તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જોબ આઉટલુક:ક્યુ-2માં પબ્લિક એડમિન અને એજ્યુકેશન સેક્ટરમાં સૌથી વધુ નોકરીઓ મળશે

મુંબઈ17 દિવસ પહેલા
 • કૉપી લિંક

આ વર્ષે પ્રથમ ત્રિમાસિકમાં દેશના ઔદ્યોગિક સેક્ટરમાં 30 ટકા નોકરીઓ વધી છે. અને બીજા ત્રિમાસિક (એપ્રિલ-જૂન)માં પણ તેમાં 9 ટકા વૃદ્ધિ રહેવાનો આશાવાદ છે. દેશના ટોચના રિક્રુટમેન્ટ પ્લેટફોર્મે 2021ના બીજા ત્રિમાસિકના આઉટલુકમાં પોઝિટીવ વલણ દર્શાવ્યુ છે. જે અનુસાર, એપ્રિલ-જૂન ત્રિમાસિક દરમિયાન દેશના તમામ સાત ટોચની ઈન્ડસ્ટ્રીમાં નોકરીઓ વધવાનો આશાવાદ છે. આ જોબ પ્લેટફોર્મ્સે 2500થી વધુ એમ્પ્લોયર્સ સાથે ચર્ચા કરી આ આઉટલુક તૈયાર કર્યો છે.

આશરે 77 ટકા કંપનીઓ અને સંસ્થાઓનુ માનવુ છે કે, જો પરિસ્થિતિ સામાન્ય રહી તો વર્ષના અંત સુધી ભરતી પ્રક્રિયા પ્રિ-કોવિડના સ્તરે પહોંચશે.

ટીમલીઝ ડોટકોમ અને ફ્રેશર્સવર્લ્ડ ડોટકોમના વાઈસ પ્રેસિડન્ટ અને બિઝનેસ હેડ કૌશિક બેનરજીએ જણાવ્યુ હતુ કે, 2020ના અંતિમ ત્રિમાસિકની તુલનાએ 2021ના પ્રથમ ત્રિમાસિકમાં પર્ફોર્મન્સ સારા રહ્યા છે. આ દરમિયાન જોબ પોસ્ટિંગમાં 30 ટકાની વૃદ્ધિ થઈ છે. વર્તમાન ત્રિમાસિકમાં પણ આ ગતિ જળવાઈ રહેવાનો આશાવાદ છે. આઉટ સર્વે અનુસાર, એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં ઈન્ટેન્ટ ટુ હાયર 7 ટકા વધવાનો આશાવાદ છે. જે 21 સેક્ટર્સમાં સર્વે હાથ ધરાયો હતો, તેમાંથી 8માં ઈન્ટેન્ટ ટુ હાયર 9-11 ટકા છે.

ગ્લોબલ એમ્પ્લોયમેન્ટ પ્લેટફોર્મ મેનપાવરના આઉટલુક અનુસાર, 2021ના બીજા ત્રિમાસિકમાં ભરતી 9 ટકા વધવાની શક્યતા છે. ઈન્ડિયા ઈન્કે પોતાના રિક્રુટમેન્ટ પ્લાનમાં આગામી મહિનામાં વૃદ્ધિની યોજના બનાવી છે. બીજા ત્રિમાસિકમાં જોબ માર્કેટમાં તેજી આવતાં પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને એજ્યુકેશન બાદ સર્વિસ સેક્ટર પ્રમુખ રહેશે.

સમસ્યાઓ વધી છે, જો કે, ગત લૉકડાઉન કરતાં સ્થિતિ સુધારા પર જોબ માર્કેટ પર અસર થશે
જો કે, દેશના ટોચના જોબ માર્કેટમાં લોકડાઉનના લીધે સમસ્યાઓ આવી રહી છે. તેમ છતાં કોરોનાની પહેલી લહેર કરતાં સ્થિતિ સુધારા પર છે. ગતવર્ષમાંથી આપણે ઘણુ બધુ શીખ્યા છીએ. અને પડકારોનો સામનો કરવા સજ્જ બન્યા છે. આઈટી, એજ્યુટેક, ફિનટેક, મેડિકલ, ફાર્માસ્યુટીકલ્સ, લાઈફસાયન્સ, ઓટોમોટિવ, મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ભરતી જારી છે. ગતવર્ષે સમાન ત્રિમાસિકમાં મોટાભાગની કંપનીઓએ ભરતી પ્રક્રિયા ટાળી હતી. જો કે, આ વખતે માગ વધી છે. > કૌશિક બેનરજી, વાઈસ પ્રેસિડન્ટ એન્ડ બિઝનેસ હેડ, ટીમલીઝ ડોટકોમ અને ફ્રેશર્સવર્લ્ડ ડોટકોમ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો