રિયલ એસ્ટેટ / અમદાવાદ સહિતના નોન મેટ્રો શહેરોના રિટેલ સેક્ટરમાં પ્રાઇવેટ ઇક્વિટીનું રોકાણ વધ્યું

Private equity investment in retail sector of non-metro cities including Ahmedabad increased
X
Private equity investment in retail sector of non-metro cities including Ahmedabad increased

  • યુએસ અને કેનેડા સ્થિત પ્રાઇવેટ ઇક્વિટીનું રોકાણ વધ્યું
  • 2020 સુધીમાં આ ક્ષેત્રે રોકાણ 3,600 ડૉલર થવાની ધારણા

divyabhaskar.com

May 20, 2019, 05:47 PM IST

અમદાવાદ: પાછલા અમુક વર્ષોમાં સીધા વિદેશી રોકાણ માટેની નીતિઓમાં ફેરફાર થવાના પગલે રીયલ એસ્ટેટમાં રિટેલ સેક્ટરમાં ખાસ કરીને નોન મેટ્રો શહેરોમાં પ્રાઇવેટ ઇક્વિટીનું રોકાણ ઘણું વધ્યું છે. એનારોક પ્રોપર્ટી કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લીમીટેડના તાજેતરના રીપોર્ટ મુજબ પ્રાઇવેટ ઇક્વિટી રોકાણકારોએ પોતાના કુલ રોકાણનો અડધો ભાગ છેલ્લા ચાર વર્ષમાં અમૃતસર, અમદાવાદ, ભુવનેશ્વર, ચંદીગઢ, ઇન્દોર અને મોહાલી જેવા ટાયર 2 અને 3 શહેરોના રિટેલ સેક્ટરમાં રોક્યો છે. 2015-2018 ની વચ્ચે ભારતીય રિટેલ સેક્ટરમાં પ્રાઇવેટ ઇક્વિટી કુલ રોકાણ 1.84 અબજ ડોલર હતું, આમાંથી, 2017-2018 ની વચ્ચે લગભગ 1.2 અબજ ડોલર રોકાણ કરવામાં આવ્યું છે. યુએસ અને કેનેડા સ્થિત પ્રાઇવેટ ઇક્વિટી ફંડ્સે રિટેલ સેક્ટરમાં 1.13 અબજ ડૉલરથી વધુનું રોકાણ કર્યું છે, જે ઉદ્યોગ પર તેમના વિશ્વાસ દર્શાવે છે. તેમના દ્વારા 2020 સુધીમાં આ ક્ષેત્રે રોકાણ 3,600 ડૉલરની સપાટીએ પહોંચશે તેવી ધારણા છે.

મોટા પ્રાઇવેટ ઇક્વિટી ફંડ્સે નાના શહેરોમાં વધુ ઉજળી તકો જોઈ

યુએસના બ્લેકસ્ટોન અને ગોલ્ડમૅન સૅશે 2015 અને 2018 ની વચ્ચે ભારતીય રિટેલ સેક્ટરમાં 1 અબજ ડોલરથી વધુનું રોકાણ કર્યું હતું. આમાંથી 700 મિલિયન ડોલરથી વધુ ટાયર 2 અને 3 શહેરોમાં રોક્યા હતા. નાના શહેરોમાં સંગઠિત રિટેલ ક્ષેત્રની તંગી હોવા છતાં મોટા પ્રાઇવેટ ઇક્વિટી ફંડ્સે નાના શહેરોમાં વધુ ઉજળી તકો જોઈ છે. યુએઈ, સિંગાપોર અને નેધરલેન્ડના રોકાણકારોએ આ સમયગાળા દરમિયાન ભારતીય રિટેલમાં રસ દર્શાવ્યો હતો અને તેમાં 800 મિલિયન ડોલરનું રોકાણ કર્યો હતો.

2. ભાડા અને નફાકારકતામાં પણ વધારો થયો

એનારોક કેપિટલના મેનેજીંગ ડિરેક્ટર શોભિત અગરવાલે કહ્યું કે, કોમર્શિયલ ઓફિસ ક્ષેત્રથી વિપરીત, રિટેલમાં સફળતા તેના લક્ષિત ગ્રાહકોની ખર્ચ શક્તિ પર આધારિત છે. તેના પરિણામ રૂપે, ટાયર 2 અને 3 શહેરોમાં શોપિંગ મોલ્સે તેમનું ટાયર 1 સમકક્ષ પ્રદર્શન કર્યું છે. આનાથી ભાડા અને નફાકારકતામાં પણ વધારો થયો અને પ્રાઇવેટ ઇક્વિટી રોકાણકારોએ તેમના ભૌગોલિક ક્ષેત્રની બહાર રોકાણ વિકલ્પોને ધ્યાનમાં લેવાનું શરૂ કર્યું.

3. ભવિષ્યમાં આ શહેરોના રિટેલ સેક્ટરમાં ફંડિંગ ઇન્ફ્યુશન વધશે

એનારોક રીટેલના મેનેજીંગ ડિરેક્ટર અનુજ કેજરીવાલે જણાવ્યું કે, અમદાવાદ, ભુવનેશ્વર, રાંચી, કોચી, લખનઊ, સુરત અને અમૃતસર જેવા શહેરો રિટેલ ગ્રોથ હબ છે જ્યાં આગામી વર્ષોમાં ભારતીય રિટેલ સેક્ટરમાં વૃદ્ધિની સંભાવના વધુ છે. હકીકતમાં, વૈશ્વિક રિટેલર્સ હવે ચંદીગઢ, લખનૌ અને જયપુર જેવા કેટલાક શહેરોને પણ ધ્યાનમાં લઈ રહ્યા છે. ભવિષ્યમાં આ શહેરોના રિટેલ સેક્ટરમાં ફંડિંગ ઇન્ફ્યુશન વધવાની અપેક્ષા રાખવાનાં દરેક કારણો છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી