તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Question: Allegedly, After FPO Will You Get Interest Soy For Free ?; Baba Ramdev's Answer: If It Was Free, Adani Or MNC Would Have Bought It

ભાસ્કર વિશેષ:સવાલ: આરોપ છે કે, FPO બાદ રુચિ સોયા તમને મફત પડશે?; બાબા રામદેવનો જવાબ: મફતના ભાવે હોય તો અદાણી કે MNCએ ખરીદી લીધી હોત

નવી દિલ્હી10 દિવસ પહેલાલેખક: સ્કન્દ વિવેક ધર
  • કૉપી લિંક
  • કંપનીની વેલ્યૂ વધારવા રામદેવે પોતાની ફેસવેલ્યૂ ઉમેરી છેઃ બાબા રામદેવ

બેન્કરપ્સી પ્રક્રિયામાંથી રૂચિ સોયા ખરીદી તેને નફાકારક બનાવ્યા બાદ બાબા રામદેવ કંપનીની ફોલોઓન પબ્લિક ઓફર લઈ આવી રહ્યા છે. જેના મારફત રૂ. 4300 કરોડ એકત્ર કરવાની દરખાસ્ત છે.તેમની યોજના અંગે તેઓએ દૈનિક ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી વિસ્તૃત માહિતી આપી હતી.

  • હાલમાં એનસીએલટીમાં અનેક એવા કેસો છે, જેમાં બેન્કોના લેણાંમાંથી 95 ટકા ઓછી રકમ લઈ કંપની કોઈપણ પક્ષમાં વેચી શકાય. શું તમને લાગે છે કે, આ ખોટુ છે, તેમાં બદલાવ કરવો જોઈએ?

આ અત્યંત ગંભીર અને સંવેદનશીલ મુદ્દો છે. અમે કોઈ વિવાદમાં પડવા માગતા નથી. પરંતુ અમારું માનવુ છે કે, બેન્કોને વધુને વધુ પેમેન્ટ મળવુ જોઈએ. બેન્કોની પાસે જે રકમ છે તે રાષ્ટ્રીય સંપત્તિ છે. અને રાષ્ટ્રીય સંપત્તિનુ સહેજ પણ નુકસાન થવું જોઈએ જ નહિં.

  • રુચિ સોયા મામલે બેન્કોએ રૂ. 5300 કરોડની હેરકટ લઈ તમને રૂ. 4350 કરોડમાં કંપની વેચી તેનુ તથ્ય શું છે?

તે તદ્દન ખોટો આરોપ છે. અમે પારદર્શિતા સાથે બિડિંગ પ્રોસેસ મારફત કંપની ખરીદી હતી. અમે રૂચિ સોયા માટે જે ચૂકવણી કરી છે તે અત્યારસુધીની એનસીએલટી પ્રોસેસમાં પતંજલિની સૌથી વધુ રકમ છે. અમે કોઈ અતિક્રમણ કર્યુ નથી. અદાણી જેવી કંપની પ્રતિસ્પર્ધામાં હતી. જો નફો થઈ રહ્યો હોત તો અદાણી તેને કેવી રીતે છોડી દેતાં. ઈર્ષ્યા અને દ્વેષવશ કોઈ કંઈ પણ કહે તો બધાનુ મોઢું અમે બંધ કરાવી શકીએ નહિં.

  • રુચિ સોયાના એફપીઓ મારફત એકત્રિત ફંડનો ઉપયોગ શેમાં કરશો?

તેમાંથી 60 ટકા રકમ દેવા ચૂકવણી પેટે કરીશું. અમારો હેતુ કંપનીને દેવામુક્ત બનાવવાનો છે. બાકીની રકમનો ઉપયોગ અમે કંપનીના વિસ્તરણમાં કરીશું. રુચિ સોયાને માર્કેટ લીડર બનાવવા માગીએ છીએ. અમારૂ સ્વપ્ન 2025 સુધીમાં રુચિ સોયાને યુનિલિવર કરતાં પણ મોટી કંપની બનાવવાનંુ છે. તેના માટે અમે સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ પણ કરાવી રહ્યા છીએ.

  • સ્ટોક માર્કેટમાં પતંજલિ જૂથની અન્ય કંપનીઓના લિસ્ટિંગની કોઈ યોજના છે?

રુચિ સોયાના લિસ્ટિંગ સાથે, અમે મૂડી બજારો માટેના માર્ગ ખોલી દીધા છે. હવે પછી અમે પતંજલિને પણ લિસ્ટિંગ કરાવવા માગીએ છીએ. જો કે, આ માટે હજી સુધી કોઈ અંતિમ તારીખ નક્કી કરવામાં આવી નથી.

  • પતંજલિ જૂથ એફએમજીસી, આયુર્વેદ, પર્સનલ કેર વગેરે બિઝનેસમાં છે. આગામી સમયમાં અન્ય કયાં સેગમેન્ટમાં પ્રવેશ કરવાની યોજના છે?

અત્યારે આવો કોઈ વિચાર નથી. પતંજલિ ગ્રૂપની 22 કંપનીઓ છે. અમે તેમને જ મજબૂત બનાવીશું. અમે પામ ઓઈલનું પ્લાન્ટેશન કરવા જઈ રહ્યા છીએ. પામ વાવણી લાયક જમીન ત્રણ ગણું ઓઈલ ઉત્પાદન કરે છે. તેના માટે અમે તેલંગાણા, આસામમાં ગ્રાઉન્ડ વર્ક શરૂ પણ કર્યું છે.

  • આરોપ છે કે, રૂચિ સોયા માટે તમારે માત્ર રૂ. 1100 કરોડ જ ચૂકવવા પડ્યા હતા, બાકીની 3250 કરોડ તમને બેન્કોએ રૂચિ સોયાના શેરના બદલામાં લોન આપી હતી. રૂચિ સોયાના શેરનો ભાવ રૂ. 3.5થી વધી રૂ. 1100થી વધુ થયો છે. હવે શેરનો એફપીઓ લાવી તમે રૂ. 4300 કરોડ એકત્ર કરવા માગો છો. આ રીતે તમને રૂચિ સોયા મફતમાં મળી?

મફતની હોત તો અદાણી ખરીદી લેતાં. કોઈ એમએનસી ખરીદી લેતી. તેઓ પણ કતારમાં હતા. કંપનીની વેલ્યૂ બેકારની વાતો કરવાથી વધતી નથી. પર્ફોમન્સ આપવાથી વધે છે. અમે એક કમોડિટી કંપનીને એફએમસીજી કંપનીમાં પરાવર્તિત કરી છે.

પતંજલિએ પોતાની બ્રાન્ડ વેલ્યૂ તેમાં દાવ પર લગાવી હતી. સ્વામી રામદેવે પોતાની ફેસવેલ્યૂ પણ ઉમેરી હતી. કંપનીની વેલ્યૂ બનાવવા માટે પતંજલિએ પોતાના તમામ પ્રયાસો કર્યા હતા. ત્યારે તેની વેલ્યૂ ક્રિએટ થઈ છે. જે લોકો આવી વાતો કરી રહ્યા છે, તેઓ સામાજિક, આર્થિક, અને રાષ્ટ્રીય અપરાધ કરી રહ્યા છે. લોકતંત્રમાં તમામને બોલવાનો અધિકાર છે.

અન્ય સમાચારો પણ છે...