વૈશ્વિક સ્લોડાઉન, મોંઘવારી લોનના વ્યાજદરમાં વધારો છતાં બેન્કિંગ સેક્ટરનો ગ્રોથ પોઝિટીવ રહ્યો છે. એપ્રિલથી જૂન ક્વાર્ટર દરમિયાન બેન્કિંગ કંપનીઓના પરિણામો રજૂ થવા લાગ્યા છે જેમાં મોટા ભાગની બેન્કોનો નફો 50 ટકાથી વધુ વધવા સામે બમણાથી વધુ વધ્યાં છે.
એક્સિસ બેન્કનો નફો બમણો વધીને 4,125 કરોડ: એક્સિસ બેન્કે નાણાકીય વર્ષ 23 ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં તેનો ચોખ્ખો નફો બમણો થઈને 4125 કરોડ થયો છે. જેને બેડ લોનમાં ઘટાડો થવાને કારણે મદદ મળી છે. જે અગાઉના વર્ષે રૂ. 2,160 કરોડનો હતો. કુલ આવક વધીને રૂ. 21,727.61 કરોડ થઈ એનપીએ એક વર્ષ અગાઉ 3.85 ટકાથી ઘટીને 2.76 ટકા થઈ છે.
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાનો નફો 14.2 ટકા વધ્યો: સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો 14.2 ટકા વધીને રૂ. 234.78 કરોડ નોંધ્યો છે. જે અગાઉના વર્ષે 205.58 કરોડ હતો. આવક નજીવી વધીને રૂ. 6,357.48 કરોડ થઈ હતી.
કેનેરા બેંકનો નફો 72 ટકા વધી 2022 કરોડ: કેનેરા બેંકે આવક વૃદ્ધિ અને બેડ લોનમાં ઘટાડાના કારણે ચોખ્ખા નફામાં 72 ટકાનો વધારો થઇ રૂ.2022 કરોડ થયો છે. જે અગાઉના વર્ષે આ સમયમાં 1177.47 કરોડનો હતો. આવક વધીને રૂ. 23,351.96 કરોડ થઈ છે જે અગાઉના વર્ષે રૂ. 20,940.28 કરોડ હતી. એનપીએ 2021ના અંત સુધીમાં 8.50%ની સામે 30 જૂન, 2022ના અંતે ગ્રોસ એડવાન્સિસના 6.98 ટકા પર આવી ગઈ.
અનુપમ રસાયનની કુલ આવકમાં 25%ની વૃદ્ધિ
અનુપમ રસાયન ઈન્ડિયા લિ.એ 30 જૂનના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે તેના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. જેમાં કંપનીની કુલ આવક Q1FY23 માં રૂ.2,971 મિલિયન રહી છે જે અગાઉના વર્ષે આ સમયગાળામાં ₹2,380 મિલિયનની હતી આમ આવકમાં સરેરાશ 25 ટકાનો ગ્રોથ રહ્યો છે. કરવેરા પછીનો નફો 24 ટકાની વૃદ્ધિ સાથે રૂ.397 મિલિયન રહ્યો છે જે અગાઉના વર્ષે રૂ,321 મિલિયન હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.