કાર મોંઘી થશે:1લી એપ્રિલથી BS 6-II કારનું ઉત્પાદન, ભાવ 50 હજાર વધશે

નવી દિલ્હી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • BS 6-I કારનો સ્ટોક પૂરો ન થાય ત્યાં સુધી વેચાણ

ઓટોમોબાઇલ કંપનીઓ પહેલી એપ્રિલથી BS-6 II ઉત્સર્જન માનકો અનુસાર જ કારનું ઉત્પાદન કરશે. તેને કારણે કારની કિંમતમાં 15-50 હજાર રૂપિયાનો વધારો થશે. સાથે જ, એન્ટ્રી લેવલના ટૂ-વ્હીલર્સ પણ 10% મોંઘા થશે તેમજ કોમર્શિયલ વાહનોની કિંમત પણ 5% સુધી વધી શકે છે. ઓટોમોબાઇલ નિષ્ણાત સંજીવ ગર્ગ અનુસાર કિંમતમાં વધારો મૉડલ અને એન્જિનની ક્ષમતા પર નિર્ભર રહેશે.

અગાઉ 1 એપ્રિલ, 2020ના રોજ જ્યારે BS 6-I માનક લાગૂ કરાયું હતું, ત્યારે કારની કિંમતમાં 50-90 હજાર રૂપિયાનો વધારો થયો હતો. બીએસ 6-II માનક ‘રિયલ ડ્રાઇવિંગ એમિશન્સ’ (આરડીઇ)ના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમાં ઉત્સર્જનનું રિયલ ટાઇમમાં મોનિટરિંગ થશે. નવા માનકથી માર્કેટમાં મળનારી કારો યુરો 6 સ્ટેજના ઉત્સર્જન માનકોને સમકક્ષ થશે. કંપનીઓ જૂના માનકો પ્રમાણે કારનું ઉત્પાદન કરી શકશે નહીં. પરંતુ કંપનીઓ પહેલાથી તૈયાર આ પ્રકારની કાર સ્ટોક ખાલી ન થાય ત્યાં સુધી વેચી શકશે.

કંપનીઓએ કારમાં આ ફેરફાર કરવાના રહેશે

  • બીએસ 6-II કારમાં એવા ઉપકરણો લગાવવા પડશે, જેની મદદથી કાર ચલાવવા દરમિયાન એમિશન લેવલની જાણ થઇ શકશે.
  • કારના કેટેલિક કન્વર્ટર તેમજ ઓક્સિજન સેન્સર્સમાં રિયલ ટાઇમ મોનિટરિંગ સિસ્ટમ લગાડાશે, જે ઉત્સર્જનનું સ્તરની ચેતવણી આપશે.
  • કંપનીઓએ કારોના હાર્ડવેર તેમજ સોફ્ટવેરમાં ફેરફાર કરવા પડશે, જેમાં સેમી કન્ડક્ટર્સ અપગ્રેડ પણ સામેલ છે.

અનેક મૉડલોનું ઉત્પાદન બંધ થઇ જશે
ગર્ગે જણાવ્યું કે બીએસ 6- II માનક લાગુ થવાથી નાની કારો, ખાસ કરીને ડીઝલ એન્જિન કારોનો ખર્ચ વધશે. 1.5 લિટર સુધીનું નાનું એન્જિન ધરાવતી કારમાં તેને લાગુ કરવું વધારે મુશ્કેલ થશે. દરમિયાન, 1 એપ્રિલથી અનેક મોડલોનું ઉત્પાદન બંધ થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...