• Gujarati News
  • Business
  • Ready With Technology To Issue Electronic Gold Receipt On BSE Platform After SEBI Approval

બજેટ 2021-22:સેબીની મંજૂરી બાદ BSE પ્લેટફોર્મ પર ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસીપ્ટ રજૂ કરવા માટે ટેક્નોલોજી સાથે તૈયાર

નવી દિલ્હી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાણામંત્રીએ ગોલ્ડ સ્પોટ એક્સચેન્જ સ્થાપવાની જાહેરાત કરી હતી તેના ભાગરૂપે

અગ્રણી સ્ટોક એક્સચેન્જ બીએસઇ તેના પ્લેટફોર્મ પર ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ (ઇજીઆર) રજૂ કરવા માટે તેની ટેકનોલોજી સાથે તૈયાર છે, જે સમગ્ર દેશમાં પીળી ધાતુની સમાન કિંમત માળખું બનાવવામાં મદદ કરશે, તેના મુખ્ય વ્યાપાર અધિકારી સમીર પાટીલે જણાવ્યું હતું. એક્સચેન્જ જરૂરી આંતરિક મંજૂરીઓ મેળવશે અને બજારના નિયમનકાર સેબીને તેના પ્લેટફોર્મ પર સિક્યોરિટીના નવા વર્ગની શરૂઆત માટે અરજી કરશે.

ગત મંગળવારે સેબી બોર્ડે ગોલ્ડ એક્સચેન્જ માટેના પ્રસ્તાવને મંજૂરી આપ્યા બાદ સામે આવ્યું છે, જેમાં પીળી ધાતુનો વેપાર EGR ના રૂપમાં કરવામાં આવશે અને પારદર્શક સ્થાનિક સ્પોટ પ્રાઇઝ ડિસ્કવરી મિકેનિઝમને મદદ મળશે. હાલમાં, ભારતમાં માત્ર સોનાના ડેરિવેટિવ્ઝ અને ગોલ્ડ ઇટીએફમાં વેપાર કરવાની મંજૂરી છે, સોનામાં ફિઝિકલ વેપાર માટે સ્પોટ એક્સચેન્જ ધરાવતા અન્ય કેટલાક દેશોથી વિપરીત હશે.

સોનાનું પ્રતિનિધિત્વ કરતા સાધનોને ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ (EGR) કહેવામાં આવશે અને તેને સિક્યોરિટીઝ તરીકે સૂચિત કરવામાં આવશે. EGRs ભારતમાં હાલમાં ઉપલબ્ધ અન્ય સિક્યોરિટીઝની જેમ ટ્રેડિંગ, ક્લિયરિંગ અને સેટલમેન્ટ સુવિધાઓ ધરાવશે. પાટીલે વધુમાં જણાવ્યું કે “બીએસઈ, જે તેની ટેકનોલોજીકલ કુશળતા માટે જાણીતું છે, તે સોના માટે પારદર્શક અને કાર્યક્ષમ સ્પોટ માર્કેટ બનાવવાનું મુખ્ય કોમોડિટી રહ્યું છે, કારણ કે તે ભારતીય ગ્રાહકો માટે ખૂબ મહત્વની ચીજ છે.” તેમણે વધુમાં કહ્યું કે એક્સચેન્જ આ માર્કેટમાં ખૂબ લાંબા સમયથી ટેકનોલોજી તૈયાર કરી રહ્યું છે અને તેને આગળ વધારવા માટે સૈદ્ધાંતિક મંજૂરીની રાહ જોઈ રહ્યું છે.

એક્સચેન્જે પ્રક્રિયા કેવી રીતે ચાલશે તે અંગે સરકાર-નિયમનકારોને અનેક રજૂઆતો કરી હતી. બેંકો, વોલ્ટ્સ, જથ્થાબંધ વેપારીઓ, રિટેલર્સ, આયાતકારો, નિકાસકારો વગેરે સહિત વિવિધ પ્રકારના સહભાગીઓ આ ઇકોસિસ્ટમમાં કેવી રીતે ભાગ લેશે. સમગ્ર વેપાર ત્રણ તબક્કામાં કરવામાં આવશે જેમાં ફિઝિકલ સોનાથી EGR માં રૂપાંતર, EGR નું ટ્રેડિંગ અને ફરીથી EGR નું ફિઝિકલ સોનામાં રૂપાંતરણ શામેલ છે.

ગોલ્ડ ઇજીઆરને ફિઝિકલમાં ટ્રાન્સફર કરી શકાશે
પાટિલના જણાવ્યા મુજબ, શેરની જેમ, આ EGRs ડીમેટ સ્વરૂપે રાખવામાં આવશે અને જરૂર પડે ત્યારે ફિઝિકલ સોનામાં રૂપાંતરિત કરી શકાય છે. ફિઝિકલ સોનામાં વેપારને સક્ષમ કરવા માટે, EGRs (ફિઝિકલ સોના દ્વારા સમર્થિત) સ્ટોક એક્સચેન્જોમાં વેપાર અને પતાવટ કરવામાં આવશે.

5 ગ્રામથી એક કિલો સુધી ટ્રેડિંગ શરૂ થઇ શકશે
વાયદો શરૂ કરવા માટે બીએસઈ એવો પ્લાન કરી રહ્યું છે કે 1 કિલો અને 100 ગ્રામ EGR લોન્ચ કરવાની યોજના બનાવી શકે છે અને તેને ફિઝિકલ સોનામાં રૂપાંતરિત કરી શકાય છે. રિટેલ રોકાણકારોને આકર્ષવા માટે, 50 ગ્રામ, 10 ગ્રામ અને 5 ગ્રામના નાના વોલ્યુમ સાથે EGR પણ તબક્કાવાર શરૂ કરવામાં આવશે.

ફિઝિકલમાંથી EGRમાં ટ્રાન્સફર માટે ડિલિવરી સેન્ટર
ગ્રાહક નક્કી કરેલા ડિલિવરી સેન્ટરમાં ફિઝિકલ સોનું જમા કરીને ફિઝિકલ સોનાને EGR માં રૂપાંતરિત કરી શકે છે. સેબી દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકાના આધારે એક્સચેન્જો વોલ્ટ સર્વિસ પ્રોવાઇડર્સ (VSPs) ને ગાઇડ કરશે.

અન્ય સમાચારો પણ છે...