રિઝર્વ બેન્કની સ્પષ્ટતા કેન્દ્રને ના ગમી:મોંઘવારી-બેરોજગારી પર RBIના પગલાંથી કેન્દ્ર સરકારમાં નારાજગી

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમયસર નિર્ણય લીધા હોત તો મોંઘવારી કાબૂમાં રાખવી શક્ય બની હોત!

મોંઘવારી અને બેરોજગારી પર નિયંત્રણ મેળવવામાં રિઝર્વ બેન્કની નિષ્ફળતાથી સરકાર ભારે નારાજ છે. રિઝર્વ બેન્કની સ્પષ્ટતાથી કેન્દ્ર સરકાર સંતુષ્ટ નથી. કહેવાય છે કે જો રિઝર્વ બેન્કે વ્યાજદરો પર સમયસર નિર્ણયો કર્યા હોત તો મોંઘવારી કાબુમાં આવી ગઈ હોત.

સૂત્રો અનુસાર આરબીઆઈએ નિર્ણયો લેવાની ગતિ વધારવાની જરૂર હતી. સરકારે મોંઘવારી દરનું લક્ષ્ય 6 ટકાથી નીચે નક્કી કર્યો હતો પણ કેન્દ્રીય બેન્ક આ લક્ષ્યને પ્રાપ્ત ન કરી શકી. કહેવાય છે કે બેરોજગારી પર કાબૂ મેળવવા વ્યાજદરો ઓછા રખાયા હતા. જો વ્યાજદરો વધારાયા હોત તો રોજગારની તકો ઘટી જતી.

બીજી તરફ, સરકાર કહે છે કે મોંઘવારીને લીધે ગુજરાત, હિમાચલની ચૂંટણી પર માઠી અસર થઈ રહી છે. સાથે જ દેશમાં પણ નકારાત્મક માહોલ બની રહ્યો છે. આરબીઆઈ અને સરકાર વચ્ચે નીતિઓને લઈને ખેંચતાણ પહેલીવાર નથી.

આ પહેલા પણ રઘુરામ રાજન અને ઉર્જિત પટેલના ગવર્નર કાળમાં મતભેદ થયા હતા. જોકે વર્તમાન ગવર્નર શક્તિકાંત દાસ સાથે તુલનાત્મક રીતે સરકારના સંબંધો સારા છે. વર્તમાન ગવર્નર સાથે મતભેદનો એક મુદ્દો ડૉલરની તુલનાએ રૂપિયો નબળો થવો પણ છે. સરકાર તેનાથી ખુશ નથી. જોકે આરબીઆઈ ગવર્નર કહે છે કે રૂપિયો ભલે ડૉલરની તુલનાએ નબળો થયો છે પણ તેનાથી કોઈ મોટા ઉતાર-ચઢાવ આવ્યા નથી.

સમિતિના સભ્યો ટિપ્પણી કરી નહીં શકે
આરબીઆઈએ નાણાકીય સમિતિના સભ્યો પર નાણાકીય નીતિની બેઠક બાદ અને પહેલા ટિપ્પણી કરવા પ્રતિબંધ મૂકી દીધો છે. કહેવાય છે કે સમિતિના સભ્યો બેઠકના 7 દિવસ પહેલા અને 7 દિવસ પછી સુધી કોઈ વિષય પર ટિપ્પણી નહીં કરી શકે. બેઠકના 7 દિવસ બાદ પણ જો તે કંઈ બોલશે તો તે વ્યક્તિગત વિચાર જ વ્યક્ત કરી શકશે. બેઠકનો એજન્ડા, મિનિટ્સ વગેરે પર કોઈ પણ વાત ફક્ત સત્તાવાર રીતે જ જાહેર કરાશે.

અન્ય સમાચારો પણ છે...