સુધારા વિના નહીં ઉદ્ધાર:1 લાખ કરોડ ડોલરનો નિકાસ ટાર્ગેટ હાંસલ કરવા સુધારા અનિવાર્ય

નવી દિલ્હી6 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશમાં આગામી 2030 સુધી 1 લાખ કરોડ ડોલરની નિકાસોનો લક્ષ્યાંક હાંસિલ કરવા માટે બહુપરિમાણીય અભિગમ અપનાવવો જરૂરી છે. ઉદ્યોગ સંગઠન સીઆઈઆઈએ નિકાસ લક્ષ્યાંક હાંસિલ કરવા માટે મોટા બજારો સાથે મુક્ત વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવું, તમામ નિકાસમાં RoDTEPનું વિસ્તરણ, વૈશ્વિક કંપનીઓને આકર્ષવા અને સ્થાનિક ઉત્પાદન પડકારોને સંબોધિત કરવા ભલામણ કરી છે.

સીઆઈઆઈના પ્રેસિડન્ટ ટીવી નરેન્દ્રે જણાવ્યુ હતું કે, સંકલિત અને આક્રમક અભિગમ સાથે જો ભારત વ્યૂહાત્મક મિશન હાથ ધરે તો 2030 સુધીમાં USD 1 લાખ કરોડની મર્ચેન્ડાઇઝ નિકાસ હાંસિલ કરવાનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા સક્ષમ બનીશું. ઉત્પાદનો અને નિશ્ચિત બજારોની રૂપરેખામાં ભારતે નીતિવિષયક પગલાંઓની શ્રેણી પર ફોકસ કરવું જોઈએ. ગ્લોબલ વેલ્યૂ ચેઈન સાથે સંકલન માટે મુખ્ય ક્ષેત્રોમાં FDI પ્રવાહ આકર્ષિત કરવુ અનિવાર્ય છે.

સૌથી વધુ યોગદાન આપતા 14 ઉત્પાદનોની ઓળખ કરવામાં આવી છે. જેમાં વાહનો, ટેક્સટાઈલ, ઇલેક્ટ્રિકલ મશીનરી અને સાધનો, એપરલ, મશીનરી, રાસાયણિક ઉત્પાદનો, પ્લાસ્ટિક, ફાર્માસ્યુટિકલ્સ વગેરે સમાવિષ્ટ છે.

નિકાસોને વેગ આપવા આટલા સુધારા જરૂરી

  • MNCને દેશમાં ઉત્પાદન યુનિટ સ્થાપિત કરવા પ્રોત્સાહિત કરવી
  • રેમિશન ઓફ ડ્યુટીઝ ક્ષ ટેક્સિસ ઓન એક્સપોર્ટેડ પ્રોડક્ટ્સ સ્કીમ લંબાવવી
  • કરવેરા અને વધારાના ખર્ચમાં રાહત
  • SEZs અને ઈઓયુને પણ સ્કીમમાં સામેલ કરવા
  • એડવાન્સ પ્રાઈઝિંગ એગ્રિમેન્ટ પ્રોગ્રામમાં સુધારો, ટ્રાન્સફર પ્રાઈઝિંગ, કાયદાકીય અડચણોનો ઝડપી ઉકેલ
  • એપીએને વેગ આપવા વિવાદ સે વિશ્વાસ સ્કીમ લોન્ચ કરવી

મર્ચેન્ડાઈઝ નિકાસો ગતવર્ષે 43 ટકા વધી હતી
ગતવર્ષે 2021માં મર્ચેન્ડાઈઝ નિકાસો 43 ટકા વધી 292 અબજ ડોલર નોંધાઈ હતી. સ્ટીલ-આયર્ન, મિનરલ ફ્યુલ્સ, કોટન, એલ્યુમિનિયમ, વ્હિકલ્સ, ટેક્સટાઈલ્સ, ઈલેક્ટ્રિકલ મશીનરી, ઈક્વિપમેન્ટ, અનાજ સહિત અન્ય સેગમેન્ટમાં નિકાસો સતત વધી છે.

અન્ય સમાચારો પણ છે...