તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિયલ એસ્ટેટ:રિયાલ્ટી: રોકાણ ઉપર 20 ટકા રિટર્નની ‘રિયલ’ આશા

મુંબઈ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વીકેન્ડ-ફાર્મ હાઉસ, બજેટ હાઉસિંગ, સ્ટુડન્ટ હાઉસિંગ, કો વર્કિંગ સ્પેસ, લોજિસ્ટિક- સર્વિસ સ્પેસમાં ખરીદીનો ટ્રેન્ડ
 • હોમ લોન ઉપરના વ્યાજદર પણ સૌથી નીચી સપાટીએ ચાલી રહ્યા છે
 • સપનાનું ઘર એ ઘર નહીં સંપત્તિ સર્જન કહેવાશે

કોરોના મહામારી બાદ રિયલ એસ્ટેટ સેક્ટરમાં ઝડપી ડિમાન્ડ આવી રહી છે. છેલ્લા છ માસમાં સેક્ટરમાં 10-15 ટકાની તેજી આવી છે. આ ઉપરાંત આગામી નવા વર્ષે પણ સ્ટુડન્ટ હોમ, કો-વર્કિંગ સ્પેસ, ઓફીસ સ્પેસમાં રોકાણ કરી 20% રિટર્ન મેળવી શકો છો

ધનતેરસ એટલે લક્ષ્મી પૂજન તથા નવા ઇન્વેસ્ટમેન્ટ નિર્ણયો લેવાનો શુભ તહેવાર ગણાય છે. સામાન્ય- મધ્યમ વર્ગના રોકાણકારો હોય કે હાઇ નેટવર્થ રોકાણકારો તેમણે રિયલ એસ્ટેટ સેક્ટરમાં મૂડીરોકાણ માટેની તરાહ નવા વર્ષથી બદલવી જોઇએ. અત્યારસુધી પ્લોટ, દુકાન, ફ્લેટ કે ટેનામેન્ટમાં રોકાણ કરતાં હતા. મહામારીએ લોકોને ગ્રીન હોમ્સ, ફાર્મ હાઉસ, સેકન્ડ હોમ તરફ ડાઇવર્ટ કર્યા છે.

નવા વર્ષે રોકાણકારોએ બજેટ હાઉસિંગ, સ્ટુડન્ટ હાઉસિંગ, કોવર્કિંગ સ્પેસ, લોજિસ્ટીક પાર્ક કે સર્વિસ ઇન્ડસ્ટ્રીને ભાડે આપી શકાય તેવી ઓફીસ, પ્રાઇમ લોકેશન ઉપર કોમર્શિયલ સ્પેસ જેવાં સંખ્યાબંધ વિકલ્પો પણ અપનાવવા જોઇએ. અગાઉના સમયમાં રેરા, લેન્ડ- ટેક્સ રિફોર્મ, જીએસટી પછી રિયાલ્ટી માર્કેટ સ્ટેબિલાઇઝ થયું છે. અત્યારની સ્થિતી મુજબ ઇન્વેન્ટરી પણ ઓછી છે. બેન્કોની નાણાખેંચના કારણે બાયસ માર્કેટ છે. વ્યાજદર પણ સૌથી નીચી સપાટીએ ચાલી રહ્યા છે.

70 માળની સ્કાય લાઇન બિલ્ડિંગને મંજૂરી મળી છે તેને ધ્યાનમાં લેતા આગામી વર્ષ સુધીમાં 2-3 પ્રોજેક્ટ શરૂ થઇ જશે. ગ્રાહકોની ડિમાન્ડ પણ આવવાની શરૂ થઇ છે.ગુજરાતમાં પોલિટિકલ સ્ટેબિલિટી, સેન્ટરમાં ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહપ્રધાનના કારણે રાજ્યમાં ઇન્ફ્રા ડેવલોપમેન્ટ માટે તકો જોતાં રોકાણકારો માટે શોપ્સ, ઓફીસિસ, બજેટ હાઉસિંગમાં ઇન્વેસ્ટમેન્ટ માટેનો સૌથી શ્રેષ્ઠ સમય મારા મતે ચાલી રહ્યો છે. રિઅલ એસ્ટેટ સેક્ટરને પ્રાધાન્ય આપવા માટે સરકારે હાઉસિંગ પર જીએસટી દર 12 ટકાથી ઘટાડી 5 ટકા કર્યો છે જેના કારણે ગ્રાહકોને ઘણો ફાયદો મળી રહ્યો છે. જો હવે રાજ્ય સરકાર દ્વારા સ્ટેમ્પ ડ્યૂટીમાં માત્ર બે ટકા સુધીની રાહત એક વર્ષ માટે પણ આપે તો 50 લાખના ઘર પર સરેરાશ એક લાખ રૂપિયા સુધીનો ફાયદો મળી શકે. આમ જો ગ્રાહક પહેલી વખત ઘર ખરીદતો હોય તો એક લાખ રૂપિયા સ્ટેમ્પ ડ્યૂટીમાં તથા 2.67 લાખ રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા સબસિડી રૂપે મળીને કુલ 3.67 લાખનો ચોખ્ખો લાભ મેળવી શકે છે. રિયલ એસ્ટેટમાં રોકાણ માટે હવેનો સમય શ્રેષ્ઠ કહી શકાય.

ટ્રેન્ડ મુજબ ખરીદી માટેના આકર્ષક ફંડામેન્ટલ્સ
1 રેરાથી ગ્રાહકોની સલામતી અને વિશ્વાસ વધ્યા, તેજીની સાયકલ શરૂ થઇ

2 લેન્ડ- ટેક્સ રિફોર્મ, જીએસટી સ્ટેબિલાઇઝ થતાં રિયાલ્ટીમાં સળવળાટ

3 રિયાલ્ટીમાં માર્કેટ પ્રાઇસ બોટમ બની, ગ્રાહકો માટે હવે બાયસ-બાર્ગેનિંગ માર્કેટ નહિં રહે

4 2000 ચો.મી. સુધીના મકાન ખરીદી ઉપર સરકારી સબિસિડીનો લાભ

સ્કાયલાઇન ટ્રેન્ડિંગમાં

70 માળની બિલ્ડિંગનો ઉત્સાહ
ગુજરાત સરકારે સ્કાયલાઇન 70 માળની બિલ્ડિંગને મંજૂરી આપી છે ત્યારે ગ્રાહકોની પુછપરછ શરૂ થવા સાથે સ્કાય લાઇનમાં ઘર ખરીદ કરવા ઉત્સાહ દર્શાવી રહ્યાં છે.
રિડેવલોપમેન્ટના નિયમો
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાતરી આપી છે કે, ટૂંક સમયમાં રિડેવલોપમેન્ટ માટેના રૂલ્સ- રેગ્યુલેશન્સ તૈયાર થઇ જશે. તે જોતાં આ સેક્ટરમાં પણ રોકાણકારો માટે સારી તકો રહેશે.
હોમ્સ કન્સેપ્ટ અંગે કંઇક નવું
બજેટમાં જ શહેરના સિમાડે કે થોડા દૂર વિકએન્ડ હોમ્સનો કન્સેપ્ટ અને ટ્રેન્ડ ડેવલોપ થઇ રહ્યો છે. તેમાં સારી રોકાણ લાંબાગાળે 20-25 ટકા રિટર્નની તકો અપનાવી શકાય.

(લેખક : જક્ષય શાહ, એમડી, સાવી ગ્રૂપ, પ્રેસિડેન્ટ ક્રેડાઇ)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો