• Home
 • Business
 • RBI Governor Shaktikant Das's press conference at 10 a.m., big announcement on economy likely

RBIએ ફરી આપી રાહત / 30 લાખની હોમ લોન પર 724 રૂપિયા EMI ઘટશે, કોઇપણ પ્રકારના લોનનો હપ્તો ચૂકવવા વધુ 3 મહિના સુધી છૂટ આપી

X

 • 2020-21ના પ્રથમ છ મહિનામાં ગ્રોથ નેગેટિવ રહેવાનું અનુમાન
 • કોરોનાના સંકટની વચ્ચે બે મહિનામાં RBI ગવર્નરની ત્રીજી પ્રેસ કોન્ફોરન્સ
 • અત્યાર સુધીમાં અર્થવ્યવસ્થામાં તેજી લાવવા અને લિક્વિડિટી વધારના ઉપાયોની જાહેરાત કરી ચૂક્યા ગવર્નર
 • રેપો રેટ હવે 4% થયો અને તેના સાથે રિવર્સ રેપો રેટને 3.35% સુધી કરાયો
 • આગામી સમયમાં બેન્કો બચત પરનો વ્યાજદર પણ ઘટાડી શકે છે

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 06:07 AM IST

નવી દિલ્હી. ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)એ લૉકડાઉન વચ્ચે અર્થતંત્ર માટે બીજો બૂસ્ટર ડોઝ આપ્યો છે. રેપો અને રિવર્સ રેપો રેટ શુક્રવારે અનપેક્ષિત રીતે 0.4% ઘટાડી દેવાયો. રેપો રેટ હવે 4% અને રિવર્સ રેપો રેટ 3.35% થઈ ગયો છે. આ બંને દરનું આ અત્યાર સુધીનું સૌથી નીચલું સ્તર છે. આ દર 20 વર્ષ પહેલાં 2000માં અસ્તિત્ત્વમાં આવ્યા હતા. બેન્કોએ જો આરબીઆઈના નિર્ણયનો સંપૂર્ણ લાભ લોકો સુધી પહોંચાડ્યો તો 20 વર્ષના સમયગાળાની 30 લાખ રૂ. સુધીની હોમ લોનની ઇએમઆઈ 724 રૂપિયા ઘટી જશે. આ મુદ્દતની જ એક કરોડ રૂ.ની હોમ લોનની ઈએમઆઈ 2446 રૂ. જ ઘટી જશે. તેની સાથે જ આગામી દિવસોમાં બેન્કો બચત પર પણ વ્યાજદર ઘટાડી શકે છે. લૉકડાઉન પછી રિઝર્વ બેન્કે બીજી વખત નાણાકીય નીતિ સમિતિની બેઠક નક્કી સમય પહેલાં યોજી હતી.
હોમ લોન: 20 વર્ષની 1 કરોડ  રૂ.ની લોન પર 2446 રૂ. EMI ઘટશે

રકમ સમયગાળો વર્તમાન વ્યાજદર જૂનો EMI નવા વ્યાજદર નવી EMI તફાવત
30 લાખ 20 વર્ષ 7.35% 23,893 6.95% 23,169 724
75 લાખ 20 વર્ષ 7.60% 60,879 7.20% 59,051 1828
1 કરોડ 20 વર્ષ 7.70% 81,787 7.30% 79,341 2,446

ઓટો લોન: 10 લાખ રૂપિયાની લોન પર 198 રૂપિયા બચશે

રકમ સમયગાળો વર્તમાન વ્યાજદર જૂનો EMI નવા વ્યાજદર નવી EMI તફાવત
5 લાખ 7 વર્ષ 7.95% 7,781 7.55% 7,681 100
10 લાખ 7 વર્ષ 7.95% 15,561 7.55% 15,363 198

(હોમ અને ઓટો લોનના ઇએમઆઈની ગણતરી એસબીઆઈના દરના આધારે કરાઈ છે. જુદી-જુદી બેન્કોના વ્યાજદરમાં 1થી 1.5%નો તફાવત રહે છે.)
લોનનો હપ્તો ચૂકવવામાં હવે ઓગસ્ટ સુધી છૂટ 
બેન્કો પાસેથી લોન લેનારાઓને મોટી રાહત આપતાં આરબીઆઈએ મોરેટોરિયમ 3 મહિના વધારી દીધું છે. હવે 31 ઓગસ્ટ સુધી દરેક પ્રકારની ટર્મ લોનનો હપ્તો ચૂકવવામાં રાહત મળશે. અગાઉ આ છૂટ માર્ચથી મે સુધી હતી. જોકે, આ દરમિયાન મૂળ રકમ પર વ્યાજ લાગવાના કારણે ઈએમઆઈની સંખ્યા વધી જશે.

રાહત: રાજ્ય 13,300 કરોડ વધારાની રકમ ઉપાડી શકશે  
રાજ્યોને વધારે સંસાધનો ઉપલબ્ધ કરાવવા RBIએ કન્સોલિડેટેડ સિન્કિંગ ફંડમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં રાહત આપી છે. રાજ્યોને વધુ 13,300 કરોડ રૂ. મળી શકશે. 

આશંકા: 2020-21માં વૃદ્ધિદર નકારાત્મક રહી શકે છે
કોરોના સંકટને જોતાં RBIએ આશંકા વ્યક્ત કરી છે કે નાણાકીય વર્ષ 2020-21માં જીડીપીનો વૃદ્ધિ દર નકારાત્મક રહી શકે છે. 
PMI 11 વર્ષના નીચલ સ્તરે

 • કોરોનાવાઈરસના કારણે અર્થવ્યવસ્થાને નુકસાન થયું છે. એપ્રિલમાં ગ્લોબલ મેન્યુફેકચરિંગ PMI ઘટીને 11 વર્ષના નીચલા સ્તરે પહોંચ્યો હતો. ડબલ્યુટીઓના જણાવ્યા મુજબ, વિશ્વમાં કારોબાર આ વર્ષે 13-32 ટકા સુધી ઘટી શકે છે.
 • બે મહીનાના લોકડાઉનથી દેશમાં આર્થિક ગતિવિધિઓ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. ઈન્ડસ્ટ્રીવાળા ટોપ-6 રાજ્યોના મોટા ભાગના વિસ્તારો રેડ અને ઓરેન્જ ઝોનમાં છે. આ રાજ્યોની ઈન્ડસ્ટ્રીઓનું આર્થિક ગતિવિધિઓમાં 60 ટકા કન્ટ્રીબ્યુશન હોય છે.
 • કોરોનાની અસરને જોતા 2020-21ના પ્રથમ છ મહિનામાં GDP ગ્રોથ નેગેટિવ રહેવાનું અનુમાન છે. બીજા છ મહિનામાં કેટલીક તેજી આવી શકે છે.
 • RBI સતત સ્થિતિ પર નજર રાખી રહી છે. ઈકોનોમિના તમામ સેગમેન્ટ પર અમારી ટીમની નજર છે. ફેબ્રુઆરીમાં અમે કહ્યું હતું કે કોરોનાના કારણે ગ્લોબલ ગ્રોથમાં ઘટાડો આવશે. ત્યારથી RBIએ લિક્વિડિટીના મુદ્દે ઘણા નિર્ણયો કર્યા છે. 

છેલ્લા બે મહિનામાં ત્રીજી પ્રેસ કોન્ફોરન્સ

કોરોનાવાઈરસ સંબંધી મુશ્કેલીને દુર કરવા માટે છેલ્લા બે મહિનામાં આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ આ ત્રીજી પ્રેસ કોન્ફોરન્સ કરશે. આરબીઆઈના ગવર્નરે પ્રથમ પ્રેસ કોન્ફોરન્સ 27 માર્ચ અને બીજી પ્રેસ કોન્ફોરન્સ 17 એપ્રિલે કરી હતી. આ બંને પ્રેસ કોન્ફોરન્સમાં ગવર્નરે અર્થવ્યવસ્થામાં તેજી લાવવા અને બેન્કિંગ સેકટરમાં લિક્વિડિટી વધારવા માટે ઘણા ઉપાયોની જાહેરાત કરી હતી.

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી