તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Real Estate Sales Expect 40% Growth At Festivals, Fast Growth After 2 3 Decades Credai

માર્કેટ રિપોર્ટ:રીઅલ એસ્ટેટ ક્ષેત્રે વેચાણો તહેવારોમાં 40% વધવાની આશા, 2-3 દાયકા બાદ ઝડપી ગ્રોથ નોંધાશે - ક્રેડાઇ

નવી દિલ્હી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એફોર્ડેબલ હાઉસિંગની સાથે મિડ અને પ્રીમિયમ રેન્જની માગમાં પણ ઉત્સાહ

કોરોના મહામારીની બીજી લહેરની અસર ઘટ્યા પછી દેશના રીઅલ એસ્ટેટ સેક્ટરમાં પણ ઝડપી રિકવરી જોવા મળી રહી છે. રીઅલ એસ્ટેટ સેક્ટર સાથે જોડાયેલ અલગ-અલગ કંસલ્ટન્સી એજન્સીઓ અને ડેવલપર્સનું કહેવું છે કે આ તહેવારોની સિઝનમાં રીઅલ એસ્ટેટ સામાન્ય રીતે હાઉસિંગ સેક્ટરમાં ઘણો સારો ગ્રોથ જોવા મળશે. અનુમાન છે કે ગણેશ ચતુર્થીથી શરૂ થઇ રહેલા તહેવારોની સીઝનમાં ગતવર્ષની તુલનામાં 35-40 ટકા વધુ વેચાણ થવાનો અંદાજ છે.

પ્રોપર્ટી કંસલટન્ટ એનારોક ગ્રુપના વાઇસ ચેરમેન સંતોષ કુમારના જણાવ્યા અનુસાર દેશના ટોચના 7 શહેરોમાં વાર્ષિક આધાર પર રીઅલ એસ્ટેટ લોન્ચિંગ અને વેચાણમાં 35-40 ટકાનો ગ્રોથ જોવા મળી શકે છે. કંઝ્યુમર સેન્ટિમેન્ટમાં પણ ઘણો સુધારો થયો છે અને મિડ તથા પ્રીમિયમ રેન્જના મકાન ખરીદીમાં લોકોનો ઉત્સાહ પહેલા કરતા વધ્યો છે. ડેવલપર્સના કહેવા મુજબ છેલ્લા બે દાયકા પછી રીઅલ એસ્ટેટમાં આટલો ઝડપી ગ્રોથ જોવા મળ્યો છે. રીઅલ એસ્ટેટ સેક્ટરની પ્રતિષ્ઠિત સંસ્થા ક્રેડાઇના નેશનલ પ્રેસિડેન્ટ જક્ષય શાહે દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં કહ્યું કે રીઅલ એસ્ટેટ સેક્ટરમાં બે-ત્રણ દાયકા પછી આવી સંગીન સ્થિતિ જોવા મળી છે. ગણેશ ચતુર્થીથી શરૂ થનારા આ તહેવારી સીઝનમાં એફોર્ડેબલ હાઉસિંગ, મિડ સેગમેન્ટ અને કોર્મશિયલ સેગમેન્ટમાં પૂછપરછ ઘણી વધી છે. આ તહેવારોની સિઝનમાં આશા છે કે સેક્ટરમાં વાર્ષિક ધોરણે 15-20 ટકાનો ગ્રોથ જોવા મળશે. લો, મિડ અને હાઇ રેન્જમાં અત્યારે સૌથી વધુ ફાર્મ હાઉસ, બંગલો અને પ્લોટની ડિમાન્ડ ખુલી છે.

તહેવારોની માગથી હોમલોન આપનાર નાણાંકિય કંપનીઓ પણ ઉત્સાહિત છે. એલઆઇસી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના એમડી અને સીઇઓ વાઇ વિશ્વનાથ ગૌડના જણાવ્યા મુજબ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓઆ વર્ષે લોન પોર્ટફોલિયોમાં 8-10 ટકાની વૃદ્ધિની આશા દર્શાવી રહ્યાં છે.

બુકિંગ-વેચાણમાં મિડ-લક્ઝરી રેન્જની ભાગીદારી 70 ટકા સુધી પહોંચી-ડૉ. નિરંજન હીરાનંદાની, ચેરમેન નરેડકો

  • ગણેશ ચતુર્થીથી શરૂ થતા તહેવારોની સીઝનમાં કઇ આશા છે ?

રીઅલ એસ્ટેટ ખરીદદારોનું સેન્ટિમેન્ટ તહેવારો પર ઘણું સારું રહેવાની આશા છે. હાઉસિંગ વેચાણ ગતવર્ષની તુલનામાં ઘણા વધે તેવી સંભાવના છે.

  • તહેવારોના સેન્ટિમેન્ટનો ફાયદો ઉઠાવવા માટે ઇન્ડસ્ટ્રીઝની તૈયારી કઇ છે ?

ઇન્ડસ્ટ્રીઝમાં તહેવારોના સેન્ટીમેન્ટનો ફાયદો લેવા માટે અને વેચાણ વધારવા માટે અલગ-અલગ સ્તર પર ડિસ્કાઉન્ટ અને ઓફર્સની રજૂઆત કરવામાં આવી છે. આ વખતે ખરીદદારોને અભૂતપૂર્વ ડીલ મળી રહી છે કેમકે હોમલોનના રેટ પણ ઘણા નીચા છે અને ડેવલપર્સ પણ પોતાની રીતે વધુમાં વધુ છૂટ અને સુવિધાઓ આપી રહ્યાં છે.

  • કઇ રેન્જમાં વધુ વેચાણની આશા છે ?

પહેલાની અપેક્ષા મોટા મકાન અથવા ફ્લેટની ખરીદીમાં લોકોનો ઉત્સાહ વધ્યો છે. તહેવારોની સિઝનમાં બુકિંગ અને વેચાણ અંદાજે 70 ટકા ભાગીદારી મિડ અને લક્ઝરી રેન્જના મકાનોની છે. એફોર્ડેબલ મકાનની ભાગીદારી અંદાજે 30 ટકા જ છે. લોકો રેડી ટૂ મૂવ મકાન પસંદ કરે છે.

હોમ લોનના દર ઘટી 6.50 ટકા થઇ શકે
રિઅલ એસ્ટેટ સેક્ટરનો ગ્રોથ ઓલટાઇમ લો હાઉસિંગ રેટને આભારી રહ્યો છે. અત્યારે મોટા ભાગની બેન્કો હોમ લોન 6.85 થી 7.5 ટકાના દરે આપી રહી છે.

પરંતુ તહેવારોની સીઝનમાં અનેક બેન્કો હોમલોનના દરમાં આકર્ષક સ્કીમ લાવી 6.50 ટકા સુધી કરે તો નવાઇ નહિં. હોમલોન સેગમેન્ટને વેગ આપવા માટે બેન્કોમાં પણ સ્પર્ધા જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...