ તૈયાર કરાયેલું આ સેન્ટર મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં 18.5 એકરમાં ફેલાયેલું છે.

ભારતમાં આ પ્રકારના પ્રથમ ડેસ્ટિનેશન, Jio વર્લ્ડ સેન્ટરમાં સાંસ્કૃતિક કેન્દ્ર, મ્યુઝિકલ ફાઉન્ટેન, અપસ્કેલ રિટેલ અનુભવ, ખાસ પસંદ કરાયેલા કાફે અને ડાઇનિંગ રેસ્ટોરન્ટ્સ, સર્વિસ એપાર્ટમેન્ટ્સ અને ઓફિસો તથા ખાસ કન્વેન્શન ફેસિલિટીનો સમાવેશ થાય છે. આ સેન્ટર માટેનું પોતાનું વિઝન જણાવતાં નીતા અંબાણીએ કહ્યું કે, “Jio વર્લ્ડ સેન્ટર આપણા ગૌરવશાળી રાષ્ટ્રને સમર્પિત છે અને તે નવા ભારતની આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે.

સૌથી મોટા સંમેલનો, સાંસ્કૃતિક અનુભવોથી લઈને પાથબ્રેકિંગ રિટેલ અને ડાઇનિંગ સુવિધાઓ સુધી, Jio વર્લ્ડ સેન્ટરની કલ્પના મુંબઈના નવા સીમાચિહ્ન તરીકે કરવામાં આવી છે.જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર, ભારતમાં શ્રેષ્ઠ, સૌથી મોટા સંમેલન અને પ્રદર્શન યોજવાની સુવિધાઓ પ્રદાન કરે છે અને તેનો ઉદ્દેશ્ય ભારતને ઝડપથી વિકસતા વૈશ્વિક સંમેલન અને પ્રદર્શનોની ઇકો સિસ્ટમમાં નિશ્ચિતપણે મૂકવાનો છે અને તે ભારત તથા મુંબઈ શહેરનું કાયમી યોગદાન બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...