તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Rakesh Jhunjhunwala Investments Update; India's Big Bull Planning To Invest Rs 260 Crore In Low Cost Aakash Aviation Sector

Big Bull હવે આકાશમાં:રાકેશ ઝુનઝુનવાલા ચાર વર્ષમાં 70 એરક્રાફ્ટ સાથે લો-કોસ્ટ નવી એરલાઇન્સ શરૂ કરશે

2 મહિનો પહેલા

શેરબજારમાં બિગ બુલ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલા (RJ) સ્ટોક માર્કેટ પછી હવે દેશના એવિયેશન સેક્ટરમાં એક મોટો દાવ રમવાની તૈયારીમાં છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે, રાકેશ ઝુનઝુનવાલા લો-કોસ્ટ એરલાઈન્સમાં રોકાણની યોજના બનાવી રહ્યા છે. લોકોની વધતી જતી હવાઈ મુસાફરીને ધ્યાનમાં રાખીને રાકેશ ઝુનઝુનવાલા આગામી ચાર વર્ષમાં 70 એરક્રાફ્ટ સાથે લો-કોસ્ટ એરલાઈન્સ શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ યોજના માટે તેમની વિદેશી રોકાણકારો સાથે પણ વાતચીત ચાલી રહી છે. માનવામાં આવે છે કે આ વેન્ચરમાં RJ અંદાજે રૂ. 260 કરોડનું રોકાણ કરશે.

RJની લો-કોસ્ટ 'આકાશ'
રાકેશ ઝુનઝુનવાલા ભારતમાં જે લો-કોસ્ટ એરલાઈન્સ શરૂ કરવાનું વિચારી રહ્યા છે એનું નામ 'આકાશ એર' રાખવામાં આવશે. આ નવી એરલાઈન્સમાં ડેલ્ટા એરલાઈન્સના પૂર્વ સિનિયર એક્ઝિક્યુટિવ જેવી આખી ટીમ રાખવામાં આવશે. આ ટીમ એ ફ્લાઈટનું મેનેજમેન્ટ સંભાળશે જે એક વખતમાં 180 લોકો વિમાનની મુસાફરી કરશે.

શું છે આખો પ્લાન?
દેશમાં હવાઈ જહાજથી મુસાફરી કરનારા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ ટ્રેન્ડમાં વધારો થવાની શક્યતા છે. રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા આગામી 4 વર્ષમાં 70 એરક્રાફ્ટની સાથે એક નવી એરલાઈન કંપની શરૂ કરવાનું વિચારી રહ્યા છે. ઝુનઝુનવાલા નવી એરલાઈન્સ કંપનીમાં 3.5 કરોડ ડોલર (રૂ. 260 કરોડ)નું રોકાણ કરશે. આ એરલાઈન્સમાં તેઓ તેમની 40 ટકા ભાગીદારી રાખશે. આગામી 15 દિવસમાં રાકેશ ઝુનઝુનવાલા ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય પાસેથી આ વિશે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ પણ મેળવી લે એવી શક્યતા છે.

એરલાઈન્સ સેક્ટરના અન્ય દિગ્ગજો પણ જોડાય એવી શક્યતા
રાકેશ ઝુનઝુનવાલા અને એક વિદેશી રોકાણકાર સિવાય આ સંપૂર્ણ યોજનામાં એવિયેશન ઈન્ડસ્ટ્રીના અમુક દિગ્ગજો પણ જોડાય એવી શક્યતા છે. એમાં જેટ એરવેઝના પૂર્વ વાઈસ-પ્રેસિડન્ટ અને ગો એરના પૂર્વ સીઓઓ પ્રવીણ અય્યર અને ગોએરમાં રેવન્યુ મેનેજમેન્ટના હેડ રહેલા અરવિંદ શ્રીનિવાસન પણ સામેલ થાય એવી શક્યતા છે.

પહેલાં પણ એવિયેશન સેક્ટરમાં રોકાણ કરી ચૂક્યા છે RJ
નોંધનીય છે કે આ પહેલાં પણ રાકેશ ઝુનઝુનવાલા એવિયેશન સેક્ટરમાં થોડું રોકાણ કરી ચૂક્યા છે. સ્પાઈસ જેટ એરવેઝમાં તેમની 1 ટકા ભાગીદારી છે. આ સિવાય ગ્રાઉન્ડેડ એરલાઈન્સ કંપની જેટ એરવેઝમાં પણ તેમનો 1 ટકા હિસ્સો છે. જોકે તેમને ભારતીય અર્થવ્યવસ્થામાં સારી રિકવરીની પૂરતી આશા છે. તેમનું કહેવું છે કે ભારતીય બજારમાં તેજી ચાલુ રહેશે અને ટૂંક સમયમાં મોંઘવારી પણ કાબૂમાં આવશે.

એવિયેશન સેક્ટરમાં વધી રહી છે માગ
RJનું માનવું છે કે ભારતમાં મધ્યમ આવક ધરાવતો બહુ મોટો વર્ગ લો-કોસ્ટ એરલાઈન્સની મદદ લઈ રહ્યો છે. તેમનું કહેવું છે કે જો સારી સુવિધા મળે તો લોકો એક નવી લો-કોસ્ટ એરલાઈન્સમાં યાત્રા કરવાનું ચોક્કસ પસંદ કરશે. RJનું કહેવું છે કે કોઈ કંપનીની સારી છબિ બનાવવા માટે તેમના સ્ટાફનું મનોબળ ઊંચું રાખવા માટે એક નવી સંસ્થા બનાવવી જોઈએ. RJએ કહ્યું હતું કે તેમને ભારતીય એવિયેશન સેક્ટરમાં સંપૂર્ણ વિશ્વાસ છે.

કોરોનાને કારણે અસર
કોરોના સંકટ પહેલાં પણ ભારતમાં એરલાઈન્સ કંપનીઓનો વેપાર ઘણો પ્રભાવિત થયો છે. દેશમાં સ્થાનિક કરિયર મુદ્દે બીજા નંબર પર રહેલી કિંગફિશર એરલાઈન્સ લિમિટેડનું વર્ષ 2012માં કામ બંધ થઈ ગયું હતું. જ્યારે જેટ એરવેઝ લિમિટેડનું વર્ષ 2019માં કોલેપ્સ કરવામાં આવી હતી, જેને તાજેતરમાં જ ફરી ઉડાન ભરવાની મંજૂરી મળી છે. કોરોના સંક્રમણને કારણે સમગ્ર દુનિયામાં એર ટ્રાવેલ્સ પર અસર થઈ છે. ભારતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને કારણે સંકટ વધારે ખેંચાય એવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...