દિવાળી પહેલા મોંઘવારીમાંથી રાહત:રોજિંદા વપરાશમાં લેવાતી વસ્તુઓના ભાવમાં ઘટાડો, સાબુથી થઈ શરૂઆત

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

તહેવારોની સિઝનમાં મોંઘવારીમાંથી થોડી રાહત મળે તેમ જણાય છે. રોજિંદા ઉપયોગની વસ્તુઓ (FMCG)ની કિંમતોમાં ઘટાડો થયો છે. શરૂઆત સાબુથી થઈ છે. હિન્દુસ્તાન યુનિલિવર (HUL) અને ગોદરેજ કન્ઝ્યુમરે બ્રાન્ડની કેટલીક વસ્તુઓની કિંમતોમાં 15% સુધીનો ઘટાડો કર્યો છે. વાસ્તવમાં, છેલ્લા કેટલાક મહિનાઓથી, પામ તેલ અને કાચા માલની કિંમતમાં ઘટાડો થવાની અસર ઘણા FMCG ઉત્પાદનો પર થવા લાગી છે.

લાઇફબૉય અને લક્સ સાબુ સસ્તા થયા
HULએ તેની લાઇફબૉય અને લક્સ બ્રાન્ડ્સની કિંમતોમાં 5%થી 11% સુધીનો ઘટાડો કર્યો છે. આ સાથે ગોદરેજ કન્ઝ્યુમર (GCPL)ના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર સમીર શાહે ભાસ્કરને જણાવ્યું કે તેમની કંપનીએ સાબુની કિંમતમાં 13-15%નો ઘટાડો કર્યો છે. ગોદરેજ નં. 1ના 100 ગ્રામના 5 સાબુનું 1 બંડલ પેક, જેની કિંમત પહેલા 140 રૂપિયા હતી, તે હવે 120 રૂપિયા કરવામાં આવી રહી છે. શાહના મતે, જો આગામી સમયમાં કાચા માલના ભાવ ઘટશે તો અન્ય ઉત્પાદનોના ભાવમાં પણ ઘટાડો થશે.

ઝડપી વૃદ્ધિને ટકાવી રાખવાની વ્યૂહરચના
હકીકતમાં, છેલ્લા કેટલાક મહિનાઓથી, રોજિંદા ઉપયોગની વસ્તુઓ (સાબુ, તેલ વગેરે)નું ઉત્પાદન કરતી કંપનીઓ વેચાણમાં ઘટાડો નોંધાવી રહી હતી. સંશોધન એજન્સી બિજોમના જણાવ્યા અનુસાર, સાબુ-ડિટરજન્ટના ઘટતા વેચાણને કારણે એફએમસીજી ઉદ્યોગના મૂલ્યમાં ઓગસ્ટની સરખામણીમાં 9.6%નો ઘટાડો થયો છે. જ્યારે શહેરી વિસ્તારોમાં માત્ર 1.1% વૃદ્ધિ જોવા મળી હતી, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં વેચાણમાં 14.3% નો ઘટાડો થયો હતો. FMCG કંપનીઓ હવે કિંમતમાં ઘટાડો કરીને તેમનું વેચાણ વધારવા માંગે છે.

અન્ય કંપનીઓ કિંમતો ઘટાડી શકે છે
બજારના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, સાબુ અને ડિટર્જન્ટ ક્ષેત્રની ટોચની કંપનીઓમાં HUL અને ગોદરેજનો સમાવેશ થાય છે, બંનેએ ભાવ ઘટાડવાનું શરૂ કર્યું છે. આ પછી, બજારમાં સ્પર્ધાના કારણે, અન્ય કંપનીઓને પણ તેમના ઉત્પાદનોની કિંમતો ઘટાડવાની ફરજ પડશે.

અન્ય સમાચારો પણ છે...