તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Business
 • Reliance Entertainment Demands Higher Earnings, Cinema Owners Refuse To Participate In 'Radhe', 'Suryavanshi' And '83'

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાટાઘાટ:‘રાધે’, ‘સૂર્યવંશી‘ અને ‘83’ ફિલ્મોની રિલીઝમાં હિસ્સેદારીનું વિઘ્ન, રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટે વધુ કમાણીની માગ કરી, સિનેમાઘર માલિકોનો ઇનકાર

મુંબઇ11 દિવસ પહેલાલેખક: મનીષા ભલ્લા
 • કૉપી લિંક
 • રિલાયન્સે 20% વધુ હિસ્સો લેવાની શરત મૂકી, સિનેમાઘર માલિકોએ કહ્યું- અમે પણ રાહ જોઇ
 • પ્રોડક્શન હાઉસ સાથે મલ્ટીપ્લેક્સની વાતચીત પણ ચાલી રહી છે

કોરોનાકાળ બાદ સિનેમાઘરમાં જઇને ફિલ્મ જોવા ઉત્સુક દર્શકોએ થોડી વધુ રાહ જોવી પડે તેમ છે. લગભગ 8 મહિના બાદ સિનેમાહૉલ સંચાલકોને આશા જાગી હતી. તેમને સલમાનની ફિલ્મ ‘રાધે’, અક્ષય કુમારની ‘સૂર્યવંશી’ અને રણવીરની ‘83’ની રિલીઝથી ઘણી રાહતની આશા હતી પણ રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટે કમાણીમાં હિસ્સો વધારવા અંગે જે શરતો મૂકી છે તે પછી સિનેમાહૉલ ઓનર્સે ફિલ્મો રિલીઝ કરવાનો ઇનકાર કરી દીધો છે. હાલ વાટાઘાટો જારી છે.

‘સૂર્યવંશી’ અને ‘83’ની કમાણીમાં વધુ હિસ્સા મામલે રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટે કહ્યું છે કે તે ફર્સ્ટ વીકની કમાણીનો 65%, સેકન્ડ વીકની કમાણીનો 60% અને થર્ડ વીકની કમાણીનો 55% હિસ્સો રાખશે અને બાકીનો હિસ્સો ડિસ્ટ્રીબ્યુટર તથા સિનેમાહૉલ કે મલ્ટીપ્લેક્સને આપશે. મલ્ટીપ્લેક્સ સાથે વાતચીત તો જારી છે પણ સિનેમાહૉલ માલિકોએ આ ફિલ્મો લેવાનો ઇનકાર કરી દીધો છે. રિલાયન્સની દલીલ છે કે તેણે ફિલ્મોની રિલીઝ માટે રાહ જોઇ, જેથી તે કમાણીનો વધુ હિસ્સો લેશે. બીજી તરફ બાન્દ્રાના મરાઠા મંદિર સિનેમાહૉલના એમડી મનોજ દેસાઇ કહે છે, ‘આજે જ સરકારનો પત્ર આવ્યો છે કે હંગામી વર્કરના 211 રૂ. વધારવાના છે. મહારાષ્ટ્રમાં ફરી લૉકડાઉનના સમાચાર છે. 8 મહિનાથી સિનેમાહૉલ બંધ છે. એવામાં કંપની કહે છે કે કમાણીમાં તેનો ભાગ 20% વધારે હશે, જે પહેલાં 45, 40 કે 35% હતો.’ તેમના જેવા ઘણાં સિનેમાહૉલ માલિકોએ આ ફિલ્મો લેવાની ચોખ્ખી ના પાડી દીધી છે.

દિલ્હીના ડિલાઇટ સિનેમાહૉલના માલિક રાજકાર મલ્હોત્રા જણાવે છે કે હજુ કંઇ નક્કી નથી. વાતચીત ચાલુ છે. નોંધનીય છે કે જે રાજ્યોમાં હજુ 100% ઓક્યુપન્સી સાથે સિનેમાહૉલ નથી ખુલ્યા તેમાં મહારાષ્ટ્ર પણ સામેલ છે. દેશમાં સૌથી વધુ રેવન્યુ મહારાષ્ટ્ર સર્કલમાંથી આવે છે. ‘રાધે’, ‘સૂર્યવંશી’ અને ‘83’ કોમર્શિયલ એન્ટરટેઇનમેન્ટ ફિલ્મો છે. તેમનાથી સિનેમાહૉલ અને મલ્ટીપ્લેક્સીસને સારી એવી કમાણીની આશા હતી.

મલ્ટીપ્લેક્સ અધિકારીએ કહ્યું- આ જ કરવું હતું તો ઓટીટી પર રિલીઝ કરી દેવી હતી
એક મલ્ટીપ્લેક્સના અધિકારીનું કહેવું છે કે કોઇ ખુલીને નથી બોલતું પણ આમ જ કરવું હતું તો ફિલ્મો પહેલાં જ ઓટીટી પર રિલીઝ કરી દેવી હતી. અમે મલ્ટીપ્લેક્સ અને સિનેમાહૉલવાળાઓએ પણ આ ફિલ્મોની રાહ જોઇ છે. બે-પાંચ ટકા હિસ્સેદારી પર વાત પૂરી કરવી જોઇએ, કેમ કે અમે આ ફિલ્મોના જ ભરોસે હતા. સાઉથ અને બંગાળમાં બધું બરાબર છે. હિન્દીમાં બૉલિવૂડ સંપૂર્ણપણે બ્લેકમેલ કરી રહ્યું છે. નોંધનીય છે કે ‘રાધે’ આ ઇદ પર 13 મેએ, ‘સૂર્યવંશી’ 2 એપ્રિલે અને ‘83’ 4 કે 11 જૂને રિલીઝ થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો