• Gujarati News
  • Business
  • Owner Of D Mart Joins 100 Richest People In The World, Net Worth Of Std 12 Pass Person Reaches Rs 1.42 Lakh Crore In 35 Years

રાધાકિશન દામાણીની સફળતાની કહાની:D-Martના માલિક વિશ્વના 100 અમીરોમાં સામેલ થયા, ધો.12 પાસ વ્યક્તિની નેટવર્થ 35 વર્ષમાં થઈ 1.42 લાખ કરોડ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓછા ભાવમાં ગ્રોસરીનો સામાન ખરીદવો હોય તો આપણામાંથી મોટા ભાગના લોકોની પ્રથમ પસંદગી ડી-માર્ટ જ હોય છે. એની શરૂઆત વર્ષ 2002માં મુંબઈના પવઈ વિસ્તારમાંથી થઈ હતી. આજે સમગ્ર દેશમાં કંપનીના 238 સ્ટોર્સ છે. સફળતાની કહાની રચનાર આ કંપનીને એક સફળ રોકાણકારે બનાવી, જેમણે શેરબજારના બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા પણ પોતાના ગુરુ માને છે. લાઈમલાઈટથી ઘણા દૂર રહેનારા આ બિઝનસમેનનું નામ રાધાકિશન દામાણી છે.

તેમને લોકો RDના નામથી પણ ઓળખે છે. સફેદ કપડાંની પસંદગીને કારણે ઘણા લોકો તેમને મિસ્ટર વ્હાઈટ એન્ડ વ્હાઈટના નામથી પણ બોલાવે છે. 80ના દાયકામાં 5000 રૂપિયાની સાથે ઊતરેલા દામાણીની નેટવર્થ આજે 1.42 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના જણાવ્યા મુજબ, તે હાલ વિશ્વના 98મી સૌથી અમીર વ્યક્તિ છે.

રાધાકિશન દામાણીની સફળતાની કહાની ક્યાંથી શરૂ થઈ? કઈ રીતે તેઓ સફળ રોકાણકારમાંથી સફળ બિઝનેસમેન બન્યા? કઈ રીતે બદલાતા ભારતમાં હાઈપર માર્કેટ ચેન સેક્ટરમાં બૂમ લાવ્યા? અને કઈ રીતે સામાન્ય લાગતી વ્યક્તિએ પોતાની કંપનીના રોકાણકારોને જોરદાર ફાયદો પહોંચાડ્યો...ચાલો જાણીએ...

લાઈમલાઈટથી દૂર, સામાન્ય જિદગી
મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ, રાધાકિશન દામાણી હવે શાકાહારી ડાયટ ફોલો કરે છે. આ સિવાય તેઓ પ્રત્યેક કુંભમાં ગંગામાં નાહવા પણ જાય છે. તેઓ લન્ચ પછી મુંબઈના ચર્ચગેટ, એક ઈન્ડસ્ટ્રી પાસે આવેલી નાની દુકાન પર પાન ખાવા જાય છે. દામાણી સફેદ કપડાં એટલા માટે પસંદ કરે છે, કારણ કે દિવસની શરૂઆતમાં તેમને એને લઈને કોઈ મૂંઝવણ ન થાય. વર્ષ 2000 પહેલાં દામાણીએ શેરમાર્કેટ ટ્રેડિંગ છોડ્યું અને રિટેલ કારોબારમાં પગલું માંડ્યું.

5000 રૂપિયાથી શરૂ કર્યું શેર ટ્રેડિંગ
1985-86માં પિતા શિવકિશન દામાણીના મૃત્યુ પછી તેમણે નુકસાનમાં ચાલી રહેલા બોલબેરિંગ બિઝનેસને બંધ કર્યો. તેમના પિતા શેરબ્રોકર હતા, તો બાળપણથી જ તેમને માર્કેટની થોડી સમજણ હતી. ભાઈ ગોપીકિશન દામાણીની સાથે મળીને સંપૂર્ણ ફોકસ શેરમાર્કેટ પર કર્યો. 5000 રૂપિયાથી રોકાણની શરૂઆત કરી અને આજે વિશ્વના સૌથી અમીરોના લિસ્ટમાં 98મા ક્રમે પહોંચ્યા છે.

હર્ષદ મેહતા કૌભાંડ પછી થયો ભારે પ્રોફિટ
આ દરમિયાન તેમણે 1992માં થયેલા હર્ષદ મહેતા કૌભાંડનો સમય પણ જોયો. મીડિયા રિપોર્ટના જણાવ્યા મુજબ, એ સમયે દામાણીએ એક વાત કહી હતી કે જો હર્ષદ મહેતા સાત દિવસ વધુ પોતાની લોન્ગ પોઝિશન હોલ્ડ કરી લેત, તો મારે વાડકો લઈને રસ્તા પર ઊતરવું પડત.

આવું તેમણે એટલા માટે કહ્યું હતું કે હર્ષદ મહેતાએ શેરબજારમાં તેજી પર દાવ લગાવ્યો હતો, જ્યારે દામાણીએ માર્કેટ પડવા પર દાવ લગાવ્યો હતો. જોકે કૌભાંડથી વાત પ્રકાશમાં આવતાં જ બજાર તૂટ્યું હતું, જેને પગલે દામાણીને જબરદસ્ત પ્રોફિટ થયો.

દામાણી માટે રોકાણકાર તરીકે 1995નું વર્ષ સારું રહ્યું. જ્યારે રોકાણકારો સરકારી બેન્કોમાં પૈસા લગાવી રહ્યા હતા ત્યાં દામાણીએ સસ્તા વેલ્યુએશનમાં મળનારી કંપનીમાં લાંબા સમય સુધી રોકાવાની ફોર્મ્યુલા અપનાવતાં HDFC બેન્કના IPOમાં પૈસા લગાવ્યા. આ કારણે તેમને ઘણો ફાયદો થયો.

2002માં શરૂ કર્યો પ્રથમ ડી-માર્ટ સ્ટોર
1999માં તેમણે નવી મુંબઈના નેરુલમાં અપના બજારની એક ફ્રેન્ચાઈઝીની શરૂઆત કરી, જોકે તેમને આ મોડલ જામ્યું નહિ. આગળ જતાં 2002માં તેમણે મુંબઈના પવઈ વિસ્તારમાં ડી-માર્ટનો પ્રથમ સ્ટોર ખોલ્યો. હવે સમગ્ર દેશમાં કંપનીના 238 સ્ટોર્સ છે.

ડી-માર્ટમાં માર્જિનની જગ્યાએ વધુ વોલ્યુમ પર ભાર મૂક્યો
ડી-માર્ટની સફળતાની ફોર્મ્યુલા પર વાત કરવામાં આવે તો કંપનીએ માર્જિનની જગ્યાએ વોલ્યુમ પર ભાર મૂક્યો. સફળતાની મહત્ત્વની વાત એ છે કે કંપની તેના સપ્લાયરને 7-10 દિવસમાં પેમેન્ટ કરે છે. જ્યારે આ જ સેગમેન્ટની અન્ય કંપનીઓ સપ્લાયરને 20-30 દિવસમાં પેમેન્ટ કરે છે. ખાસ વાત એ છે કે કંપની જ્યાં પણ તેનો સ્ટોર્સ શરૂ કરે છે ત્યાં સ્ટોર ડી-માર્ટનો જ હોય છે, એટલે કે કંપની સ્ટોર્સને ભાડેથી લેતી નથી.

અન્ય સમાચારો પણ છે...