દેશનું રિફાઇનિંગ ક્ષેત્ર છેલ્લા કેટલાક સમયથી બે ભાગમાં વહેંચાયેલું જોવા મળ્યું છે. ખાનગી રિફાઇનર્સ તેમના નફામાં વધારો કરવા સસ્તું રશિયન ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યા છે જ્યારે સરકારી રિફાઇનરી કંપનીઓ તેમના વાર્ષિક કરાર મુજબ ક્રૂડ ઓઇલ ખરીદી રહી છે. બીજી તરફ ખાનગી રિફાઈનરો મોટા ભાગનું ક્રૂડ વિદેશી બજારોમાં વેચીને મોટો નફો કમાઈ રહ્યા છે જ્યારે સરકારી માલિકીની કંપનીઓ ભારતમાં જ તેલ વેચી રહી છે તે પણ કિંમતોની મર્યાદા સાથે આવી સ્થિતિમાં સરકારી રિફાઈનરી કંપનીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે.
24 ફેબ્રુઆરીથી ભારતે રશિયા પાસેથી સરેરાશ 62.5 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલ ખરીદ્યું છે. માર્ચમાં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ખાનગી રિફાઇનર્સનું સ્થાનિક વેચાણ 10 ટકા હતું જે હવે ઘટીને માત્ર 7 ટકા થયું છે. ભારતીય કંપનીઓ રશિયા પાસેથી ખરીદીને યુરોપને ઈંધણ વેચી રહી છે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે ત્યારથી મોટાભાગના પશ્ચિમી દેશો રશિયન ક્રૂડ ખરીદવાનું ટાળી રહ્યા છે.
રશિયાથી ક્રૂડની આયાત 3 ગણી વધી
24 ફેબ્રુઆરીથી ભારતે રશિયા પાસેથી લગભગ 62.5 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલ ખરીદ્યું છે. 2021માં આ આંકડો સમાન સમયગાળામાં ખરીદેલા ક્રૂડ તેલની તુલનામાં લગભગ 3 ગણો છે. આના કારણે 2022ના પ્રથમ 5 મહિનામાં ભારતની તેલની નિકાસ પાછલા વર્ષની સરખામણીમાં 15 ટકા વધી છે.
સરકારી કંપનીને પેટ્રોલમાં લિટરે 17નું નુકસાન
ખાનગી રિફાઇનર્સનું સ્થાનિક વેચાણ 10 ટકા હતું જે હવે ઘટીને માત્ર 7 ટકા થયું છે. સ્થાનિક વેચાણમાં ઘટાડો થયો છે અને વિદેશમાં તેલની નિકાસ કરીને જંગી નફો થઈ રહ્યો છે. સ્થાનિકમાં વેચાણથી સરકારી કંપનીઓને ડીઝલ પર પ્રતિ લિટર રૂ. 20 અને પેટ્રોલ પર 17નું નુકસાન થયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.