કોરોનાના ભય વચ્ચે લોકોએ માર્ચના પહેલા બે સપ્તાહમાં બેન્કોમાંથી રૂ. 53,000 કરોડ ઉપાડી લીધા

Ahmedabad2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એમેઝોન, ફ્લિપકાર્ટ સહિતની કંપનીઓએ ડીલીવરી સેવા માર્યાદિત કરતા કેશમાં ખરીદી વધી છે
  • આગામી સમયમાં બેન્ક, ATM સુધી નહિ પહોચી શકાય તે શંકાએ લોકો વધુ પૈસા ઉપાડી રહ્યા છે

મુંબઈ: કોરોનાવાયરસનો ભય લોકોના જીવનના દરેક ભાગને અસર કરી રહ્યો છે. લોકો ઇમરજન્સીની અપેક્ષાએ બેંકો પાસેથી જંગી રકમની રોકડ ઉપાડી રહ્યા છે. રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાહેર કરેલા આંકડા મુજબ લોકોએ ચાલુ મહિનામાં 13 માર્ચના રોજ પૂરા થતાં પખવાડિયામાં બેંકો પાસેથી રૂ. 53,000 કરોડની રોકડ ઉપાડી લીધી છે જે છેલ્લા 16 મહિનામાં રોકડ ઉપાડનું આ ઉચ્ચતમ સ્તર છે. RBIના જણાવ્યા મુજબ, આટલી મોટી માત્રામાં ઉપાડ તહેવારો અથવા ચૂંટણીના સમયમાં થાય છે. 13 માર્ચ સુધી લોકોની પાસે કુલ 23 લાખ કરોડનું ચલણ હતું. અર્થશાસ્ત્રીઓ કહે છે કે ડિજિટલ વ્યવહારોમાં વધારો થયો હોવા છતાં, કટોકટીના પગલે સાવધાની અને ડર ફેક્ટરનું હાવી છે.

લોકડાઉન દરમિયાન આવશ્યક ચીજો રોકડમાં ખરીદવામાં આવશે
સ્ટેટ બેંકના ચીફ ઇકોનોમિસ્ટ એસ.કે. ઘોષે પોતાની તાજેતરની રિસર્ચ નોટમાં લખ્યું છે કે, લોકડાઉન દરમિયાન મોટા ભાગની જરૂરી ચીજો રોકડમાં ખરીદવામાં આવશે. બેંકોએ અચાનક રોકડ માંગની સ્થિતિમાં રોકડની ડિલિવરી સુનિશ્ચિત કરવી પડશે. નિષ્ણાંતોના મતે, બેંકોમાંથી રોકડ ઉપાડમાં થયેલા વધારાની અસર બેંક થાપણો પર પડે છે. નાણાકીય બજારના વધઘટ સમયે બજારમાં લિક્વિડિટીની સ્થિતિને અસર કરી શકે છે.

લોકો સ્થાનિક દુકાનદારો પાસેથી વધુ કરે છે જેના માટે રોકડ જરૂરી છે
એક્સિસ બેંકના ચીફ ઇકોનોમિસ્ટ સૌગાતા ભટ્ટાચાર્યએ કહ્યું કે લોકોને આશંકા છે કે તેઓ હાલની સ્થિતિમાં બેન્કો અને એટીએમ સુધી પહોચી શકશે કે કેમ? તેથી, સાવચેતી રૂપે લોકોએ મોટા પ્રમાણમાં રોકડનો ઉપાડ કર્યો હતો. બેંકો ઓનલાઇન વ્યવહારોને પ્રોત્સાહન આપી રહી છે પરંતુ ફ્લિપકાર્ટ જેવી ઘણી ઇ-કોમર્સ કંપનીઓ મર્યાદિત ડિલિવરી સેવા ધરાવે છે. લોકો કરિયાણા અને અન્ય જીવન જરૂરી ચીજોની ખરીદી સ્થાનિક દુકાનદારો પાસેથી વધુ કરે છે જેના માટે રોકડ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...