નવી શરૂઆત:રિયલ એસ્ટેટ ડેવલપર શિવાલિક ગ્રૂપે હોમ ઇન્ટિરિયર સોલ્યુશન્સ બિઝનેસ LOFY લોંચ કર્યો

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિવલિક ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર તરલ શાહ. - Divya Bhaskar
શિવલિક ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર તરલ શાહ.
  • પ્રારંભિક તબક્કે અમદાવાદ અને બાદમાં ગુજરાતનાં અન્ય શહેરોમાં વિસ્તરણ કરશે

ગુજરાતનાં અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર શિવલિક ગ્રુપે ઓર્ગેનાઇઝ્ડ ઇન્ટિરિયર સોલ્યુશન બિઝનેસમાં પ્રવેશ કર્યો છે. ગ્રુપે આજે લોફી (LOFY) બ્રાન્ડ નેમ હેઠળ નવા બિઝનેસની શરૂઆત કરી છે. શિવલિક ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર તરલ શાહે જણાવ્યું કે, એક બિલ્ડર તરીકે અમે લોકોની ઘરના ઇન્ટિરિયર ડિઝાઇનિંગની જરૂરીયાતોને સારી રીતે સમજી શકીએ છીએ અને એટલે અમે આ સેક્ટરમાં પ્રવેશવાનો નિર્ણય કર્યો છે.

ડેવલપર તરીકે લોકોની જરૂરિયાત સમજવી સહેલી
તરલ શાહે જણાવ્યું કે, અમે વર્ષોથી રિયલ એસ્ટેટ બિઝનેસમાં છીએ. લોકો અમારા બનાવેલ મકાનને સજાવી ઘર બનાવે છે. અમે આ બધુ જોયું છે અને ઘરની સજાવટ અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગની જરૂરીયાતોને સારી રીતે સમજી શકીએ છીએ. વર્ષોના અનુભવને કારણે અમારા માટે આ કામ થોડું સહેલું છે. હાલમાં અમારા પ્રોજેક્ટ્સમાં ઘર ખરીદનાર લોકોમાંથી 20% લોકો અમારી પાસેથી ઇન્ટિરિયર સોલ્યુશન્સ લેવાનું પસંદ કરે છે.

લોફી માટે પ્રોફેશ્નલ ડિઝાઇનર્સની ટીમ બનાવી
શાહે કહ્યું કે, આજે સ્માર્ટ હાઉસ, સોશિયલ મીડિયા ઉપર ઇન્ફ્લ્યુઅન્સર્સ તથા લોકોના બદલાતા જીવનધોરણ અને જીવનશૈલી જેવાં પરિબળો ઇન્ટિરિયર ડિઝાઇન સર્વિસિસની માગ વધી છે. લોફીમાં વ્યક્તિ પ્રોફેશ્નલ ડિઝાઇનર્સને મળીને તેમની જરૂરિયાત મૂજબ કામગીરી આગળ ધપાવી શકે છે. લોફી માટે અમે ચેનલ પાર્ટનર્સનું વિશાળ નેટવર્ક તૈયાર કર્યું છે અને ટેક્નોલોજીમાં પણ રોકાણ કર્યું છે. ફ્લેગશીપ એક્સપિરિયન્સ સેન્ટર અમદાવાદમાં સેટેલાઇટ ખાતે કેશવબાગ પાર્ટીપ્લોટ નજીક શિવાલિક શિલ્પ-2 ખાતે આવેલું છે.

ભારતનું ઇન્ટિરિયર્સ માર્કેટનું કદ રૂ. 1.5-2 લાખ કરોડ
તરલ શાહે જણાવ્યું કે, ભારતીય હોમ ઇન્ટિરિયર્સ અને રિનોવેશન માર્કેટનું અંદાજિત કદ રૂ. 1.5-2 લાખ કરોડ જેટલું થવા પામે છે. ઇન્ટિરિયર ડિઝાઇન ઇન્ડસ્ટ્રી એક કુશળ વિજ્ઞાન છે. ભારતમાં ઇન્ટિરિયર ડિઝાઇન ઇન્ડસ્ટ્રી અંગે જાણકારી અને અપેક્ષાઓમાં વધારાને લક્ષ્યમાં રાખતાં ઇન્ટિરિયર ડિઝાઇન ઇન્ડસ્ટ્રી ઝડપી વૃદ્ધિ સાધી રહી છે. કોવિડ-19 બાદ ઇન્ટિરિયર ડિઝાઇન માર્કેટ અસંગઠિત ક્ષેત્ર તરફથી સંગઠિત સેગમેન્ટ તરફ વળી રહ્યું છે. લોફી 3D વિઝ્યુલાઇઝેશન, કસ્ટમાઇઝ્ડ ફર્નિચર, પ્રોફેશ્નલ અને ટ્રાન્સપરન્ટ પ્રોજેક્ટ હેન્ડલિંગ તથા સમયસર ડિલિવરી દ્વારા શહેરી જીવનશૈલીની આકાંક્ષાઓને પરિપૂર્ણ કરશે.

અન્ય સમાચારો પણ છે...