• Gujarati News
  • Business
  • Primary Markets Rally Against Equity Disappointment, 70% Of IPOs Listed In Two Months Earn Investors

આઈપીઓના આટાપાટા:ઇક્વિટીમાં નિરાશા સામે પ્રાઇમરી માર્કેટમાં તેજી, બે માસમાં લિસ્ટ થયેલા 70% IPOમાં રોકાણકારો કમાયા

નવી દિલ્હી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • SME-મેઇન બોર્ડમાં આવી રહેલા IPO ઓવરસબસ્ક્રાઇબ, રોકાણકર્તાને કમાણી

ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધી મેઇન બોર્ડમાં સરેરાશ 20 આઈપીઓ આવ્યા છે જેમાં 55 ટકા સાથે સૌથી વધુ પ્રિમિયમે લિસ્ટિંગ કરાવનાર ડ્રિમફોક્સ સર્વિસનો આઈપીઓ નોંધાયો છે. જોકે, છેલ્લા બે માસમાં આવેલા એસએમઇ અને મેઇનબોર્ડના 70 ટકાથી વધુ આઇપીઓમાં રોકાણકારોએ પોઝિટીવ રિટર્ન મેળવ્યું છે.

ઇક્વિટી માર્કેટમાં ભલે નિરાશા વ્યાપી હોય પરંતુ અત્યાર સુધી યોજાયેલા મોટાભાગના આઇપીઓ ઓવર સબસક્રાઇબ થયા છે. અગાઉ એપ્રિલમાં હરિઓમ પાઈપ્સે 40% પ્રિમિયમે લિસ્ટિંગ કરાવી ઈન્ટ્રા ડેના અંતે 46.86 ટકા રિટર્ન આપ્યું હતું. એરપોર્ટ સર્વિસ પ્રોવાઈડર ડ્રિમફોક્સ સર્વિસએ રૂ. 562.10 કરોડના આઈપીઓનું બમ્પર લિસ્ટિંગ કરાવી રોકાણકારોને ખરાબ સમયમાં પણ આકર્ષક રિટર્ન આપી આઇપીઓ માર્કેટમાં સંગીન સ્થિતીનો પાયો નાંખ્યો છે. બીએસઈ ખાતે 54.91 ટકાના ઉછાળા સાથે ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 326 સામે રૂ. 505 પર ખુલ્યો હતો અને ઉંચામાં 550 સુધી પહોંચ્યા બાદ અંતે 41.92 ટકાની વૃદ્ધિ સાથે 462.65 બંધ રહ્યો હતો.

જ્યારે NSE પર 56.04 ટકાના ઉછાળા સાથે રૂ. 508.70 પર લિસ્ટિંગ કરાવ્યુ છે. લિસ્ટિંગની થોડી જ ક્ષણોમાં 550ની ઓલટાઈમ ટોચે પહોંચી 68.71 ટકા રિટર્ન નોંધાયુ હતું. તામીલનાડ મર્કેન્ટાઇલ બેન્કનો આઇપીઓ બીજા દિવસે બપોર સુધીમાં રિટેલ રોકાણકારોએ રૂ. 831.60 કરોડના ઈશ્યૂ સામે 2.37 ગણું અર્થાત રૂ. 1970.89 કરોડના બીડ ભર્યા હતા. આ સાથે આઈપીઓ ફુલ્લી 1.06 ગણો ભરાયો હતો.

સેન્સેક્સ 49 ડાઉન, માર્કેટ કેપ વધી 280.36 લાખ કરોડ
મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે રોકાણકારો દ્વારા બે તરફી વોલ્યુમના કારણે મજબૂતી અટકી રહી છે. સેન્સેક્સ ઈન્ટ્રા-ડે ટ્રેડમાં 320 પોઈન્ટથી વધુ ઉછળ્યા બાદ અંતે 48.99 પોઈન્ટ ઘટી 59196.99 બંધ રહ્યો હતો નિફ્ટી 10.20 પોઈન્ટ ઘટીને 17655.60 રહ્યો છે. માર્કેટમાં સુસ્તી છતાં રોકાણકારોની મૂડી નજીવી વધી 280.36 લાખ કરોડની સપાટીએ પહોંચી છે. સેન્સેક્સ પેકમાં બજાજ ફિનસર્વ સૌથી વધુ 2.08 ટકા ઘટ્યો હતો જ્યારે કોટક મહિન્દ્રા બેન્ક, HUL, M&M, બજાજ ફાઇનાન્સ, નેસ્લે ઘટવા સામે એરટેલ, એનટીપીસી, ટાટા સ્ટીલ, રિલાયન્સ વધ્યા હતા.

માર્કેટબ્રેડ્થ પોઝિટિવ, FIIની 1145 કરોડની ખરીદીનો સપોર્ટ
માર્કેટબ્રેડ્થ પોઝિટીવ રહેવા સાથે સેન્ટીમેન્ટ હજુ સાવચેતી ભર્યું રહ્યું છે. બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 3588 પૈકી 1789 સ્ક્રીપ્સમાં સુધારો અને 1665 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ પોઝિટીવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ સાવચેતીનું રહ્યું હતું. સેન્સેક્સ પેકમાં માત્ર 9 સ્ક્રિપ્સ વધી હતી. 213 સ્ક્રીપ્સમાં વર્ષની ટોચ સામે 25 સ્ક્રીપ્સમાં વર્ષની બોટમ જોવા મળી હતી. વિદેશી રોકાણકારોની 1144.53 કરોડની નેટ ખરીદી સાથે DIIની 632.97 કરોડની ખરીદીનો સપોર્ટ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...