તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • RBI Bans MasterCard; Will Not Be Able To Issue Credit, Debit And Prepaid Cards To New Customers

મધ્યસ્થ બેન્કનું કડક વલણ:RBIએ માસ્ટર કાર્ડ પર પ્રતિબંધ મુક્યો;નવા ગ્રાહકોને ક્રેડિટ, ડેબિટ અને પ્રીપેડ કાર્ડ ઈશ્યુ કરી શકશે નહીં

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ RBIએ અમેરિકન એક્સપ્રેસ બેન્કિંગ કોર્પ અને ડાઈનર્સ ક્લબ ઈન્ટરનેશનલ લિમિટેડ પર પ્રતિબંધ મુક્યો હતો

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ પેમેન્ટ સિસ્ટમ ડેટા સ્ટોરેજ કરવાને લગતા તેના નિયમોનું પાલન નહીં કરવા બદલ કડક વલણ અપનાવતા માસ્ટરકાર્ડ એશિયા પેસિફિક પર 22 જુલાઈથી નવા ક્રેડિટ, ડેબિટ અને પ્રીપેડ કાર્ડ ગ્રાહકોને ઈશ્યુ કરવા પર પ્રતિબંધ મુકી દીધો છે. અલબત આ સાથે મધ્યસ્થ બેન્કે સ્પષ્ટતા પણ કરી છે કે માસ્ટરકાર્ડના વર્તમાન ગ્રાહકોને કોઈ અસર થશે નહીં.અત્રે ઉલ્લેખનીય છે કે માસ્ટરકાર્ડ ભારતમાં પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ ધારા,2007 (PSS ધારો) હેઠળ કાર્ડ નેટવર્કનું સંચાલન કરનાર પેમેન્ટ સિસ્ટમના અધિકૃત ઓપરેટર છે.

RBIએ જણાવ્યું હતું કે માસ્ટરકાર્ડ સામે કાર્યવાહી કરવામાં આવી છે. કંપનીને પૂરતો સમય અને તકો આપ્યા બાદ પણ તે પેમેન્ટ સિસ્ટમ ડેટા સ્ટોરેજ કરવા અંગેના દિશા-સૂચનોનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે. મધ્યસ્થ બેન્કે કંપનીને કહ્યું છે કે તમામ કાર્ડ ઈસ્યુ કરનારી બેન્કો તથા નોન-બેન્કને આ આદેશનું પાલન કરવાનું રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે 6 એપ્રિલ 2018ના રોજ પેમેન્ટ સિસ્ટમ ડેટાના સ્ટોરેજ અંગે RBIના પરિપત્ર મારફતે તમામ સિસ્ટમ પ્રોવાઈડર્સને આદેશ આપવામાં આવ્યો હતો કે તે છ મહિનાના સમય ગાળામાં તેના દ્વારા સંચાલિત પેમેન્ટ સિસ્ટમને લગતો સંપૂર્ણ ડેટા ફક્ત ભારતમાં જ ઉપલબ્ધ સિસ્ટમમાં જ સ્ટોર કરે. આ અંગે કેટલા પ્રમાણમાં પાલન થયું છે તે અંગે મધ્યસ્થ બેન્કને માહિતી આપવા પણ કહેવામાં આવ્યું હતું. આ ઉપરાંત છ મહિનાના સમયગાળામાં CERT-Inની યાદીમાં સમાવેશ ધરાવતા ઓડિટર દ્વારા એક બોર્ડ દ્વારા મંજૂર સિસ્ટમ ઓડિટને લગતો રિપોર્ટ પણ રજૂ કરવાનો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ RBIએ અમેરિકન એક્સપ્રેસ બેન્કિંગ કોર્પ તથા ડાઈનર્સ ક્લબ ઈન્ટરનેશનલ લિમિટેડને ડેટા સ્ટોરેજને લગતા માપદંડોનું પાલન નહીં કરવા બદલ પહેલી મેથી જ પોતાના કાર્ડ નેટવર્ક પર નવા ઘરેલું ગ્રાહકોને જોડવા પર પ્રતિબંધ મુકી દીધો હતો.