ભાસ્કર ખાસ:આરબીઆઇ ફુગાવાને અંકુશમાં લેવા વ્યાજદરમાં વધુ 0.20-0.25%નો વધારો કરી શકે

નવી દિલ્હી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગામી MPC બેઠકમાં મોંઘવારી મુદ્દે સમીક્ષા કરવામાં આવશે

રિઝર્વ બેંક આગામી મહિને મળનારી મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકમાં ફુગાવાના અનુમાનમાં વધારો કરે તેવી શક્યતા છે અને ફુગાવાને કાબૂમાં લેવા માટે વ્યાજદરમાં વધુ 0.20-0.25 ટકા વધારા અંગે પણ વિચારણા કરશે તેવું નિષ્ણાતોનું કહેવું છે. આરબીઆઈ ગવર્નરની આગેવાની હેઠળની એમપીસીની બેઠક 6થી 8 જૂન વચ્ચે મળવાની છે. જેમાં રિટેલ ફુગાવો 2-6 ટકાની રેન્જમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે MPC આગામી બેઠકમાં ફુગાવાના માહોલની સમીક્ષા કરશે. MPCએ આ મહિનાની શરૂઆતમાં ઓફ-સાયકલ મીટિંગમાં ફુગાવાના અંદાજમાં કોઈ ફેરફાર કર્યો નથી. જોકે, ગયા મહિને આરબીઆઈએ જિઓ પોલિટિકલ ઇશ્યુને કારણે ચાલુ નાણાકીય વર્ષ માટે તેના ફુગાવાના અંદાજને 4.5 ટકાના અગાઉના અનુમાનથી વધારીને 5.7 ટકા કર્યો હતો.

આ પરિબળોને ધ્યાનમાં લેતા અને 2022માં સામાન્ય ચોમાસાની ધારણા અને સરેરાશ ક્રૂડ ઓઈલની કિંમત 100 ડોલર પ્રતિ બેરલના આધારે ફુગાવો હવે 2022-23માં 5.7% રહેવાનો અંદાજ છે, Q1 6.3%, Q2 5.8%, Q3 5.4% અને Q4 5.1 ટકા અનુમાન છે. આગામી MPC મીટિંગમાં દરમાં વધારાના સંદર્ભમાં, સૂત્રોએ જણાવ્યું હતું કે તે અપેક્ષિત છે પરંતુ વધારો વિવિધ ઇનપુટ્સ પર નિર્ભર રહેશે. RBIએ 2018 ઓગસ્ટ બાદ સૌ પ્રથમ વખત તાજેતરમાં 0.40 ટકાનો વધારો રજૂ કર્યો જે 11 વર્ષમાં સૌથી વધુ વધારો હતો.

બોન્ડને વેગ આપવા નિયમો હળવા કરાશે
RBI ગવર્નમેન્ટ સિક્યુરિટીઝની માગને વેગ આપવા બેન્કો માટે રોકાણ સહિત અન્ય નિયમો હળવા કરી શકે છે. બેન્કો માટે લાગુ હેલ્ડ ટુ મેચ્યોરિટી ઈન્વેસ્ટમેન્ટના ધોરણો સરળ કરાશે. જે બેન્કોને ખોટ કર્યા વિના જ વધુ ડેટ ખરીદવા મંજૂરી આપે છે. દેશની 10 વર્ષની બોન્ડ યિલ્ડ છેલ્લા બે સેશનમાં 25 બેઝિસ પોઈન્ટ ઘટી છે. જેથી સરકાર માટે વધતો દેવાનો ખર્ચ હળવો કરવા અનેક પગલાં લઈ શકે છે. લાર્જ સ્કેલ બોન્ડ પર્ચેઝ પ્રોગ્રામ જેવા મહામારી દરમિયાન લેવામાં આવેલા પગલાં દૂર કરાશે. RBIએ વ્યાજદરોમાં ઓચિંતા કરેલા વધારા બાદથી બેન્ચમાર્ક યિલ્ડ 31 બેઝિસ પોઈન્ટ વધી હતી.

ફુગાવો RBIના ટાર્ગેટથી વધુ માટે વ્યાજ વધશે
સારા ચોમાસાના પગલે ખાદ્ય મોંઘવારી ઘટશે. આવનારા ત્રિમાસિકથી ભારતમાં માગમાં રિકવરી દેખાશે. આપણી મોંઘવારી માગ આધારીત નથી. સપ્લાય આધારીત મોંઘવારી હોવાથી ટૂંકાગાળે ઘટશે. મોંઘવારી RBIના લક્ષ્યથી વધારે છે એટલે વ્યાજદર વધશે તેવો નિર્દેશ સુનિલ સુબ્રમણ્યમે વ્યક્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...