તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રિલાયન્સ માર્સેલસ, એલ.એલ.સી. (RMLLC)એ દક્ષિણ-પશ્ચિમ પેન્સિલ્વેનિયાના માર્સેલસ શેલ પ્લે સ્થિત કેટલીક અપસ્ટ્રીમ એસેટ્સમાં પોતાનો સંપૂર્ણ હિસ્સો વેચી દેવા માટેના કરાર કર્યાની જાહેરાત કરી છે. ઇ.કુય.ટી. કોર્પોરેશન (EQT)ના વિવિધ હિસ્સેદારો દ્વારા સંચાલિત આ અસ્ક્યામતો ડેલવેર કોર્પોરેશનની નોર્ધન ઓઇલ એન્ડ ગેસ, ઇન્ક (NOG)ને 250 મિલિયન અમેરિકી ડોલર કેશ અને વોરન્ટ્સમાં વેચવા માટે સંમત્તિ સાધવામાં આવી છે અને આ સોદા થકી આગામી સાત વર્ષ દરમિયાન NOGના 3.25 મિલિયન શેર પ્રતિ શેર 14.00 અમેરિકી ડોલરના ભાવે ખરીદવામાં આવશે. RMLLC અને NOG વચ્ચે આ સોદાની સમજૂતી પર 3 ફેબ્રુઆરી, 2021ના રોજ હસ્તાક્ષર થયા હતા અને આ સોદો સંપન્ન થવાની નિયમાનુસારની શરતો અને નિયમો પર આધારિત રહેશે.
આ સોદા માટે રિલાયન્સ તરફે સિટીગ્રૂપ ગ્લોબલ માર્કેટ્સ ઇન્ક. નાણાકીય સલાહકાર હતા અને ગિબ્સન, ડન એન્ડ ક્રચર LLP કાયદાકીય સલાહકાર રહ્યા હતા.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તમામ મુખ્ય નાણાંકીય માપદંડોના આધારે દેશના ખાનગી ક્ષેત્રની સૌથી મોટી કંપની છે. 31 માર્ચ 2020ના રોજ તેનું કુલ ટર્ન ઓવર રૂ. 659,205 કરોડ (87.1 બિલિયન અમેરિકી ડોલર), રોકડ નફો રૂ. 71,446 કરોડ (9.4 બિલિયન અમેરિકી ડોલર), ચોખ્ખો નફો રૂ. 39,980 કરોડ (5.3 બિલિયન અમેરિકી ડોલર) છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.