તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:કાચામાલના ભાવ 35% વધતા કોરૂગેટેડ ઇન્ડ.ને ફટકો

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગુજરાત કોરૂગેટેડ બોક્સના ઉત્પાદનમાં ટોચના સ્થાને, વાર્ષિક 15000 કરોડનો વેપાર

કોરૂગેટેડ બોક્સમાં વપરાતા કાચા માલની કિંમતોમાં છેલ્લા ત્રણ માસમાં સરેરાશ 30-35 ટકાનો જંગી વધારો થયો છે જેના કારણે ઉત્પાદકોએ નવા ઓર્ડર લેવાનું બંધ કર્યું છે. દેશમાં ગુજરાત કોરૂગેટેડ ઇન્ડસ્ટ્રીઝના મેન્યુફેક્ચરિંગમાં ટોચનું સ્થાન ધરાવે છે. વાર્ષિક સરેરાશ 15000 કરોડની ઇન્ડસ્ટ્રીઝને કાચા માલની કિંમતો વધતા અંદાજે 2500-3000 કરોડનું નુકસાન થયું હોવાનું ઉદ્યોગ સૂત્રો જણાવે છે. કોરોના મહામારીના કારણે અનેક સેક્ટરને ફટકો પડ્યો છે. ઉત્પાદન સાથે આયાત-નિકાસ વેપાર ખોરવાતા પેકેજિંગ સેક્ટરના સૌથી મોટા કોરૂગેટેડ ઇન્ડસ્ટ્રીઝને મોટા પાયે નુકસાની પહોંચી છે.

ગુજરાતમાં 1600થી વધુ ઉદ્યોગો કોરૂગેટેડ બોક્સનું મેન્યુફેક્ચરિંગ કરી રહ્યાં છે. બોક્સ ઉત્પાદનના કાચા માલમાં સૌથી વધુ વપરાશ રિસાયકલ પેપરનો થાય છે જે વિશ્વના મોટા ભાગના દેશોમાં લોકડાઉનના કારણે આયાત થઇ શક્યો નથી પરિણામે પેપર મિલોએ કિંમત 30-35 ટકા વધારી દીધી છે. કોરૂગેટેડ બોક્સ ઇન્ડસ્ટ્રીઝના 3-6 મહિના અગાઉ ઓર્ડર બુક થઇ રહ્યાં છે જ્યારે કાચા માલની કિંમતમાં ગમે ત્યારે બદલાવ આવી રહ્યો છે જેના કારણે ઉદ્યોગને નફાના માર્જિન પર અસર થઇ રહી છે. અત્યારે નફાની સામે નુકસાનીનો બોજ સહન કરવો પડી રહ્યો છે. વેપારને વેગ આપવા સ્થાનિક ઇન્ડસ્ટ્રીઝે ઓટોમેટેડ મશીનરી તરફ ડાઇવર્ટ થવું જ પડશે તેમ એફઆઇએના સેક્રેટરી અજીત શાહે જણાવ્યું હતું.

કોરૂગેટેડ બોક્સ ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતમાં અંદાજે પાંચ લાખ લોકોને સીધી-આડકતરી રીતે રોજગારી પૂરી પાડી રહ્યું છે. દેશમાં ગુજરાત ટોચના સ્થાને છે. ગુજરાતમાં થતા કુલ ઉત્પાદનમાંથી 5-7 ટકા માલ યુરોપ, ઓસ્ટ્રેલિયા તથા મિડલ ઇસ્ટમાં નિકાસ થઇ રહ્યો છે. સેક્ટર વાર્ષિક ધોરણે 14 ટકાના દર સાથે આગળ વધી રહ્યું છે.

ચીન સાથે તણાવના કારણે આયાત-નિકાસને અસર
ચીન સાથે ચાલી રહેલા જિયો પોલિટીક ઇશ્યૂના કારણે ચીને વેસ્ટ પેપર આયાત ઉપર જાન્યુઆરી 2021થી પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ચાઇઝીન પેપર મીલો વેસ્ટ પેપર સપ્લાયમાં વિદેશમાં મોટા પાયે ભાગ ભજવી રહી છે તેને અસર થશે. ગુજરાતની ઇન્ડસ્ટ્રીઝ ચીનમાં દર મહિને ક્રાફ્ટ પેપરની 1.5 લાખ ટનની નિકાસ કરી રહી છે.

કોરુગેટેડ મશીનરીમાં ભારત આત્મનિર્ભર
દેશમાં અંદાજે 3500-4000 કોરૂગેટેડ બોક્સ બનાવતી મેન્યુફેક્ચરીંગ કંપનીઓ છે જેમાં વપરાતી મશીનરીમાં 80 ટકા મશીનરી ભારતમાં જ બની રહી છે. ટેક્નોલોજીના યુગમાં હવે મોટા ભાગની કંપનીએ ઉત્પાદન કામગીરી વધારવા અને ખર્ચમાં બચત કરવા માટે ઓટોમેટેડ મશિનરી તરફ ડાઇવર્ટ થવું પડશે. આ સેક્ટરમાં પણ વિદેશી કંપનીઓ રોકાણ કરવા નજર દોડાવી રહી છે. સાણંદમાં જાપાનની કંપની પ્લાન્ટ સ્થાપી દૈનિક ધોરણે 2.25 લાખ મીટરનું ઉત્પાદન કરી રહી છે.
કોરુગેટેડ બોક્સ ઉત્પાદનમાં ગુજરાત મોખરે
કોરૂગેટેડ બોક્સ ઇન્ડસ્ટ્રીઝમાં ગુજરાત ટોચનું રાજ્ય છે. ત્યારબાદ મહારાષ્ટ્ર, તામિલનાડુ અને બંગાળનો ક્રમ આવે છે. ગુજરાતમાં બની રહેલા બોક્સ પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝમાં વપરાય છે. દેશમાં વપરાશ હિસ્સો 90-95 ટકા છે. સૌથી વધુ વપરાશ ફુડ-બેવરેજિસ તથા વેજિટેબલ્સ-ફ્રુટના પેકિંગમાં થાય છે. કાચા માલની કિંમતો ઘટે તો જ ઉદ્યોગ ટકી શકે તેમ છે. - પ્રહલાદ પટેલ, પ્રમુખ, કોરૂગેટેડ બોક્સ મેન્યુ. એસો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો