તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક સ્ટોકના આધારે તેજીનો જુવાળ:સેન્સેક્સમાં થયેલા સુધારામાં 43 ટકા હિસ્સો રિલાયન્સનો

મુંબઈ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમેરિકી રોકાણકારો માને છે કે, અમેરિકી શેરમાર્કેટમાં માત્ર અમુક કંપનીઓમાં જ સુધારાની જ અસર જોવા મળી છે. જ્યારે ભારતીય શેરમાર્કેટ તરફ નજર કરીએ તો તેમાં તો માત્ર એક જ કંપનીના બળે માર્કેટમાં અધધધ ઉછાળો નોંધાયો છે. 30 કંપનીનો ઈન્ડેક્સ બીએસઈ સેન્સેક્સ 23 માર્ચના 25,981.24 પોઈન્ટના સ્તરે હતો.

જે આજે 39,044.35 પર બંધ આપવા સાથે છ મહિનામાં 13,063.11 પોઈન્ટ અર્થાત 50.28 ટકા વધ્યો છે. માર્કેટ કેપ મુજબ દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સનો શેર આ સમયગગાળા દરમિયાન 162.25 ટકા વધ્યો છે. 23 માર્ચના શેર 883.85 પર બંધ રહ્યો હતો. જે હાલ 2317.90 પર બંધ રહ્યો છે. એક વર્ષ અગાઉ સેન્સેક્સમાં રિલાયન્સનુ વેઈટેજ 10 ટકા હતું. જે હાલ વધી 17 ટકા થયુ છે. 23 માર્ચથી અત્યારસુધીના ગાળામાં એસએન્ડપી 500 ઈન્ડેક્સની વૃદ્ધિમાં ફેસબુક, એપલ, એમેઝોન, નેટફ્લિક્સ, અને ગુગલ સહિત FAGG સ્ટોક્સનુ યોગદાન 22 ટકા જ છે.

એસએન્ડપી 500 ઈન્ડેક્સ ઉછાળામાં અમેરિકી શેર માર્કેટની સૌથી મૂલ્યવાન કંપની એપલ ઈન્કનુ યોગદાન 11 ટકા છે. ત્યારબાદ માઈક્રોસોફ્ટ, એમેઝોનડોટકોમ, ફેસબુક અને નેટફ્લિક્સ સમાવિષ્ટ છે. જે ઈન્ડેક્સમાં વૃદ્ધિમાં યોગદાન કરતાં 20 શેર્સમાં સામેલ નથી. તેનુ બેન્ચમાર્કમાં 0.7 ટકા વેઈટેજ છે. હજુ લીડ કરતી કંપનીઓમાં તેજીનો ટ્રેન્ડ જળવાઇ રહે તેવી સંભાવના વધુ છે.

અન્ય સમાચારો પણ છે...