• Gujarati News
  • Business
  • Recruitment Rate And Proportion Of Employed Women In The Country Increased, The Proportion Of Female Employees Increased To 37 Percent

લેબર માર્કેટ અપડેટ:દેશમાં ભરતી દર અને નોકરિયાત મહિલાઓના પ્રમાણમાં વધારો, મહિલા કર્મચારીઓનુ પ્રમાણ વધી 37 ટકા થયું

બેંગ્લુરૂએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશમાં ભરતીનો દર અને મહિલા કર્મચારીઓનુ પ્રમાણ વધી રહ્યુ છે. જૂનની તુલનાએ જુલાઈમાં ભરતી પ્રક્રિયામાં 25 ટકા વધારો જોવા મળ્યો છે.

ઓનલાઈન પ્રોફેશનલ નેટવર્ક લિંક્ડઈન દ્વારા જારી લેબર માર્કેટ અપડેટ અનુસાર, એપ્રિલમાં મહિલા કર્મચારીનુ પ્રમાણ 30 ટકાથી વધ્યુ હતુ. જે જુલાઈમાં 37 ટકા થયુ છે. લેબર માર્કેટ અપડેટ ભરતીનુ વલણ દર્શાવે છે. જેમાં 69 મિલિયનથી વધુ સભ્યોની ગતિવિધિઓના આધારે એનાલિસિસ કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. દેશમાં ભરતી પ્રક્રિયા સતત રિકવર થઈ રહી છે. જાતિય સમાનતામાં પણ વૃદ્ધિ થઈ છે.

ડિજિટલ સ્કીલ્સ વર્તમાન જોબ માર્કેટમાં પડકારો વચ્ચે પ્રોફેશનલ્સની ભરતીમાં વધારો કરી શકે છે. મહિલા કર્મચારીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. અનુકુળ કામના કલાકો સાથે રિમોટ વર્કિંગ સ્કીમ્સ ઉપરાંત લોકડાઉન દરમિયાન શાળાઓ અને ચાઈલ્ડ કેર સુવિધાઓ ખોરવાઈ હોવા છતાં વધુને વધુ મહિલાઓ નોકરી કરવાનુ પસંદ કરી રહી છે. એપીએસી ટોચની ઈકોનોમિસ્ટ પેઈ યિંગ ચુઆએ જણાવ્યુ હતુ કે, લોકડાઉનમાં વર્ક ફ્રોમ હોમનો કોન્સેપ્ટ અપનાવાયો હતો. જેના લીધે મહિલાઓને પોતાના કરિયરને રિબિલ્ડ કરવાની તક મળી છે. ઘણી મહિલાઓ પોતાના કરિયરની શરૂઆત કરી છે.

મેન્યુફેક્ચરિંગ સેક્ટર સિવાય અન્ય તમામ ઈન્ડસ્ટ્રીઝમાં મહિલાનુ પ્રતિનિધિત્વ વધ્યુ છે. કોર્પોરેટ સર્વિસિઝ, એજ્યુકેશન, હેલ્થકેર, મીડિયા અને કોમ્યુનિકેશન જેવા સેક્ટર્સમાં મહિલાઓ સારી કામગીરી દર્શાવી રહી છે. ડેટા અનુસાર, કોવિડ-19ના લીધે ડિજિટલ સ્કીલ્સમાં ટેલેન્ટ વધ્યુ છે. લોકો બેઝિક ડિજિટલ સ્કીલ્સ કરતાં વધુ સારી એડવાન્સ કામગીરી દર્શાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...