કાયદામાં ફેરફારની વિચારણા:ક્રિપ્ટોથી કમાણી પર ટેક્સની તૈયારી

નવી દિલ્હી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ક્રિપ્ટો કરન્સી પર સરકાર 30થી 40% ટેક્સ લગાવી શકે છે, બજેટમાં જાહેરાત

કેન્દ્ર સરકાર ક્રિપ્ટો કરન્સીમાં રોકાણથી થતી કમાણી પર ટેક્સ લાદવાની તૈયારીમાં છે. તે માટે આવકવેરા કાયદામાં ફેરફારની વિચારણા થઇ રહી છે. સરકાર તે અંગેના નિયમો આગામી બજેટમાં સમાવી શકે છે. રેવન્યૂ સેક્રેટરી તરુણ બજાજે કહ્યું કે કેટલાક લોકો પહેલેથી જ ક્રિપ્ટો કરન્સીથી થતી આવક પર કેપિટલ ગેઇન ટેક્સ આપી રહ્યા છે.

જીએસટીના દર પણ સ્પષ્ટ છે કે કઇ સેવા પર કેટલો જીએસટી લાગશે? અમે જોઇશું કે કાયદાની સ્થિતિમાં ફેરફાર કરી શકાય તેમ છે કે નહીં? જોકે, તે બજેટ અંતર્ગત જ કરાશે. બની શકે કે ક્રિપ્ટો ટ્રેડિંગ માટે ટીસીએસ (ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ)ની જોગવાઇ બને.

પૈસા કમાવ છો તો ટેક્સ ભરવો પડશે. કેટલાકે આને સંપત્તિ માની છે અને તેના પર કેપિટલ ગેઇન ટેક્સ આપી રહ્યા છે. ક્રિપ્ટો કરન્સી ટ્રેડિંગમાં સામેલ લોકોને ફેસિલિટેટર, બ્રોકરેજ અને ટ્રેડિંગ પ્લેટફોર્મના રૂપમાં વર્ગીકૃત કરવા અને જીએસટી લાદવા અંગે બજાજે કહ્યું કે અન્ય સેવાઓમાં પણ આવી બાબતો પહેલેથી હશે. કાયદા સ્પષ્ટ છે. જો કોઇ બ્રોકરની મદદ કરીને બ્રોકરેજ ચાર્જ લેતા હોય તો જીએસટી ભરવો પડે છે.

સંસદના શિયાળુ સત્રમાં ખરડો શક્ય, ભ્રામક દાવાઓ પર અંકુશ મુકાશે
ક્રિપ્ટો કરન્સી અંગે વધતી ચિંતા વચ્ચે કેન્દ્ર સરકાર 29 નવે.થી શરૂ થતા સંસદના શિયાળુ સત્રમાં ખરડો લાવી શકે છે. આવી કરન્સીનો ઉપયોગ રોકાણકારોને ભ્રામક દાવા સાથે રીઝવવા કરાય છે. ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ પર તગડા રિટર્નના દાવા કરતી જાહેરાતો વધી રહી છે. હાલ ક્રિપ્ટો કરન્સી અંગે કોઇ નિયમ કે પ્રતિબંધ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ આ મુદ્દે બેઠક યોજી હતી અને કડક નિયમો ઘડવાનો સંકેત આપ્યો હતો.

કેપિટલ ગેઇન ટેક્સના દાયરામાં આવવાના ફાયદા

  • ક્રિપ્ટો પર ટેક્સ અંગે સ્પષ્ટતા થવાથી રોકાણકારોનો ભરોસો વધશે.
  • ટેક્સમાં ઇન્ડેક્સેશનનો લાભ મળશે, જેથી ટેક્સમાં બચત થશે.
  • કેપિટલ લાોસ થાય તો આવકવેરાના નિયમાનુસાર કેપિટલ ગેઇન સાથે સેટ આૅફ કરી શકાશે.

નિયંત્રિત કરવા અલગ કાયદો ઘડવો પડશે
ક્રિપ્ટો કરન્સી દેશમાં ગેરકાયદે નથી, અનિયંત્રિત છે. કેપિટલ ગેઇન ટેક્સના દાયરામાં આવવાથી અનરેગ્યુલેટેડ સ્ટેટસમાં ફેરફાર નહીં થાય. તેના માટે અલગથી કાયદો ઘડવો પડશે. કેપિટલ ગેઇન ટેક્સ લાગવાથી તેના પર ટેક્સ અંગે અનિશ્ચિતતા ચોક્કસ દૂર થઇ જશે. > કીર્તિ જોશી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ

અન્ય દેશોમાં ક્રિપ્ટો પર ટેક્સના નિયમ
અમેરિકા
: 0%થી 37% સુધી કેપિટલ ગેઇન ટેક્સ
ઓસ્ટ્રેલિયા: નફાના 50% પર કેપિટલ ગેઇન ટેક્સ
નેધરલેન્ડ: 30% વેલ્થ ટેક્સ
બ્રિટન: કેપિટલ ગેઇન ટેક્સ

અન્ય સમાચારો પણ છે...