તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Reliance Alone Has 9% Of The Total Market Cap Of The BSE, With More Than 33% Of The Capital Being In The Top 10 Companies.

ભાસ્કર ડેટા સ્ટોરી:BSEના કુલ માર્કેટ કેપના 9% એકલા રિલાયન્સ પાસે, બજારમાં 33%થી વધુ કેપિટલ ટોપ-10 કંપનીઓનું

નવી દિલ્હી2 મહિનો પહેલાલેખક: આદિત્ય સિંહ
  • કૉપી લિંક
  • રિલાયન્સનો માર્કેટ કેપ ગ્રોથ 96% રહ્યો, બીજા નંબરે આવતી TCSનો ગ્રોથ 9% જ રહ્યો

કોરોનાને કારણે વિશ્વભરના શેરબજારો ફેબ્રુઆરીથી જ ઘટવા લાગ્યા હતા, પરંતુ માર્ચમાં, જ્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કોરોનાને મહામારી જાહેર કરી ત્યારે બજારોમાં એક મોટી કટોકટી ઉભી થઇ હતી. તેની અસર ભારતને પણ થઈ હતી. બોમ્બે સ્ટોક એક્સચેંજ (BSE) 12 માર્ચે તૂટી પડ્યું હતું. BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 10 લાખ 89 હજાર કરોડથી ઘટીને રૂ. 126 લાખ કરોડ થઇ ગયું હતું.

લગભગ પાંચ મહિના પછી, 31 જુલાઈએ માર્કેટ બંધ થયું ત્યારે તેનું માર્કેટ કેપ રૂ. 147 લાખ કરોડ કરતા વધારે હતું. એકલા રિલાયન્સ પાસે કુલ માર્કેટ કેપના 9% હિસ્સો છે.

12 માર્ચે BSEમાં લગભગ 3 વર્ષનો સૌથી મોટો ઘટાડો થયો
BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટ કેપ 11 માર્ચ સુધીમાં રૂ. 137 લાખ કરોડ હતી. 12 માર્ચે તે લગભગ 11 લાખ કરોડ ઘટીને રૂ. 126 લાખ કરોડ થઈ હતી. છેલ્લા 33 મહિનામાં બજારમાં આ સૌથી મોટો ઘટાડો હતો. અગાઉ, 30 જૂન 2017ના રોજ, બજારની કુલ માર્કેટ કેપ રૂ. 125 લાખ કરોડ હતી.

અત્યાર સુધીમાં બજાર મોટા પ્રમાણમાં રિકવર થયું છે, પરંતુ આંચકાજનક બાબત એ છે કે 31 જુલાઈના રોજ બજાર બંધ થયું ત્યારે તેના કુલ માર્કેટ કેપના 35% હાઈ કેપ વાળી ટોપ-10 કંપનીઓ પાસે છે. એકલા રિલાયન્સ પાસે કુલ માર્કેટ કેપનો 9% હિસ્સો છે.

12 માર્ચે ટોપ ઇન્ડેક્સ કંપનીઓ આજે પણ ટોપ-10 લિસ્ટમાં
હાલમાં ટોપ-10માં આવતી કંપનીઓનું માર્કેટ કેપ માર્ચમાં સૌથી વધુ ઘટ્યું હતું. રિલાયન્સની માર્કેટ કેપ ઘટીને રૂ. 2.60 લાખ કરોડ, TCSની માર્કેટ કેપ ઘટીને રૂ. 1.50 લાખ કરોડ, HDFC બેંકની 1. 24 લાખ કરોડ, ઇન્ફોસીસ અને ITCની માર્કેટ કેપ રૂ. 50 હજારથી 88,800 કરોડ ઘટી હતી. આજે જ્યારે BSE રિકવર મોડમાં છે, ત્યારે આ કંપનીઓ ટોચની 10 મોટી માર્કેટ કેપ કંપનીઓ છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો