ઓટો ઈન્ડસ્ટ્રી ટોપ ગિયરમાં:ઓટો સેક્ટર માટે પોઝિટિવ ગ્રોથ, વેચાણ 50 ટકા સુધી વધ્યાં

નવી દિલ્હી11 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશમાં છેલ્લા કેટલાક મહિનાથી કારના વેચાણમાં સતત વૃદ્વિ જોવા મળી રહી છે. મોટા ભાગની કંપનીઓનું વેચાણ વાર્ષિક અને માસિક આધાર પર નોંધપાત્ર રીતે વધ્યું છે. જુલાઇ મહિનામાં કંપનીઓ દ્વારા ડીલરોને અપાયેલા કારના આંકડા પર નજર કરીએ તો વાર્ષિક સ્તરે સૌથી વધુ જથ્થાબંધ વેચાણમાં તાતા મોટર્સ અવ્વલ છે.

તાતાએ માસિક વેચાણમાં સૌથી વધુ વૃદ્વિ નોંધાવતા 57% વૃદ્વિ નોંધાવી છે. જ્યારે ટોયોટા કિર્લોસ્કરે પણ જુલાઇ 2021ની તુલનામાં આ વર્ષે જુલાઇમાં 50% વધુ વેચાણ કર્યું છે. જો કે સંખ્યાની દૃષ્ટિએ જુલાઇમાં ડીલરોને સૌથી વધુ કાર પહોંચાડનારી કંપની મારુતિ સુઝુકી રહી હતી, જેણે 6.82%ની વૃદ્વિ સાથે ગત મહિના દરમિયાન ઘરેલુ ડીલરોને 1,42,850 કારનું વેચાણ કર્યું હતું.

મારુતિની મિની અને કોમ્પેક્ટ કારનું વેચાણ પણ વાર્ષિક સ્તરે 17 ટકા વધ્યું છે. મહિન્દ્રા કારનું જથ્થાબંધ વેચાણ 33% વધ્યું છે, કિયાનું વેચાણ 47% વધ્યું છે, જ્યારે એમડી મોટર્સનું વેચાણ વાર્ષિક સ્તરે 5 ટકા ઘટ્યું છે.

નિશાને નિકાસનું લક્ષ્યાંક હાંસલ કર્યું
નિશાન મોટર ઈન્ડિયાએ દસ લાખ વાહનોના નિકાસકારની ઉપલબ્ધિ હાંસલ કરી છે. મેક ઈન ઈન્ડિયા ફોર ધ વર્લ્ડ થી પ્રેરિત, નિશાન ચેન્નાઈ સ્થિત ઓટોમોટીવ ઈન્ડિયા લિમિટેડ માં ડિસેમ્બર 2010થી શરૂ થયેલ નિકાસ બાદ દુનિયાભરના 108 દેશોમાં વાહનોની નિકાસ કરી ચુક્યા છે.

અન્ય સમાચારો પણ છે...