મોંઘવારી યથાવત્ રહે તેવી શક્યતા:ફુગાવાને કાબૂમાં લેવા અને વૈશ્વિક બજારો સાથે તાલ મિલાવવા માટે RBI વધુ 35-50bps વધારો કરી શકે

મુંબઇ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોંઘવારી 7 ટકાની ઊંચી સપાટીએ રહેતા વ્યાજ વધારાનું પ્રેશર બનશે

દેશમાં ઓગસ્ટ મહિના દરમિયાન રિટેલ ફુગાવો RBIના નિર્ધારિત લક્ષ્યાંક કરતા પણ વધુ રહેતા 7 ટકા જોવા મળ્યો હતો અને સપ્ટેમ્બરમાં પણ મોંઘવારી યથાવત્ રહે તેવી શક્યતા વચ્ચે RBI તેની આગામી MPCની બેઠક દરમિયાન રેપો રેટમાં વધુ 35 BPSનો વધારો કરે તેવી સંભાવના નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યાં છે.

જુલાઇ મહિના દરમિયાન રિટેલ મોંઘવારી 6.7 ટકા રહી હતી જે ઓગસ્ટ દરમિયાન વધીને 7 ટકાના સ્તરે જોવા મળી હતી. જે વર્ષ 2022ના દરેક મહિના દરમિયાન RBIની નિર્ધારિત મર્યાદા કરતા વધુ રહ્યો હતો. ઓગસ્ટમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ખાદ્યપદાર્થોની ઉચ્ચ કિંમતને કારણે જે 7.2 ટકા રહી હતી તેને કારણે ફૂગાવો વધ્યો હતો. શહેરી વિસ્તારોમાં તે ફુગાવો 6.7 ટકા રહ્યો હતો.

ભારતીય રિઝર્વ બેન્કે આ વર્ષે અત્યાર સુધીમાં રેપો રેટમાં 140 બીપીએસનો વધારો કર્યો છે. ઓગસ્ટ મહિના દરમિયાન RBIએ રેપો રેટમાં 50 બેઝિઝ પોઇન્ટનો વધારો કર્યો હતો. જો કે ફૂગાવો 6 ટકાથી વધુના સ્તરે રહેતા વ્યાજદરોમાં હજુ પણ વધારો થાય તેવી સંભાવના છે. સ્વિસ બ્રોકરેજ UBS સિક્યોરિટીઝના મુખ્ય ભારતીય અર્થશાસ્ત્રી તનવી ગુપ્તા અનુસાર બેઝ ઇફેક્ટને ધ્યાનમાં રાખતા, સપ્ટેમ્બર મહિનામાં હજુ પણ ફુગાવો વધે તેવી સંભાવના છે, પરંતુ ઓક્ટોબરથી તેમાં સુધારો જોવા મળે તેવી શક્યતા છે. જેને કારણે મોંઘવારીને અંકુશમાં રાખવા માટે RBI સખત વલણ અપનાવતા રેપોરેટમાં વધુ 35 બેઝિઝ પોઇન્ટનો વધારો કરશે.

વર્ષ 2023 દરમિયાન માર્કેટ નિષ્ણાંતોના મતે રિટેલ ફુગાવો 6.7 ટકાના સ્તરે રહેશે. બાર્ક્લેસ સિક્યોરિટીઝ ઇન્ડિયાના મુખ્ય અર્થશાસ્ત્રી રાહુલ બજોરિયાના અભિપ્રાય પ્રમાણે રિટેલ અને જથ્થાબંધ ફુગાવામાં વધારો તે RBIની MPC સમિતિને સતત બદલાતી કિંમતોના ટ્રેન્ડ પર નજર રાખવા માટેની જરૂરિયાતને દર્શાવે છે તેમજ તેને ધ્યાનમાં રાખીને MPC 30 સપ્ટેમ્બરની બેઠકમાં રેપોરેટમાં વધુ 50 BPSનો વધારો કરી શકે છે.

કોર ક્ષેત્રનો ફુગાવો ઓગસ્ટમાં 5.8 ટકા
સરકારે મોંઘવારીને કાબૂમાં રાખવા માટે ખાસ કરીને સ્થાનિક સ્તરે કિંમતો પર અંકુશ લાદવા માટે કણકી ચોખાની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે તેમજ ચોખાની અનેકવિધ શ્રેણીઓની નિકાસ પર 20 ટકા ડ્યૂટી લાદી છે. જો કે કોર ફુગાવો ઓગસ્ટમાં 5.8% રહ્યો હતો જે ચિંતાનો વિષય છે. જ્યારે ઇંધણ ફુગાવો 5.6%થી ઘટીને 5.2% નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...