તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવર્ણ તક:ધનિક દેશોમાં લૉકડાઉન ખૂલ્યા બાદ રોકાણની તકોમાં ફરી વૃદ્ધિ

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાર્ડવેર-સોફ્ટવેર તેમજ મેન્યુફેક્ચરિંગમાં ઝડપી ગ્રોથ

અમેરિકા, યુરોપ સહિત વિશ્વના ઘણા સમૃદ્ધ દેશોમાં લોકડાઉન બાદ અર્થતંત્ર ઝડપભેર આગળ વધવા લાગ્યું છે. લોકો ઘરની બહાર નીકળી ખર્ચ કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાની રેસ્ટોરન્ટમાં ભીડ વધી રહી છે. અમેરિકાના શોપિંગ મોલ્સ ઈન્સેન્ટિવ ચેકની મદદથી ધનવાન થયેલા લોકોની ભીડથી સજ્જ છે. મેના મધ્યમાં ખુલ્યા બાદ બ્રિટનના થિયેટર્સ ફરી એકવાર ધમધમી રહ્યા છે. અર્થાત લોકોની ખરીદ શક્તિ વધી છે.

એ જોતાં ઉદ્યોગોએ મોટી સંખ્યામાં રોકાણ કરવાનું શરૂ કર્યુ છે. અમેરિકામાં મશીનો, ફેક્ટરીઓ જેમ કે હાર્ડવેર અને સોફ્ટવેર બંને પર કંપનીઓના મૂડીગત ખર્ચ (કેપેક્સ) 15 ટકાના વાર્ષિક દરે વધી રહ્યા છે. વિશ્વના અન્ય દેશોની કંપનીઓ પણ ખર્ચમાં વધારો કરી રહી છે. મોર્ગન સ્ટેનલી બેન્કનું માનવું છે કે, વિશ્વવ્યાપી રોકાણ આગામી વર્ષના અંત સુધીમાં મંદીના પૂર્વ સ્તરથી વધીને 121 ટકા સુધી વધશે.

કન્સલ્ટન્સી ફર્મ ઓક્સફોર્ડ ઇકોનોમિક્સનો અંદાજ છે કે, કેપેક્સમાં તેજી માટે હાલ સુવર્ણ તક છે. જ્યારે રિસર્ચ કંપની આઇએચએસ માર્કિટના જણાવ્યા અનુસાર, વિશ્વમાં વાસ્તવિક નિશ્ચિત રોકાણ આ વર્ષે 6 ટકાથી વધુના દરે વૃદ્ધિ કરશે. વર્તમાન આશાવાદ રોગચાળાના અગાઉના નિયમોથી થોડો વિપરિત છે. અમેરિકામાં જીડીપીના હિસ્સા તરીકે ઘરેલુ ઉદ્યોગોમાં કુલ રોકાણ 1980ના દાયકાના પ્રારંભથી જ નબળું રહ્યું છે.

2007-09ના નાણાકીય સંકટ પછી, વૈશ્વિક રોકાણોને વાસ્તવિક દ્રષ્ટિએ પોઝિટીવ વલણ મેળવવામાં બે વર્ષ લાગ્યાં હતાં. કેપેક્સની અંદાજીત વૃદ્ધિ જોતાં, વૈશ્વિક અર્થવ્યવસ્થા 2010ના પુનરાવર્તનનો સામનો કરી શકશે નહીં. આગામી એકાદ વર્ષમાં મોટા ભાગના સેક્ટરમાં પોઝિટીવ ગ્રોથ જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...