તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ખરીફ સીઝન:ખરીફ પાકોનું ઉત્પાદન 14.45 કરોડ ટન થવાનો અંદાજ: સરકાર

નવી દિલ્હી8 દિવસ પહેલા
  • કૉપી લિંક

2020-21 ખરીફ સીઝનમાં કોરોના વાયરસ મહામારી છતાં રાજ્યમાં વાવેતર વિસ્તારમાં વધારો થવાની સાથે અનાજનું ઉત્પાદન રેકોર્ડ 14.45 કરોડ ટન થશે તેવો અંદાજ કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમારે દર્શાવ્યો છે. સત્તાવાર માહિતી અનુસાર ખાદ્ય અનાજનું ઉત્પાદન વર્ષ 2019- 20 ની ખરીફ સીઝનમાં 14.34 કરોડ ટન રહ્યું હતું. અત્યારે ખરીફ પાકની લણણી ચાલી રહી છે ચોખા મુખ્ય ખરીફ પાક છે.

ઉદ્યોગ સંસ્થા સીઆઈઆઈ દ્વારા આયોજીત ડિજિટલ સંમેલનમાં તોમારે જણાવ્યું કે ગત વર્ષ કરતા અનાજનું ઉત્પાદન સારું રહેશે પ્રારંભિક અંદાજ મુજબ અનાજનું ઉત્પાદન 2020-21 ખરીફ સીઝનમાં 14.45 કરોડ ટન થવાનો અંદાજ છે.

શેરડી અને કપાસ જેવા રોકડીયા પાકનું ઉત્પાદન પણ વધવાની સંભાવના છે. કોરોના મહામારી હોવા છતાં ખરીફ પાકના વાવેતર વિસ્તારમાં આ વર્ષે 4.51 ટકાનો વધારો થઇને 1121.75 લાખ હેક્ટરમાં નોંધાયું છે. વાવેતર વિસ્તારમાં વધારો થયો છે પરંતુ અમુક રાજ્યોમાં ભારે વરસાદના કારણે નુકસાની પણ પહોંચી છે જેના કારણે ધારણા મુજબ ઉત્પાદનમાં વધારો થશે નહિં. કૃષિ ભારતીય અર્થવ્યવસ્થાનો આધારસ્તંભ છે. નાણાંકીય વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન આ ક્ષેત્રમાં 4.4 ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે. જ્યારે કુલ અર્થવ્યવસ્થામાં આ ગાળામાં ઘટાડો જોવા મળ્યો હતો.

નવા ફાર્મ કાયદાઓ અંગે જણાવ્યું હતું કે સુધારા અંગે ખેડુતોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે અને તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશભરમાં લઘુતમ ટેકાના ભાવે તેમજ મંડીઓની ખરીદી ચાલુ રહેશે. ખેડૂતોને ઉપજના પુરતા ભાવ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવથી ખરીદી શરૂ કરી દેવામાં આવી છે. આગામી સમયમાં નવા માલોની આવકો કેવી રહે છે તેના પર પણ નવા પાકનો અંદાજ નક્કી થશે. નિકાસને પણ વેગ મળી રહ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો