RBI મોંઘવારીને RBIના કમ્ફર્ટ ઝોનની અંદર લાવવા માટે તેની આગામી MPC બેઠક દરમિયાન રેપોરેટમાં વધુ 25 બેસિસ પોઇન્ટનો વધારો કરી શકે છે તેવો અંદાજ DBS ગ્રૂપ રિસર્ચે વ્યક્ત કર્યો છે. ગત વર્ષે મે મહિનાથી મોંઘવારીને અંકુશમાં લાવવા માટે RBIએ રેપો રેટમાં કુલ 250 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે.
ચાલુ વર્ષ દરમિયાન ફેબ્રુઆરી દરમિયાન વધુ 25 બેસિસ પોઇન્ટના વધારા સાથે હવે રેપો રેટ 6.50%ના સ્તરે પહોંચી ચૂક્યો છે. ડીબીએસ ગ્રૂપ રિસર્ચના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને અર્થસાસ્ત્રી રાધિકા રાવે જણાવ્યું હતું કે એપ્રિલ મહિના દરમિયાન RBI વ્યાજદરમાં 25 બેસિસ પોઇન્ટનો વધારો કરી શકે છે અને રિટેલ ફુગાવો હજુ પણ વધુ હોવાથી આ વલણ જાળવી રાખ્યું છે. જાન્યુઆરીમાં રિટેલ ફુગાવો વધીને 6.52% નોંધાયો હતો, જે ગત વર્ષે ડિસેમ્બરમાં 5.72% હતો.
રાધિકા રાવે વધુમાં જણાવ્યું હતું કે સપ્લાય સાઇડ અડચણને કારણે ફુગાવામાં થયેલા વધારાને અંકુશમાં રાખવા માટે માત્ર મોનેટરી પોલિસી પર્યાપ્ત નથી પરંતુ બીજા પણ પગલાં લેવા જરૂરી છે. ઉત્પાદન માટે સાનુકૂળ આબોહવા પણ ખૂબ જ જરૂરી છે. આબોહવા એજન્સી અનુસાર આગામી ત્રણ મહિના દરમિયાન ઉચ્ચ તાપમાન જોવા મળી શકે છે ત્યારે જૂન-જુલાઇ દરમિયાન ચોમાસુ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.
મોંઘવારી માટે આબોહવા મહત્વની ભૂમિકા ભજવશે અને કુલ વસતીના 45 ટકા લોકોને રોજગારી પૂરી પાડતા કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન પણ જરૂરી બની રહેશે. મોંઘવારી હજુ પણ લક્ષ્યાંક કરતાં વધુ છે. મોંઘવારીને અંકુશમાં લાવવા સરકારના પણ પ્રયાસો મહત્વપૂર્ણ છે. આગામી એપ્રિલમાં RBI મોંઘવારીને નિયંત્રણમાં લાવવા માટે રેપોરેટમાં 25 બેસિસ પોઇન્ટનો વધારો કરે તેવી શક્યતા છે પરંતુ ત્યારબાદ સપ્લાયમાં રહેલી અડચણોથી મોંઘવારીને જે અસર થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.