રાહત:RBIએ બેન્કો માટે દેવાની મર્યાદા વધારી 31 માર્ચ કરી

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસ મહામારીના પગલે આર્થિક અનિશ્ચિતતાઓમાં થઈ રહેલી વૃદ્ધિને ધ્યાનમાં લેતાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ લિક્વિડિટીની અછતો પૂર્ણ કરવા માટે બેન્કોની દેવાની સુવિધામાં છ મહિનાનો વધારો કર્યો છે. આરબીઆઈએ માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી સ્કીમ અંતર્ગત શિડ્યુલ બેન્કો માટે દેવાની મર્યાદા નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટી 2 ટકાથી વધારી 3 ટકા કરી છે. આ સુવિધા 30 જૂન, 2020 સુધી ઉપલબ્ધ હતી. બાદમાં તેમાં વધારો કરી 30 સપ્ટેમ્બર, 2020 કરી હતી.

જો કે, હવે 31 માર્ચ, 2021 સુધી લંબાવાઈ છે. બેન્કોની લિક્વિડિટી જરૂરિયાતો પૂરી કરવા ઉપરાંત તેમની એલસીઆર જરૂરિયાતોને પહોંચી વળવાના હેતુ સાથે આ રાહત પ્રદાન કરવામાં આવી છે. 31 માર્ચ, 2021 સુધી છ મહિના માટે એમએસએફમાં રાહતોનો દોર જારી રાખવા નિર્ણય લીધો છે. વધુમાં જણાવ્યુ હતુ કે, 1.49 લાખ કરોડની મર્યાદા કરતાં વધુ છે. બેન્કો લિક્વિડિટી કવરેજ રેશિયો (એલસીઆર) માટે હાઈ ક્વોલિટી લિક્વિડ એસેટ્સ તરીકે ક્વોલિફાઈ થયેલી હોવી જોઈએ.

એમએસએફ અંતર્ગત બેન્કો સ્ટેચ્યુરી લિક્વિડિટી રેશિયો (એસએલઆર) દ્વારા ઓવરનાઈટ ફંડ્સ લઈ શકે છે. એમસીએલઆર હાલ 4.25 ટકા છે. કોરોના વાયરસના કારણે નાણાકીય કટોકટી સાથે બેન્કો સહિત નાણાકીય સેક્ટર હાલ ભીંસમાં છે. સરકાર અને આરબીઆઈ બેન્કો અને નાણાકીય સંસ્થાઓને આર્થિક સહાયો પૂરી પાડવાના હેતુ સાથે સતત પ્રયાસો કરી રહી છે. નાણા મંત્રાલયે સરકારી બેન્કોમાં ત્રીજા ત્રિમાસિક દરમિયાન રૂ. 20,000 કરોડની મૂડી સહાય પ્રદાન કરવા મંજૂરી મળી હોવાનુ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...