ડબલ ડિજિટ ગ્રોથ:વિશ્વમાં પ્રાઈમ રેસિડેન્શિયલ પ્રોપર્ટીના ભાવ વધ્યા, ભારતમાં નજીવો ઘટાડો

નવી દિલ્હી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નાઈટ ફ્રેન્ક પ્રાઈમ ગ્લોબલ સિટીઝ ઈન્ડેક્સમાં 8.2%નો વધારો

વિશ્વભરમાં પ્રાઈમ રેસિડેન્શિયલ પ્રોપર્ટીના ભાવમાં તેજી જોવા મળી છે. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ કંપની નાઈટ ફ્રેન્કના પ્રાઈમ ગ્લોબલ સિટીઝ ઈન્ડેક્સ Q2-2021 અનુસાર, વિશ્વના ટોચના 46 શહેરોમાં સરેરાશ 8.2 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. માર્ચ ત્રિમાસિકમાં આ ગ્રોથ 4.6 ટકા હતો. જો કે, ભારતના ટોચના શહેરોમાં પ્રાઈમ રેસિડેન્શિયલ પ્રોપર્ટીના ભાવો નજીવા ઘટ્યા છે.

અત્યાર સુધીમાં મેઈન પ્રોપર્ટી માર્કેટમાં મહામારીના કારણે તેજી જોવા મળી હતી. હવે પ્રાઈમ રેસિડેન્શિયલ પ્રોપર્ટીએ મેઈન માર્કેટને પાછળ પાડ્યુ છે. વિશ્વના 35 શહેરોમાં જૂન ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે પ્રાઈમ રેસિડેશન્યિલ પ્રોપર્ટીમાં વધારો નોંધાયો છે. જેમાંથી 13 શહેરોમાં ડબલ ડિજિટ ગ્રોથ જોવા મળ્યો છે. ટોરેન્ટોમાં સૌથી વધુ 27 ટકા ગ્રોથ જોવા મળ્યો છે.

દિલ્હી, મુંબઈ, બેંગ્લુરૂ જેવા દેશના ટોચના શહેરોમાં પ્રાઈમ રેસિડેન્શિયલ પ્રોપર્ટીના ભાવો વાર્ષિક ધોરણે નજીવા ઘટ્યા છે. પ્રાઈમ રેસિડેન્શિયલ પ્રોપર્ટી શહેરોની સૌથી વધુ માગ ધરાવતી અને સૌથી મોંઘી પ્રોપર્ટી છે. જેમાં સામાન્યરૂપે વિસ્તારના ટોચની 5 ટકા પ્રોપર્ટી સામેલ હોય છે.

દેશના ટોચના શહેરોમાં મુંબઇ અને દિલ્હી ટોચનું સ્થાન ધરાવે છે. કાચા માલની સતત વધી રહેલી કિંમતોના કારણે પણ રિયલ એસ્ટેટ માર્કેટમાં સુધારો આવ્યો છે. જોકે, હવે ઉપરમાં તેજી કેટલો સમય જળવાય છે તે જોવાનું રહ્યું. વ્યાજદરમાં વધુ ઘટાડો થાય તો સપોર્ટ મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...